Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્યાં કાયદાના આદેશ છૂટે છે, ત્યાં આજે વહાલના ઝરણાં વહ્યાં:ત્યજી દેવાયેલી માસૂમની સુરત પોલીસે માવતર બની 'છઠ્ઠી' ઉજવી, નામ રાખ્યું ‘કશિશ’

    1 week ago

    જે લોકઅપ અને દિવાલો વચ્ચે સામાન્ય રીતે ગુનેગારોની ચીસાચીસ અને કાયદાના કડક આદેશો ગુંજતા હોય છે, તે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન આજે કોઈ પવિત્ર ઘરના આંગણા જેવું મંગલમય બની ગયું. લોહીના સગાં જ્યારે નવજાત કળીને રસ્તા પર રઝળતી મૂકીને ચાલ્યા ગયા, ત્યારે સુરતની ખાખી કાયદાના રક્ષકમાંથી 'માવતર' બનીને વહારે આવી છે. પાંડેસરા પોલીસે બિનવારસી મળેલી માસૂમ બાળકીને પોતાની દીકરી ગણીને સ્વીકારી છે અને પોલીસ સ્ટેશનના પરિસરમાં જ ભારે હર્ષોલ્લાસ સાથે તેની પરંપરાગત 'છઠ્ઠી' ઉજવી છે. જ્યારે નવજાત કળી દુનિયામાં એકલી પડી ગઈ... થોડા દિવસો પહેલાં સુરતના ઔદ્યોગિક વિસ્તાર પાંડેસરામાંથી આ નવજાત બાળકી બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે તેને હેમખેમ બચાવી, તબીબી સારવાર અપાવી અને તેના સાચા વાલીવારસની શોધખોળ કરી. પરંતુ ક્રૂરતાની હદ તો જુઓ, તેનો કોઈ પત્તો ન મળ્યો. દુનિયાની નજરે જે બાળકી અનાથ અને એકલી અટૂલી હતી, તેને સુરત પોલીસ પરિવારે એકસૂરે સ્વીકારી લીધી અને નક્કી કર્યું કે ‘હવે આ દીકરી અમારી છે!’ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને તોરણોથી સજ્જ થયું પોલીસ સ્ટેશન બાળકીના જન્મના છઠ્ઠા દિવસે હિન્દુ સંસ્કૃતિના રીત-રિવાજ મુજબ પોલીસ સ્ટેશનની અંદર જ 'છઠ્ઠી વિધિ'નું હૃદયસ્પર્શી આયોજન કરવામાં આવ્યું. પોલીસ મથકને ફૂલો અને આસોપાલવના તોરણોથી શણગારવામાં આવ્યું હતું. એસીપી ઝવેર દેસાઇ, પીઆઇ કે.ડી.જાડેજા સહિત પાંડેસરા પોલીસ સ્ટેશનના તમામ નાના-મોટા મહિલા અને પુરુષ કર્મચારીઓ એક પરિવાર બનીને બેઠા. ગોર મહારાજના મંત્રોચ્ચાર વચ્ચે આ દીકરીનું નામ અત્યંત વહાલપૂર્વક "કશિશ" રાખવામાં આવ્યું. જ્યારે મહિલા પોલીસ કર્મચારીઓએ કશિશને ખોળામાં રમાડીને સોહામણા હાલરડાં ગાયા, ત્યારે લાગતું હતું કે કુદરતે કશિશ પાસેથી એક મા છીનવીને તેને ખાખીના રૂપમાં સેંકડો માતા-પિતા આપી દીધા છે. ખાખી પાછળની સંવેદનશીલતા જોઈ આંખો ભીની થઈ દિવસ-રાત કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને ગુનાખોરી ડામવામાં વ્યસ્ત રહેતી ખાખી પાછળ છુપાયેલી આ અદ્ભુત સંવેદનશીલતા અને લાગણી જોઈને ત્યાં હાજર રહેલા સ્થાનિક નાગરિકો અને ખુદ પોલીસકર્મીઓની આંખો હર્ષના આંસુથી ભરાઈ આવી હતી. પોલીસ અધિકારીઓએ ખૂબ જ ગળગળા સાદે જણાવ્યું હતું કે, ભલે આ દીકરીને તેના જન્મેતાઓએ ત્યજી દીધી હોય, પણ હવે આ આખું પોલીસ સ્ટેશન તેનું હર્યુંભર્યું પરિવાર છે. કશિશના ઉછેરમાં અમે કોઈ કમી રાખવા માગતા નથી. સુરત પોલીસના આ માનવીય અને સંવેદનશીલ ચહેરાની આજે સમગ્ર ગુજરાતમાં ચોમેર પ્રશંસા થઈ રહી છે. ખરેખર, કશિશના કિલકિલાટે સાબિત કરી દીધું કે ખાખીમાં માત્ર સખ્તાઈ જ નથી હોતી, પણ એક ધબકતું અને માયાળુ દિલ પણ હોય છે.
    Click here to Read More
    Previous Article
    વાપી કમિશનર યોગેશ ચૌધરી જૂનાગઢના કલેક્ટર બન્યા:એન. એફ. ચૌધરીએ કાર્યભાર સંભાળ્યો, આસ્થા સોલંકીની પણ બદલી
    Next Article
    Peddi Box Office Collection Day 3 Live Update: Ram Charan’s film earns over Rs 236.7 crore worldwide

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment