Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી કમિશનર યોગેશ ચૌધરી જૂનાગઢના કલેક્ટર બન્યા:એન. એફ. ચૌધરીએ કાર્યભાર સંભાળ્યો, આસ્થા સોલંકીની પણ બદલી

    1 week ago

    વાપી મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરી (IAS)ની જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તેમની સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર આસ્થા સોલંકીની પણ પ્રાયોજના વહીવટદાર તરીકે બદલી થઈ છે. આ અધિકારીઓના વિદાય સમારંભ સાથે નવા કમિશનર અને નાયબ કમિશનરે કાર્યભાર સંભાળ્યો હતો. આ સમારંભમાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર એન. એફ. ચૌધરી (IAS) અને નાયબ કમિશનર કિરણ રાણાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદાય લઈ રહેલા અધિકારીઓ યોગેશ ચૌધરી અને આસ્થા સોલંકીને શાલ ઓઢાડી તથા સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં રિતેશભાઈ વાળંદે જણાવ્યું કે બંને અધિકારીઓની નિષ્ઠા અને કાર્યદક્ષતાને કારણે તેમને ઉચ્ચ પદો પર નિમણૂક મળી છે, જે વાપી માટે ગૌરવની વાત છે. મ્યુનિસિપલ ઈજનેર રેગ અને રામચંદ્ર દેસાઈએ છેલ્લા 16 મહિનાના અનુભવો વહેંચતા કમિશનર યોગેશ ચૌધરીના સરળ સ્વભાવ અને આસ્થા સોલંકીના ઉત્કૃષ્ટ નેતૃત્વની પ્રશંસા કરી હતી. ઓડિટર દેવાંગભાઈએ નાણાકીય આયોજન અને બજેટમાં મળેલા સહકારને યાદ કર્યો હતો. ટેક્સ સુપ્રિટેન્ડન્ટ રાકેશ ઠક્કરે જણાવ્યું કે, કમિશનરના આદેશથી રજાના દિવસોમાં સોસાયટીઓમાં કરાયેલી વેરા વસુલાત સફળ રહી હતી. આ ઉપરાંત, ઓનલાઈન ટેક્સ માટે નવી ડિજિટલ વ્યવસ્થા અને આધુનિક સોફ્ટવેર લાવવા બદલ બંને અધિકારીઓનો આભાર વ્યક્ત કરાયો હતો. પોતાના વિદાય પ્રવચનમાં યોગેશ ચૌધરીએ જણાવ્યું કે, ટૂંકા કાર્યકાળમાં મર્યાદિત સ્ટાફ હોવા છતાં કર્મચારીઓએ વાપીને નવા સ્તરે પહોંચાડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા કમિશનર એન. એફ. ચૌધરીના નેતૃત્વમાં બાકી રહેલા વિકાસકાર્યો ઝડપથી પૂર્ણ થશે. આસ્થા સોલંકીએ વાપીમાં પોતાના સેવાકાળને જીવનનો સૌથી યાદગાર અને સંતોષકારક સમય ગણાવ્યો હતો. ચાર્જ સંભાળતા જ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર એન. એફ. ચૌધરીએ જણાવ્યું કે, પૂર્વ કમિશનરે શહેરના વિકાસને જે ગતિ અને દિશા આપી છે તેને અવિરત જાળવી રાખવામાં આવશે. તેમણે વાપીના સર્વાંગી વિકાસ, નાગરિક સુવિધાઓના વિસ્તરણ અને પારદર્શક વહીવટ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સ્ટાફે વિદાય લઈ રહેલા અધિકારીઓને ઉજ્જવળ ભવિષ્યની અને નવા અધિકારીઓને સફળ કાર્યકાળની શુભકામનાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    Mahua Moitra ने किया Cockroach Janta Party का Support, Akilesh, Kejriwal और Sanjay Raut ने क्या कहा?
    Next Article
    જ્યાં કાયદાના આદેશ છૂટે છે, ત્યાં આજે વહાલના ઝરણાં વહ્યાં:ત્યજી દેવાયેલી માસૂમની સુરત પોલીસે માવતર બની 'છઠ્ઠી' ઉજવી, નામ રાખ્યું ‘કશિશ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment