Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાબા બાગેશ્વરે કહ્યું- 'ભારતમાં હવે 'દોસ્ત જેહાદ' શરૂ થયું':'હનુમાનજીની પૂજાની વાત કરવી અંધવિશ્વાસ છે તો ચાદર ચડાવવી અને કેન્ડલ પ્રગટાવવી પણ અંધવિશ્વાસ છે'

    1 week ago

    બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર) ત્રણ વર્ષ અને ત્રણ દિવસના લાંબા સમયગાળા બાદ ફરી એકવાર રંગીલા રાજકોટની ધરતી પર પધાર્યા છે. રાજકોટમાં આયોજિત ત્રણ દિવસીય કથાના બીજા દિવસે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ધર્માંતરણ, જેહાદ, રાજકારણ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદો અંગે હિંસક અને સણસણતા નિવેદનો આપીને નવો વિવાદ છેડ્યો છે. તેમણે ગુજરાત અને રાજકોટને શક્તિ તથા ભક્તિની પવિત્ર ભૂમિ ગણાવી આગામી દિવસોમાં દિવ્ય દરબાર અંગેની જાહેરાત પણ કરી હતી. દેશમાં 'દોસ્તી જેહાદ'નો નવો ટ્રેન્ડ અને દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણનો મુદ્દો ગુજરાત સહિત દેશભરમાં ચાલી રહેલા વિવિધ વિવાદો અને જેહાદના મુદ્દે ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી લેન્ડ જેહાદ અને લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હતા, પરંતુ હવે એક નવો જ ખતરનાક ટ્રેન્ડ શરૂ થયો છે, જેને 'દોસ્તી જેહાદ' કહી શકાય. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં સૂર્યા નામના યુવક સાથે દોસ્તી જેહાદ આચરીને તેની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનો દાખલો તેમણે આપ્યો હતો. આ ઉપરાંત, તેમણે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મોટા પાયે થઈ રહેલા ધર્માંતરણ સામે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે, આ વિસ્તારમાં સનાતન ધર્મ પ્રત્યે જાગૃતતા લાવવી ખૂબ જ જરૂરી છે અને તેઓ પોતે ટૂંક સમયમાં દક્ષિણ ગુજરાતની રૂબરૂ મુલાકાત લઈને ધર્માંતરણ વિરૂદ્ધ જાગૃતિ અભિયાન ચલાવશે. “AIના જમાનામાં 'HI' એટલે કે હિન્દુ ઇન્ટેલિજન્સની જરૂર” આજના આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગ પર કટાક્ષ કરતા બાબા બાગેશ્વરે સનાતનીઓને એક થવા અપીલ કરી હતી. તેમણે નવો જ નારો આપતા કહ્યું કે, અત્યારે દેશમાં 'HI' એટલે કે હિન્દુ ઇન્ટેલિજન્સની સૌથી વધુ જરૂરિયાત છે. હિન્દુઓએ આર્થિક અને સામાજિક રીતે સક્ષમ બનવા માટે હિન્દુઓની દુકાનમાંથી જ ખરીદી કરવી જોઈએ અને હંમેશા હિન્દુઓ સાથે જ રહેવું જોઈએ. દેશના અમીર હિન્દુઓએ આગળ આવીને ગરીબ હિન્દુ પરિવારોને મદદ કરવી જોઈએ જેથી તેમનું ધર્માંતરણ અટકાવી શકાય. રાજકીય પાર્ટીઓમાં અહિંસા હોવી જોઈએ, હું રાજયોગી નથી પોતાના રાજકીય વિચારો અને પક્ષો અંગે નિવેદન આપતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, "હું કોઈ રાજયોગી નથી, પરંતુ માત્ર એક ધર્મવક્તા છું." રાજકીય પક્ષો અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે દેશમાં કોઈપણ નવી કે જૂની રાજકીય પાર્ટી હોય, પરંતુ તેમાં અહિંસા હોવી અનિવાર્ય છે. સત્તા માટે દેશમાં કોઈપણ પ્રકારની અશાંતિ કે હિંસા ફેલાવવી જોઈએ નહીં, કારણ કે રાષ્ટ્રની શાંતિ સર્વોપરી છે. અંધશ્રદ્ધાના આક્ષેપો પર પલટવાર અને વિરોધીઓને આમંત્રણ પોતાની ચમત્કારી શક્તિઓ અને દિવ્ય દરબાર સામે ઉઠતા અંધશ્રદ્ધાના સવાલો પર પલટવાર કરતા તેમણે કહ્યું કે, "અમે સમાજમાં કોઈ અંધશ્રદ્ધા નથી ફેલાવતા. હું ક્યારેય લોકોને મારી પૂજા કરવાનું નથી કહેતો, હું તો સંકટમોચન હનુમાનજીની પૂજા અર્ચના કરવાનું કહું છું." પોતાના વિરોધીઓ પ્રત્યે નરમ વલણ દાખવતા તેમણે કહ્યું કે, જે લોકો મારો વિરોધ કરે છે તે પણ આપણા જ પરિવારના સભ્યો છે, તેથી હું તેમના પર કોઈ આકરી ટિપ્પણી નહીં કરું. હું તેમને ખુલ્લું આમંત્રણ આપું છું કે તેઓ મારી પાસે આવે, મને રૂબરૂ મળે અને મારી સાથે સકારાત્મક ચર્ચા કરે. આવતીકાલે રાજકોટમાં ભરાશે ‘દિવ્ય દરબાર’ રાજકોટમાં ચાલી રહેલા આ ધાર્મિક મહોત્સવ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, પ્રથમ દિવસે જ લાખો લોકોએ લાઈવ, ડી-લાઈવ અને કથા મંડપમાં રૂબરૂ આવીને દર્શનનો લાભ લીધો હતો. આજે કથાનો બીજો દિવસ છે, જ્યારે આવતીકાલે ત્રીજા અને અંતિમ દિવસે અહીના શ્રદ્ધાળુઓ માટે વિશેષ બે કલાકનો દિવ્ય દરબાર યોજવામાં આવશે, જેમાં લોકોની સમસ્યાઓની અર્જી સાંભળવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નરસિંહ મહેતા સરોવરમાં વૃક્ષારોપણ કૌભાંડના આક્ષેપો:નરસિંહ મહેતા સરોવર બ્યુટીફિકેશનમાં સવા કરોડનું વૃક્ષ કૌભાંડ ? વિપક્ષના નેતાએ બિલ જાહેર કરી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા, મુખ્ય અધિકારી અલ્પેશ ચાવડાનું મૌન
    Next Article
    Khan Sir To Seek Anticipatory Bail After Being Named In Patna FIR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment