Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    07 મેનું અંકફળ:અંક 2ના લોકોને પ્રેમમાં નિરાશા મળશે, અંક 4ના જાતકોએ વેપારમાં સાવધાની રાખવી પડશે

    1 week ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સમય સંપૂર્ણપણે અનુકૂળ છે, મનગમતી સફળતા અને ધનની આવક રહેશે. સન્માન પ્રાપ્ત થશે અને સમકક્ષોમાં શ્રેષ્ઠતા રહેશે. પરાક્રમ પણ શ્રેષ્ઠ રહેશે. યાત્રાઓ સુખદ હશે અને કાર્યમાં સુગમતા રહેશે. બપોરનો સમય પણ અનુકૂળ રહેશે. સંતાન તરફથી સહયોગ પ્રાપ્ત થશે. સાંજનો યાત્રા પર જવાનો યોગ બનેલો છે. આવક સારી રહેશે. કરિયર- કારોબારમાં શ્રેષ્ઠતા રહેશે અને નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓ સંતુષ્ટ રહેશે. લવ- જીવનસાથીનો સહયોગ મળશે. પ્રેમમાં સ્થિરતા આવશે. લકી નંબર- 5, 8, 9 લકી કલર- લીલો શું કરવું- સુંદરકાંડના પાઠ કરો. આત્મવિશ્વાસમાં ઉણપ આવી શકે છે. તમારો સ્વભાવ પરિસ્થિતિથી ગભરાવાવાળામાંનો નથી. માત્ર સકારાત્મક વિચાર પાછા સાચા મુકામ પર લઈ આવશે. દિવસના અંત સુધી ફરીથી આત્મવિશ્વાસ પ્રાપ્ત કરશો અને સાચો નિર્ણય લઈ શકશો. કોઈપણ વિવાદપૂર્ણ બાબતોથી દૂર રહો. સાંજે આવક વધશે અને સહયોગની પ્રાપ્તિ થશે. કરિયર- વેપારમાં જોખમ ન લેવું. નોકરીમાં સ્થિરતા રહેશે. લવ- પ્રેમમાં નિરાશા રહેશે. દાંપત્ય જીવનમાં સુખ જળવાઈ રહેશે. લકી નંબર- 1, 3, 8 લકી કલર- પીળો શું કરવું- હનુમાનજીને તેલ સિંદૂર અર્પણ કરો. સમસ્યાઓનો નિવેડો લાવવાનો સમય આવી ગયો છે. સમય અનુકૂળ બનેલો છે અને પરિવાર પણ સહયોગ આપી રહ્યો છે. પ્રયત્નોમાં સફળતા મળશે. નવા સંપર્કો લાભદાયક રહેશે. મિત્રો વચ્ચે ગુપ્ત વાતો પ્રગટ થઈ શકે છે. સાવધાન રહો. કિંમતી સામાનની રક્ષા કરો અને રાત્રિના સમયે એકલા ક્યાંય બહાર ન જાઓ. કરિયર- નોકરીમાં અધિકારી સહયોગ આપશે અને વ્યાપારિક યોજનાઓ ફળીભૂત થશે. લવ- પ્રેમમાં બહારના લોકો વિઘ્ન ઉભું કરી શકે છે. વૈવાહિક જીવનમાં મજબૂતી આવશે. લકી નંબર- 6, 8, 9 લકી કલર- વાદળી શું કરવું- લીમડાના વૃક્ષનું પૂજન કરો. પરાક્રમમાં ઉણપ આવી શકે છે અને યોજનાઓમાં ફેરફાર કરવો પડી શકે છે. ભાગ્યમાં પણ કમીનો અહેસાસ થશે. વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરો. બપોરે સમય ઠીક નહીં રહે પરંતુ ત્યારબાદ ધનની આવક થશે અને પરિસ્થિતિઓમાં સુધારો થશે. બગડેલા કાર્યો બનવાના અણસાર જણાશે. વિરોધીઓને પરાસ્ત કરવામાં સફળ થશો. કરિયર- વેપારમાં સાવધાની રાખવી અને નોકરીમાં શિસ્તનું પાલન કરવું. લવ- વૈવાહિક જીવન સામાન્ય રહેશે અને પ્રેમ સંબંધોમાં કલેહ થઈ શકે છે. લકી નંબર- 1, 6, 8 લકી કલર- કથ્થઈ શું કરવું- ગણેશજીને દૂર્વા અર્પણ કરો. દિવસની શરૂઆત અને અંત સુખદ હશે, મધ્યમાં કેટલીક પરેશાનીઓ ઉત્પન્ન થઈ શકે છે જેને સૂઝબૂઝથી ઉકેલવામાં સફળ થશો. ઋણ (દેવા) સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ થશે. યાત્રાની યોજના બની શકે છે. બપોરે નજીકના લોકોના કારણે દુઃખ થઈ શકે છે. પોતાનું કાર્ય બીજા પર ન છોડો અને સાવધાની રાખો. કરિયર- વેપારમાં જોખમપૂર્ણ રોકાણથી બચો અને નોકરીમાં પણ સતર્ક રહો. લવ- પ્રેમમાં ગૂંચવણ ઉકેલાશે અને વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબર- 2, 5, 8 લકી કલર- લાલ શું કરવું- દુર્ગાજીને માલપુઆનો ભોગ લગાવો. જોખમપૂર્ણ કાર્યોથી દૂર રહો અને પોતાના કરતા વધુ પરિવારનું ધ્યાન રાખવું પડશે. વિરોધીથી સતર્કતા રાખવી પડશે, બપોર પછી સમય અનુકૂળ થશે જે અવરોધોને દૂર કરશે. સમય પણ સહાયક થઈ જશે જે આવકમાં વૃદ્ધિ કારક હશે. મિત્રોથી સહયોગ પ્રાપ્ત થશે. ન્યાયિક બાબતોમાં સફળતા મળશે. વિરોધીઓ પસ્ત થશે. કરિયર- કારોબારમાં કડક મુકાબલો થશે અને નોકરીમાં પરીક્ષણ સફળ થશે. લવ- વૈવાહિક જીવનમાં સુખ રહેશે અને પ્રેમમાં સફળતા પ્રાપ્ત થશે. લકી નંબર- 3, 5, 8 લકી કલર- કેસરી શું કરવું- વડીલોની સહાયતા કરો અને સન્માન કરો. અનુભવી લોકોની સલાહ લઈને કાર્ય કરશો તો વધુ ફાયદામાં રહેશો. સ્મરણ શક્તિ નબળી પડી શકે છે અને કુંઠિત થઈ શકો છો. શત્રુ પ્રબળ રહેશે. આવક પણ ઓછી રહેશે. દિવસના અંતમાં વિશેષ ધ્યાનથી કાર્ય કરવું હિતકારી હશે. વધુ વિસ્તારથી બચો. લોભ આપનારી યોજનાઓથી દૂર રહો. પરિવારની સાથે રહો. કરિયર- નોકરીમાં કાર્યસ્થળ પર સતર્ક રહો અને વેપારમાં વિચારીને રોકાણ કરો. લવ- પ્રેમમાં અતિ કરવાથી હાંસીપાત્ર બની શકો છો. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર- 3, 4, 8 લકી કલર- મેરૂન શું કરવું- માતા-પિતાના આશીર્વાદ લો અને ગણેશજીનું પૂજન કરો. ભાગ્યમાં અડચણો પેદા થવાના અણસાર છે. પોતાના ભરોસા પર જ કોઈ કાર્ય હાથમાં લો. અન્ય લોકો પાસેથી રાખેલી અપેક્ષાઓ પૂર્ણ નહીં થાય. સમયની સ્થિતિ ધનની પૂર્તિને સારી બનાવી રાખશે. બપોરે આશાતીત કાર્ય થઈ શકશે અને અટકેલા કાર્યો પણ સંપન્ન થશે. સાંજ પછી કોઈ નવું કામ પણ મળવાના અણસાર બનશે. કરિયર- નોકરી પર જવાબદારી વધશે. વેપારમાં સામાન્ય રહેશે. લવ- લગ્ન યોગ્ય વ્યક્તિઓને લગ્નના પ્રસ્તાવ મળશે અને જીવનસાથી તરફથી સહયોગ મળશે. લકી નંબર- 5, 7, 8 લકી કલર- વાદળી શું કરવું- બીલીના ઝાડ નીચે બાળકોને દૂધનું દાન કરો. સમયની શરૂઆતમાં ધનની આવકમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે. એકાગ્રતા ભંગ થઈ શકે છે અને નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે. બપોરનો સમય પક્ષમાં રહેશે. આવકમાં સુધારો થશે. વિરોધી શાંત રહેશે. સાંજથી સ્થિતિ નિયંત્રણમાં આવશે. કોઈ મોટા કામ બનવાના અણસાર બનશે અને આવકમાં પણ વૃદ્ધિ થશે. કરિયર- કાર્યસ્થળ પર સાથીઓથી તણાવ થઈ શકે છે. કારોબારી યાત્રા સંભવ છે. લવ- પ્રેમમાં મન અનુસાર નહીં થઈ શકે અને વૈવાહિક જીવનમાં તણાવ સમાપ્ત થશે. લકી નંબર- 1, 3, 8 લકી કલર- વાદળી શું કરવું- શિવલિંગ પર ધતૂરાના ફૂલ અર્પણ કરો.
    Click here to Read More
    Previous Article
    પંજાબ 'કિંગ્સ' બન્યું બોલર્સનું 'ગુલામ':હૈદરાબાદે ચાર બેટર્સને પેવેલિયન ભેગા કર્યા, 236 રનનો વિશાળ ટાર્ગેટ બહુ દૂર
    Next Article
    07 મેનું ટેરો રાશિફળ:વૃષભ રાશિના લોકોના પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે, કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે સફળતાનો દિવસ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment