Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં સુરક્ષા-સુવિધા પર પોલીસ-મનપાની બેઠક:શહેરી વિસ્તારના ફ્લેટ, સોસાયટીના આગેવાનો સાથે ચર્ચા

    6 days ago

    સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ, સુરેન્દ્રનગર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની અને મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોના સંયુક્ત ઉપક્રમે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક શહેરી વિસ્તારમાં આવેલા ફ્લેટ, એપાર્ટમેન્ટ, ટાઉનશીપ અને સોસાયટીના આગેવાનો સાથે સુવિધા અને સુરક્ષાના મુદ્દાઓ પર કેન્દ્રિત હતી. આ બેઠક ૭ જૂન, ૨૦૨૬ના રોજ સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટરના ડી.ટી.સી. ટ્રેનિંગ સેન્ટર ખાતે યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબહેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો અને વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, પોલીસ વિભાગ દ્વારા સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા લગાવવા અને સુરક્ષા ગાર્ડ રાખવા અંગે સૂચનો કરવામાં આવ્યા હતા. શહેરમાં જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવા બાબતે સંબંધિત વોર્ડના કોર્પોરેટરો અને મેયરને પણ સૂચન કરાયું હતું. પોલીસ વિભાગ અને મહાનગરપાલિકા વચ્ચે સંકલન સાધીને શહેરની સુરક્ષા, સ્વચ્છતા, સુવિધા, ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે શહેરીજનો સાથે પરામર્શ કરીને તેમના સૂચનો પણ લેવામાં આવ્યા હતા. પોલીસ વિભાગ અને મહાનગરપાલિકા ટૂંક સમયમાં સંકલન સમિતિ બનાવી લોકોના પ્રશ્નોનું ઝડપી અને સરળ નિવારણ લાવવાનો પ્રયાસ કરશે. આ બેઠકમાં સુરેન્દ્રનગર શહેરના આશરે ૩૦૦ થી ૪૦૦ જેટલા શહેરીજનો હાજર રહ્યા હતા. બેઠકના અંતે, મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધ્યાને આવે તો તાત્કાલિક સંપર્ક કરવા માટે પોતાનો સરકારી નંબર, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ અને પોલીસ સ્ટેશનના અધિકારીઓના નંબરો ઉપસ્થિત આગેવાનો અને શહેરીજનોને આપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રજાના દિવસે સાફ-સફાઈ માટે બોલાવ્યા ને કાળ આંબી ગયો!:સુરતમાં ફેક્ટરી માલિકની બેદરકારીએ શ્રમિકો અને ભાણિયા સહિત 4ની જિંદગીઓ હોમી, મૃતક મેનેજર અને ફેક્ટરી માલિક સામે ગુનો દાખલ
    Next Article
    'બાબા બાગેશ્વરે હુંકાર કરતા જ મહિલા-પુરુષો ધુણ્યા':રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં જાહેરમાં ભૂત-પ્રેત કાઢવાના નામે અંધશ્રદ્ધા ફેલાવતા દૃશ્યો સામે આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment