Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં પ્રેમસંબંધમાં યુવકની ઘાતકી હત્યા:પરણીત યુવતીએ સાસરે મળવા બોલાવ્યો, પરિવારને જાણ થતાં રસ્તામાં જ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, સારવાર દરમિયાન મોતને ભેટ્યો

    1 सप्ताह पहले

    બોટાદમાં પ્રેમ સંબંધના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી છે. રાણપુર પોલીસે આ મામલે ચાર આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવક હર્ષ ચૌહાણ બોટાદ શહેરના ખોડીયારનગર-૨ વિસ્તારનો રહેવાસી હતો. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક હર્ષ ચૌહાણને અળવ ગામની એક પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ યુવતીના લગ્ન કાનીયાડ ગામે થયા હતા. ગત 5 જૂનની રાત્રે યુવતીએ હર્ષને કાનીયાડ ખાતે મળવા બોલાવ્યો હતો. આ વાતની જાણ યુવતીના સાસરી પક્ષ અને પિયર પક્ષના લોકોને થતાં, કાનીયાડ અને અળવ ગામ વચ્ચે હર્ષ ચૌહાણ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા હર્ષે પોતાના ભાઈ કરણ ચૌહાણને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હર્ષને સારવાર માટે પહેલા બોટાદ અને પછી ભાવનગર ખસેડ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ કરણ ચૌહાણની ફરિયાદના આધારે રાણપુર પોલીસે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. આરોપીઓમાં કાનીયાડ ગામના પરેશ ભરત ચૌહાણ અને ભરત મોહન ચૌહાણ તેમજ અળવ ગામના વલ્લભ શીવા અને પારસ શીવાનો સમાવેશ થાય છે. રાણપુર પોલીસે આ ચારેય આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્સ્ટાગ્રામ પર શેરબજારમાં વધુ નફાની લાલચ આપી છેતરપિંડી:રાજસ્થાની ગેંગના સાગરિતને સાયબર ક્રાઈમે દબોચ્યો, જામનગરના શખસને ₹25.86 લાખની ઠગાઈ કરી
    Next Article
    હિંમતનગરના ભોલેશ્વર ખાતે કોમ્યુનિટી હોલનું ભૂમિપૂજન:ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે ભૂમિપૂજન કરાયું, સ્થાનિકો ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment