Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિવારનું રાશિફળ:મેષ, વૃશ્ચિક, મકર અને મીન રાશિને ચારે બાજુથી સફળતાના સંકેત, ધન જાતકોને રોકાણથી લાભના યોગ

    2 weeks ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 07 જૂન 2026, રવિવારના રોજ અધિક જેઠ વદ સાતમ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ કુંભ છે. રાહુકાળ સાંજે 05:39 થી 07:19 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- આજનો દિવસ તમારા સપના અને મહત્વાકાંક્ષાઓને સાકાર કરવાનો છે. તેથી પૂરા મનોયોગથી પોતાના કાર્યો પ્રત્યે સમર્પિત રહો. કોઈ અટકેલો લેણ-દેણ સંબંધિત મામલો આજે પૂરો થઈ શકે છે, તેથી પૂરૂં ધ્યાન તેના પર કેન્દ્રિત રાખો. નેગેટિવ- કોઈ પણ વાદ-વિવાદની સ્થિતિમાં ગુસ્સાના બદલે શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓનો ઉકેલ લાવો, નહીંતર આ કારણે તમારી કાર્યક્ષમતા પણ પ્રભાવિત થશે. રોકાણ કરવા માટે સમય અનુકૂળ નથી. સાથે જ અનાવશ્યક ખર્ચ પર પણ કાપ મૂકો. વ્યવસાય- વ્યવસાયમાં સ્ટાફની મદદથી પ્રવૃત્તિઓ સુચારૂ રૂપે ચાલતી રહેશે. કોઈ નવા કાર્યની શરૂઆત માટે પણ સંભાવનાઓ બનશે. નોકરીયાતો કામ પ્રત્યે બેદરકારી ન દાખવે, નહીંતર ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો બગડી શકે છે. લવ- ઘરમાં સુખ-શાંતિ રહેશે. ઘણા સમય પછી કોઈ નજીકના સંબંધી સાથે વાતચીત થશે અને મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય- તમારું પોતાના સ્વાસ્થ્ય અને દિનચર્યા પ્રત્યે સજગ રહેવું તમને ઊર્જાવાન રાખશે. વ્યાયામ, યોગ વગેરેને પણ દિનચર્યાનો હિસ્સો બનાવો. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- થોડો સમય પોતાની રુચિપૂર્ણ પ્રવૃત્તિઓમાં પસાર કરવાથી તમને રોજબરોજના તણાવમાંથી રાહત મળશે. તમે ભરપૂર આત્મવિશ્વાસ તથા ઊર્જા સાથે પોતાની નવી કાર્યપ્રણાલીમાં જોડાઈ જશો. પ્રોપર્ટી સાથે જોડાયેલા કોઈ મામલામાં આજે સફળતા મળી શકે છે. નેગેટિવ- વ્યર્થની પ્રવૃત્તિઓમાં ધ્યાન આપવાના બદલે પોતાના કાર્યોમાં જ વ્યસ્ત અને મસ્ત રહો. કોઈ સંબંધીના હસ્તક્ષેપના કારણે પરિવારમાં કંઈક તણાવ ઊભો થઈ શકે છે. બાળકોની પરેશાનીઓના ઉકેલમાં તેમની મદદ કરવી તથા તેમની સાથે સમય પસાર કરવો તેમના આત્મવિશ્વાસને વધારશે. વ્યવસાય- વ્યવસાયમાં ખૂબ જ સત્તર્ક રહેવાની જરૂર છે. દરેક કામમાં પાકા બિલ દ્વારા જ લેણ-દેણ કરો, કારણ કે કોઈના તરફથી દગો મળવાની આશંકા છે. પબ્લિક ડીલિંગ સંબંધિત કાર્યોમાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે. ઓફિસમાં કોઈ ક્લાયન્ટ સાથે વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. લવ- થોડો સમય પરિવાર સાથે પસાર કરવો બધાને ખુશી આપશે તથા પારિવારિક વાતાવરણ પણ ખુશનુમા બનેલું રહેશે. પાર્ટનર સાથે ક્વોલિટી ટાઇમ પસાર થશે. સ્વાસ્થ્ય- વ્યવસ્થિત દિનચર્યા અને ખાનપાન તમને સ્વસ્થ અને ઊર્જાવાન રાખશે. નિયમિત વ્યાયામ, મેડિટેશન કરવાથી માનસિક શાંતિ રહેશે. લકી કલર- ગુલાબી લકી નંબર- 6 પોઝિટિવ- ગ્રહ સ્થિતિમાં સકારાત્મક બદલાવ આવી રહ્યો છે. આજે કોઈ લાંબા સમયથી ચાલી રહેલી ચિંતામાંથી રાહત મળશે. પોતાની છુપાએલી પ્રતિભાઓને ઓળખો અને તેમને સાચી દિશામાં લગાવો. ભાઈઓ સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર સકારાત્મક વિચાર-વિમર્શ થશે. નેગેટિવ- જો કોઈ મનોરંજક યાત્રા સંબંધિત પ્રોગ્રામ બની રહ્યો છે, તો હાલ પૂરતો થોડા સમય માટે ટાળવો યોગ્ય છે. બીજાના કાર્યોની નકલ કરવાના બદલે પોતાની જ કાર્યક્ષમતા તથા યોગ્યતાને અનુરૂપ કાર્ય કરો. કંઈક નુકસાન થવા જેવી સ્થિતિ પણ બની રહી છે, તેથી સાવધાન રહો. વ્યવસાય- વ્યવસાય સંબંધિત કેટલાક નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેશો, જે ફાયદાકારક રહેશે. પરંતુ કોઈની પણ સાથે ડીલ કે લેણ-દેણ કરતી વખતે સાવધાની ચોક્કસ રાખો. માર્કેટમાં ફસાયેલી પેમેન્ટનો કંઈક હિસ્સો આજે મળી શકે છે. નોકરીમાં ખૂબ વધુ વ્યસ્તતા રહેશે. લવ- પારિવારિક સભ્યોનું પરસ્પર સામંજસ્ય ઘરમાં સુખ-શાંતિ અને અનુશાસન જાળવી રાખશે. મિત્રો સાથે ગેટ-ટુગેધર પણ સંભવ છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે તથા શારીરિક અને માનસિક રીતે પણ પોતાની જાતને પ્રફુલ્લિત અને ઊર્જાવાન અનુભવશો. પરંતુ બેદરકારી પણ ન દાખવો. લકી કલર- વાદળી લકી નંબર- 2 પોઝિટિવ- ઘરમાં કોઈ માંગલિક કાર્ય સંબંધિત યોજનાઓ બનશે. સાથે જ કોઈ પારિવારિક સભ્ય દ્વારા અચાનક જ કોઈ શુભ સમાચાર મળવાથી અતિશય ખુશી અનુભવાશે. આર્થિક સ્થિતિ સંબંધિત કોઈ કાર્યનું વધુ સારું પરિણામ આજે મળવાની સંભાવના છે. નેગેટિવ- પરંતુ આવકના સાધનો વધવાની સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. તેથી બજેટ બનાવીને ચાલવું જરૂરી છે. સાથે જ ક્રોધ અને અહંકાર પર પણ નિયંત્રણ રાખશો, તો પરિસ્થિતિઓ અનુકૂળ બનેલી રહેશે. આજે કોઈની સાથે પણ કોઈ વાયદો ન કરો. વ્યવસાય- પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં આજે વધુમાં વધુ સમય પસાર કરો. આ સમયે વ્યવસાયને લઈને વધુ પ્રચાર-પ્રસાર કરવાની જરૂર છે. ફૂડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોને લાભ મળવાનો છે. લવ- થોડો સમય પરિવારજનો સાથે પસાર કરવાથી ઘરમાં આનંદમય વાતાવરણ બનશે. મિત્રો સાથે પણ મુલાકાતનો દોર રહેશે. સ્વાસ્થ્ય- ઈજા થવા કે કોઈ દુર્ઘટના થવા જેવી સ્થિતિ બની રહી છે. કોઈ પણ પ્રકારનું જોખમ ન લો તથા વાહન પણ સાવધાનીથી ચલાવો. લકી કલર- જાંબલી લકી નંબર- 4 પોઝિટિવ- તમારી કોઈ યોગ્ય કાર્યશૈલીના કારણે સમાજમાં તમારી ઓળખ બનશે તથા મહેનતનું સકારાત્મક પરિણામ પણ પ્રાપ્ત થશે. ક્યાંક પૈસા અટકેલા છે, તો આજે તેની વાપસીની આશા છે. સંબંધીઓ સાથે મુલાકાતની તકો બનશે. નેગેટિવ- પોતાના કાર્યોમાં જ વ્યસ્ત રહો તથા વ્યર્થની પ્રવૃત્તિઓમાં રસ ન લો. કોઈ પણ પ્રકારનું અયોગ્ય કાર્ય તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. પરિવારના વરિષ્ઠ સભ્યોનો અનુભવ તથા સહયોગ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. વ્યવસાય- વ્યાવસાયિક કાર્યપ્રણાલીને ગતિ આપવા માટે ખૂબ જ ગંભીરતાથી સમજી-વિચારીને મૂલ્યાંકન કરો. સાથે જ કેટલાક બદલાવ લાવવાની જરૂર છે. જનસંપર્કનો દાયરો વધુ વિસ્તૃત કરવાથી તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ જ થશે. ઓફિશિયલ પ્રવૃત્તિઓ નિયત સમય પર પૂરી કરી લો. લવ- પારિવારિક વ્યવસ્થાને અનુશાસિત બનાવી રાખવામાં વધુ નિયંત્રણો ન લગાવો, આનાથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે. વિપરીત લિંગના લોકોથી મર્યાદિત અંતર રાખો. સ્વાસ્થ્ય- વ્યવસ્થિત દિનચર્યા રાખો. અતિશય તણાવની અસર તમારી કાર્યક્ષમતા તથા પાચન પ્રણાલી પર પડી શકે છે. લકી કલર- વાદળી લકી નંબર- 8 પોઝિટિવ- પાછલી ભૂલોમાંથી શીખ લઈને પોતાની વર્તમાન પ્રવૃત્તિઓને વ્યવસ્થિત કરવાથી જલ્દી સફળતા મળશે. થોડો સમય આત્મચિંતનમાં લગાવવાથી તમને કેટલીક ગૂંચવાયેલી સમસ્યાઓના જવાબ પણ મળશે. કોઈ જમીન સંબંધિત ખરીદ-વેચાણની પ્રવૃત્તિને સ્થગિત રાખીને તમે સાચો નિર્ણય લેશો. નેગેટિવ- ભાવનાઓમાં આવીને તમે પોતાનું નુકસાન કરી શકો છો. તેથી કોઈની મદદ કરવાની સાથે-સાથે પોતાની આર્થિક સ્થિતિનું પણ ધ્યાન રાખો. થોડું વ્યવહારિક અને સ્વાર્થી થવું પણ જરૂરી છે. નકારાત્મક વિચારોને હાવી ન થવા દો. વ્યવસાય- છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ કારોબારી સમસ્યા આજે દૂર થઈ જશે. તમારી સૂઝબૂઝ તથા બહેતર કાર્યપ્રણાલીથી વ્યાવસાયિક સ્થિતિમાં વધુ સુધારો પણ આવશે. ઓફિસમાં પોતાના ટાર્ગેટને પૂરો કરવા માટે અતિશય મહેનત કરવી પડશે. લવ- ઘરમાં સ્વસ્થ વાતાવરણ બનાવી રાખવા માટે પરસ્પર પ્રેમ જાળવી રાખવો પડશે. પ્રેમ સંબંધોમાં પોતાનો સમય અને પૈસા વેડફો નહીં. સ્વાસ્થ્ય- હવામાનના બદલાવ અને પ્રદૂષણથી પોતાનો બચાવ રાખો. આ સમયે સ્વાસ્થ્યની રક્ષા માટે તમામ નિયમોનું પાલન કરવું અતિ આવશ્યક છે. લકી કલર- કેસરી લકી નંબર- 1 પોઝિટિવ- વ્યવસ્થિત દિનચર્યા રહેશે. ધાર્મિક સંસ્થાઓ સંબંધિત પ્રવૃત્તિઓમાં પણ સમય પસાર થશે. આજે કોઈ મિત્રની મદદ માટે તમારે આગળ આવવું પડી શકે છે, એવું કરીને તમને ખુશી જ મળશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર પર જળવાઈ રહેશે. નેગેટિવ- પારિવારિક બાબતોને લઈને નાની-મોટી ટેન્શન બનેલી રહેશે. કોઈ પણ સમસ્યાને પરસ્પર સહમતિ દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કરો. પ્રોપર્ટી અથવા કોઈ અન્ય કાર્યમાં પણ સમસ્યા આવવાના કારણે વ્યવહારમાં કંઈક ચીડિયાપણું રહી શકે છે. વ્યવસાય- વ્યવસાયને લઈને ખૂબ વધુ મહેનત અને એકાગ્રતાની જરૂર છે. મીડિયા તથા ઓનલાઈન કાર્યો સાથે જોડાયેલા વ્યવસાય વધુ સફળ રહેશે. નવા કાર્યને લઈને પણ કેટલીક સિદ્ધિઓ મળશે, આનો સદુપયોગ કરો. નોકરીયાતો પબ્લિક ડીલિંગ કરતી વખતે સાવધાની રાખે. લવ- ઘરનું વાતાવરણ અનુશાસિત અને સુખદ રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ પ્રકારના વિખવાદની સ્થિતિ બની રહી છે, પાર્ટનરને કોઈ ભેટ અવશ્ય આપો. સ્વાસ્થ્ય- એસિડિટી અને બળતરાની સમસ્યા વધવાથી પરેશાની રહેશે. અતિશય મસાલેદાર ભોજન લેવાનું ટાળો. લકી કલર- બદામી લકી નંબર- 2 પોઝિટિવ- ઘરના કોઈ સભ્યની સમસ્યાનો ઉકેલ આવવાથી તમને રાહત મળશે. વિદ્યાર્થીઓને પણ કોઈ પ્રતિયોગિતામાં પોતાની મહેનતના યોગ્ય પરિણામ મળવાથી આત્મવિશ્વાસ વધશે. કુલ મળીને આજનો દિવસ શુભતાથી ભરેલો રહેશે. નેગેટિવ- ઘરના વરિષ્ઠ અને અનુભવી વ્યક્તિઓની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. કોઈ પણ સભા કે જાહેર સ્થળ પર કોઈ પણ વિચાર-વિમર્શ કરતી વખતે અભદ્ર ભાષાનો પ્રયોગ ન કરો, આનાથી કેટલાક સંબંધો બગડી શકે છે. વ્યવસાય- વ્યવસાયમાં કાર્ય સંબંધિત કેટલીક નીતિઓમાં બદલાવ લાવવાની આવશ્યકતા છે. વર્કિંગ મહિલાઓને કેટલીક નવી તકો મળશે, જેને તરત જ મેળવવી તેમના માટે ફાયદાકારક રહેશે. નોકરીયાત પોતાના કોઈ પ્રોજેક્ટને પૂરો કરશે, જેનાથી કંપનીને ફાયદો થવાનો છે. લવ- પારિવારિક વાતાવરણ ખુશનુમા બનાવવા માટે પોતાના ગુસ્સા અને શંકાશીલ સ્વભાવ પર કાબૂ રાખો. પાર્ટનર સાથે મુલાકાતની તક મળશે. સ્વાસ્થ્ય- વર્તમાન હવામાનની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. વ્યવસ્થિત અને સંયમિત દિનચર્યા રાખો. લકી કલર- લીલો લકી નંબર- 5 પોઝિટિવ- કોઈ પોલિસી વગેરેમાં રોકાણ કરવું ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. બીજા પાસેથી મદદ લેવાની અપેક્ષાએ પોતાની કાર્યક્ષમતા અને યોગ્યતા પર જ વિશ્વાસ રાખો. ઘરના વરિષ્ઠ સભ્યોના આશીર્વાદ અને સલાહ અવશ્ય લો. નેગેટિવ- સાચી ક્ષણે સાચો નિર્ણય લેવો જરૂરી છે, કારણ કે કોઈ પણ નિર્ણય લેવામાં ખૂબ વધુ સમય લગાવવાથી ઘણી ઉત્તમ તકો હાથમાંથી નીકળી પણ શકે છે. ક્યાંય પણ પૈસા લગાવતા પહેલા તેના તમામ પાસાઓ પર વિચાર-વિમર્શ પણ ચોક્કસ કરી લો. વ્યવસાય- કારોબારમાં અત્યારે કોઈ પણ નવી યોજનાને અમલમાં મૂકવાના બદલે વર્તમાન પ્રવૃત્તિઓને જ વ્યવસ્થિત કરવામાં ધ્યાન આપો. આયાત-નિકાસ સંબંધિત કાર્યોમાં પણ અત્યારે મંદીની અસર બનેલી રહેશે. સરકારી નોકરી કરતા લોકોને અચાનક જ બદલી સંબંધિત શુભ સૂચના મળશે. લવ- સાંજે મિત્રો અને ફેમિલી સાથે ગેટ ટુ ગેધરનો પ્રોગ્રામ બનશે. મન પ્રફુલ્લિત અને શાંતિભર્યું રહેશે. સ્વાસ્થ્ય- ખૂબ વધુ મહેનત અને કામની વચ્ચે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. શારીરિક અને માનસિક થાક રહેશે. લકી કલર- મોરપીંછ લકી નંબર- 7 પોઝિટિવ- સ્થિર મન અને બુદ્ધિથી તમે દરેક સમસ્યાનો ઉકેલ શોધી લેશો. આ સમયે ખૂબ વધુ જવાબદારીઓ રહેશે, પરંતુ તેમને નિભાવવી તમારા માટે સરળ રહેશે. આધ્યાત્મિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવાથી તમે તમારી અંદર અદ્ભુત શાંતિ અનુભવશો. નેગેટિવ- ઉધારી સંબંધિત કોઈ પણ લેણ-દેણ કરતા પહેલાં તેની વાપસી નિશ્ચિત કરો તથા કાગળની કાર્યવાહી પણ કરો, નહીંતર તમે કોઈ છેતરપિંડીમાં પણ ફસાઈ શકો છો. ધ્યાન રાખો, અહંકાર અને અતિ આત્મવિશ્વાસ તમને કોઈ મુસીબતમાં પણ મૂકી શકે છે. વ્યવસાય- કારોબારી પ્રવૃત્તિઓમાં સુધારો આવશે અને કાર્યપ્રણાલી પણ બહેતર થશે. પોતાની વ્યાવસાયિક પાર્ટીઓ સાથે સંપર્કમાં રહો. કોઈ પ્રભાવશાળી પાર્ટી સાથે વ્યવસાયમાં કોઈ ખૂબ મોટી ડીલ થવાની સંભાવના છે. સાથે જ પબ્લિક ડીલિંગમાં પણ નફાકારક સ્થિતિઓ રહેશે. લવ- દાંપત્ય સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ પ્રકારની ગેરસમજો ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્ય- સંતુલિત દિનચર્યા રાખો. મહિલાઓ વિશેષ રૂપે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજગ રહે, કોઈ પ્રકારનું ઈન્ફેક્શન થઈ શકે છે. લકી કલર- પીળો લકી નંબર- 9 પોઝિટિવ- આજે ઘણા પ્રકારના વિચારો મગજમાં આવશે અને તેમના પર અમલ કરવો ફાયદાકારક પણ રહેશે. આજે દિવસની શરૂઆતમાં જ પોતાના મહત્વપૂર્ણ કાર્યોની રૂપરેખા બનાવી લો. પોતાના સંપર્ક સૂત્રો તથા મિત્રો સાથે મુલાકાત લાભદાયક રહેશે. કોઈ વ્યક્તિગત સમસ્યાનો પણ ઉકેલ નીકળશે. નેગેટિવ- યુવાનો પોતાના આત્મવિશ્વાસ અને ધૈર્ય જેવા ગુણોનો સકારાત્મક રૂપમાં ઉપયોગ કરે, નહીંતર બેદરકારી અને મોજ-મસ્તીમાં રહેવાથી પોતાનું નુકસાન જ કરશે. કોઈ પણ ખાસ કાર્ય કરતી વખતે તેના તમામ પાસાઓ પર વિચાર કરવો જરૂરી છે. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરો. વ્યવસાય- વર્તમાન વ્યવસાયમાં નફાકારક સ્થિતિ બની રહી છે. નવા કરાર પણ મળશે. પરંતુ કોઈ પણ નવો નિર્ણય આજે ન લો. ભાગીદારીમાં વ્યવસ્થાને લઈને કંઈક અણબનાવ રહી શકે છે. નોકરીમાં કોઈ પ્રોજેક્ટને લઈને કોઈ ઓફિશિયલ યાત્રા સંભવ છે. લવ- પતિ-પત્ની વચ્ચે પારિવારિક વ્યવસ્થાને લઈને કંઈક નોકઝોક રહી શકે છે. પરસ્પર સામંજસ્ય દ્વારા પરિસ્થિતિઓને સંભાળવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્ય- તણાવપૂર્ણ સ્થિતિઓની અસર તમારી કાર્યક્ષમતા પર પણ પડશે. થોડો સમય એકાંતમાં અથવા પ્રકૃતિના સાનિધ્યમાં પણ ચોક્કસ વિતાવો. લકી કલર- લાલ લકી નંબર- 1 પોઝિટિવ- કોઈ મન મુજબનું કાર્ય થવાથી ઉથલપાથલ ભરેલી દિનચર્યામાંથી રાહત મળશે. યુવાનોને જેવી પણ રોજગાર સંબંધિત તક સુલભ થાય, મેળવી લેવી જોઈએ. ફાઇનાન્સ સંબંધિત પ્રવૃત્તિઓમાં કરાયેલા પ્રયાસોના યોગ્ય પરિણામો સામે આવશે. નેગેટિવ- બપોર પછી કંઈક પ્રતિકૂળતા પણ રહેશે. જૂના ઝઘડા ફરી ઉભરી શકે છે, પરંતુ તમે ધૈર્યથી તેમને ઉકેલવામાં સક્ષમ પણ રહેશો. તમારી કોઈ ખાસ વાત પણ જાહેર થઈ શકે છે. જૂની નકારાત્મક વાતોને વર્તમાન પર હાવી ન થવા દો. નકારાત્મક પ્રવૃત્તિના મિત્રોથી અંતર જાળવી રાખવું અતિ આવશ્યક છે. વ્યવસાય- આજે વ્યવસાયમાં સારો નફો થવાની સંભાવના છે. પ્રયત્નો કરીને ઓર્ડરને સમયસર પૂરો કરો, સાથે જ તેની ગુણવત્તાને પણ ઉત્તમ બનાવી રાખો. ઓફિશિયલ પ્રોજેક્ટને લઈને અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે ખૂબ જ સહજ રહેવું જરૂરી છે. લવ- પતિ-પત્ની વચ્ચે સુખદ અને પ્રેમપૂર્ણ વ્યવહાર બનેલો રહેશે. નકામા પ્રેમ સંબંધો અને મિત્રો સાથે સમય વ્યર્થ ન કરો. સ્વાસ્થ્ય- અતિશય થાકના કારણે અનિદ્રા અને શરીરનો દુખાવો રહેશે, જેની અસર તમારી કાર્યક્ષમતા પર પણ પડી શકે છે. લકી કલર- ગુલાબી લકી નંબર- 3
    Click here to Read More
    Previous Article
    07 જૂનનું અંકફળ:અંક 2ના જાતકોને પ્રમોશનના પ્રબળ યોગ, અંક 4ના જાતકો સાહસનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે
    Next Article
    યુસુફ પઠાણે કહ્યું- મમતાએ સાંસદ પદ છોડવાનું કહ્યું નથી:તેઓ ચૂંટણી લડી રહ્યા નથી; ગાંગુલીએ પણ પોસ્ટ કરીને સમાચારને ખોટા ગણાવ્યા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment