Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં સદભાવના ટ્રસ્ટનો સ્નેહ મિલન સમારોહ:નવનિયુક્ત પાલિકા સભ્યો અને મહાનુભાવોનું સન્માન કરાયું

    1 week ago

    ગોધરામાં સદભાવના સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોધરા નગરપાલિકાના નવનિયુક્ત સભ્યો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના વિકાસ, જનસેવા, સુશાસન અને લોકહિતના મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ સમાજના સર્વાંગી વિકાસ માટે સહયોગ અને સમન્વય સાથે કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત, ડીવાયએસપી બ્રિન્દા જાડેજા, ગોધરા નગરપાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ, ઉપપ્રમુખ ઈશાંતભાઈ સોની અને એપીએમસી ચેરમેન માલવદીપસિંહ રાહુલજી સહિત મોટી સંખ્યામાં નગરપાલિકાના સભ્યો, સામાજિક આગેવાનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલન સમારોહ સૌહાર્દ, એકતા અને જનસેવાના સંકલ્પ સાથે સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરના દંપતીએ કૈલાસ માનસરોવરની યાત્રા કરી:રતનપરમાં દંપતીનું ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું
    Next Article
    કિશન ભરવાડ હત્યા કેસના આરોપી મૌલવીની રીવ્યુ અરજી નકારી:જેલ પ્રશાસન અને ATS ઉપર આક્ષેપ, કોર્ટ ઉપર ભરોસો નહીં હોવાનું કહ્યું; વકીલે પણ કેસ છોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment