Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં તપોધન બ્રાહ્મણ સમાજે રક્તદાન કેમ્પ યોજ્યો:યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું, રોટરી ક્લબ બ્લડ બેંકના સહયોગથી આયોજન

    6 days ago

    પાટણ સ્થિત તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ અરવિંદભાઈ રાવલ અને યુવા ટીમે રોટરી ક્લબ સંચાલિત બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પ યોજ્યો હતો. આ કેમ્પમાં સમાજના યુવક-યુવતીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું. કાર્યક્રમમાં વોર્ડ નંબર 3 ના નગરસેવકો ગોપાલભાઈ રાજપુત, વિજયાબેન બારોટ અને ગૌરવભાઈ મોદીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. તેમણે આયોજકોના પ્રયાસોને બિરદાવ્યા હતા. જગન્નાથજી મંદિરના ટ્રસ્ટીઓ હર્ષદભાઈ રાવલ અને પીયૂષભાઈ આચાર્યને પણ આમંત્રિત મહેમાન તરીકે નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સમાજના આગેવાનોના હસ્તે ઉપસ્થિત તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી પીયૂષભાઈ આચાર્યએ રક્તદાનના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે રક્તદાન એ જ સાચું જીવનદાન છે અને જરૂરિયાતમંદો માટે રક્તનું એક એક ટીપું નવું જીવન આપી શકે છે. તેમણે આવા સેવાકીય આયોજન બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા કાર્યોમાં મંદિર તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી. અંતમાં, તેમણે સન્માન કરવા બદલ સમાજના પ્રમુખ સહિત તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કેમ્પનું આયોજન પાટણ રોટરી ક્લબ સંચાલિત બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન રોટરી ક્લબના કાર્યકરોની કામગીરીની પણ સરાહના કરવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ દ્વારા આયોજક સંસ્થાને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કોમનવેલ્થના યજમાન અમદાવાદના અંડરબ્રિજમાં ડૂબીને મર્યા તો જવાબદારી તમારી!:ચોમાસામાં 25 અંડરબ્રિજ જોખમી; મ્યુ. કમિશનર ચેતવણી આપી છટક્યાં
    Next Article
    Janhvi Kapoor's Makeup Artist Backs Her Amid Peddi Row: "It Is Easy To Blame The Actress"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment