Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બાબા બાગેશ્વરે હુંકાર કરતા જ મહિલા-પુરુષો ધુણ્યા':રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં જાહેરમાં ભૂત-પ્રેત કાઢવાના નામે અંધશ્રદ્ધા ફેલાવતા દૃશ્યો સામે આવ્યા

    6 days ago

    બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર મોટા વિવાદના વમળમાં ફસાયા છે. રાજકોટમાં યોજાયેલા તેમના 'દિવ્ય દરબાર' બાદના કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. દિવ્ય દરબારના નામે ભૂત-પ્રેત ભગાડવાના દાવાઓ અને તેના કારણે સર્જાયેલી અંધાધૂંધીના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના હુંકાર બાદ મહિલા ધૂણી વાયરલ થઈ રહેલા વીડિયો અને ઘટનાની વિગતો મુજબ, દિવ્ય દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી કોઈ આહવાન કે હુંકાર કર્યો હતો. આ હુંકાર બાદ દરબારમાં હાજર લોકોમાં અચાનક ઉત્તેજના વ્યાપી ગઈ હતી અને કેટલાક લોકો 'ધૂણવા' લાગ્યા હતા. આ દરમિયાન એક મહિલા પર 'પ્રેત' આવ્યું હોવાના નામે તે ઉગ્રતાથી ધૂણવા લાગી હતી. જોતજોતામાં આ મહિલાએ ત્યાં હાજર અન્ય લોકો પર હુમલો કરી દીધો હતો. દરબારમાં કાયદો અને વ્યવસ્થા જોખમાય એવી સ્થિતિ સર્જાઈ હોવા છતાં અને લોકો અંદરોઅંદર ધૂણીને આક્રમક થઈ રહ્યા હોવા છતાં, ધીરેન્દ્ર શાસ્ત્રી મંચ પરથી આ સમગ્ર ઘટનાક્રમ મૂકપ્રેક્ષક બનીને જોતા રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં ભારે આક્રોશ આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થયા છે. ૨૧મી સદીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આ પ્રકારે જાહેરમાં ભૂત-પ્રેત કાઢવાના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી હોવાથી બુદ્ધિજીવીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રશાસન આવા કાર્યક્રમો સામે કેમ આંખ આડા કાન કરે છે એવા સવાલો પણ ઉઠી રહ્યા છે. જયંત પંડ્યા અને પુરુષોત્તમ પીપળીયાએ લગાવ્યા ગંભીર આરોપો ધીરેન્દ્ર શાસ્ત્રીના આ કથિત ચમત્કારો અને દિવ્ય દરબાર સામે સ્થાનિક સ્તરેથી વિરોધનો સૂર ઉઠ્યો છે. જયંત પંડ્યા અને સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ આ મામલે સીધો મોરચો માંડ્યો છે. તેમણે જાહેર કર્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારના ઓઠા હેઠળ લોકોની સંવેદનાઓ સાથે રમત રમી રહ્યા છે અને સરેઆમ અંધશ્રદ્ધાનો પ્રચાર કરી રહ્યા છે. આ પ્રકારના કૃત્યો સમાજને પાછળ ધકેલનારા છે. આ વિવાદ હવે આગામી દિવસોમાં વધુ વકરે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ પરસોતમ પીપળીયાએ મીડિયા સાથેની વાતચીતમાં બાબાના કાર્યક્રમ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "આ કોઈ દિવ્ય દરબાર નથી, પરંતુ વાસ્તવમાં ‘પ્રેત દરબાર’ છે. કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ કે તબીબી ડિગ્રી વિના લોકોની ગંભીર બીમારીઓ અને કેન્સર જેવા અસાધ્ય રોગો મટાડવાની ખાતરી આપવી કે આશીર્વાદ આપવા, તે સરેઆમ અંધશ્રદ્ધા ફેલાવવાનું કૃત્ય છે. તેમના મતે, સ્ટેજ પરથી લોકોના નામની ચિઠ્ઠીઓ અને ચબરખીઓ કાઢીને ભૂતકાળ કે ભવિષ્ય ભાખવું એ કોઈ દૈવી ચમત્કાર નથી, પરંતુ માત્ર એક જાદુગરીની સામાન્ય ટેકનિક છે. જોકે, પીપળીયા તેના ઘરેથી નીકળી કાર્યક્રમ સ્થળ પર પહોંચે તે પહેલા જ ઘરની બહાર પહેલાથી તહેનાત પોલીસ જવાનોએ તેની અટકાયત કરી બોલેરોમાં બેસાડી દીધા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં સુરક્ષા-સુવિધા પર પોલીસ-મનપાની બેઠક:શહેરી વિસ્તારના ફ્લેટ, સોસાયટીના આગેવાનો સાથે ચર્ચા
    Next Article
    પતરા કાપી અડધા કલાકની જહેમત બાદ બસ ડ્રાઇવરને બહાર કઢાયો:હિંમતનગરમાં અજાણ્યા વાહન પાછળ ખાનગી બસ ધડાકાભેર અથડાઈ; 15 ઇજાગ્રસ્ત, ડ્રાઇવરની હાલત ગંભીર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment