Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરસિંહ મહેતા સરોવરમાં વૃક્ષારોપણ કૌભાંડના આક્ષેપો:નરસિંહ મહેતા સરોવર બ્યુટીફિકેશનમાં સવા કરોડનું વૃક્ષ કૌભાંડ ? વિપક્ષના નેતાએ બિલ જાહેર કરી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા, મુખ્ય અધિકારી અલ્પેશ ચાવડાનું મૌન

    1 week ago

    ​જુનાગઢ મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. શહેરના હાર્દસમા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન કામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આશરે 60 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશનનું કામ કરવામાં આવ્યું છે. આ કરોડોના પ્રોજેક્ટ અંતર્ગત સરોવર પરિસરમાં પર્યાવરણની જાળવણી અને સુંદરીકરણ માટે સવા કરોડ રૂપિયા જેટલી માતબર રકમના વૃક્ષો વાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, વિરોધ પક્ષે આ કામગીરી સામે આંગળી ચીંધીને સત્તાધારી પક્ષ અને જવાબદાર અધિકારીઓ સામે કૌભાંડના ગંભીર આક્ષેપો કર્યા છે. અગાઉ પણ જુનાગઢ મહાનગરપાલિકામાં વૃક્ષારોપણના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેની તપાસ હજુ પણ ચાલી રહી છે, ત્યારે બ્યુટીફિકેશનના નામે ફરીથી તે જ પ્રકારનું મોટું કૌભાંડ આચરીને સરકારી નાણાંનો ધુમાડો કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એટલું જ નહીં જ્યારથી વિપક્ષ દ્વારા નરસિંહ મહેતા સરોવરમાં કૌભાંડ આચરવાના આક્ષેપો કરાયા છે ત્યારથી નરસિંહ મહેતા સરોવરની જવાબદારી સંભાળતા અધિકારી અલ્પેશ ચાવડા દ્વારા મીડિયાને પણ નરસિંહ મહેતા સરોવરમાં જવાની મનાઈ કરાઈ છે. ​આ સમગ્ર મામલે જુનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ જણાવ્યું છે કે, નરસિંહ મહેતા તળાવનું કામ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી દ્વારા બે થી ત્રણ મહિના પહેલા જ તેને જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલું છે. હાલમાં અમારી પાસે આ સરોવર પરિસરમાં વાવવામાં આવેલા નાના-મોટા તમામ વૃક્ષો અને જાડવાઓનું જે બિલ આવ્યું છે, તેની નકલ હસ્તગત થઈ છે. આ બિલની રકમ જોઈને આશ્ચર્ય થાય તેમ છે કારણ કે વૃક્ષો વાવવાનું અને તેના ઉછેરનું કુલ બિલ સવા કરોડ રૂપિયાની આસપાસ મૂકવામાં આવ્યું છે.આ સરકારી બિલમાં એક સિંગલ વૃક્ષના ભાવ ₹1300 થી માંડીને ₹1400 સુધીના દર્શાવવામાં આવ્યા છે અને આવી મોટી રકમના અનેક બિલો પાસ કરવા માટે મુકાયા છે. સામાન્ય રીતે 5 થી 7 ફૂટની ઉંચાઈ ધરાવતું વૃક્ષ જો આપણે સદ્દભાવના ટ્રસ્ટ જેવી સંસ્થાઓ પાસેથી રાજકોટથી મંગાવીએ તો પણ ₹100 થી ₹150 માં મળી રહે છે અને જો સામાન્ય નર્સરીમાંથી ખરીદી કરીએ તો માત્ર ₹40 થી ₹50 માં એક વૃક્ષ આરામથી મળી જતું હોય છે. આ લોકોએ કદાચ બહુ મોંઘામાં મોંઘા અતિશય પ્રીમિયમ કક્ષાના જાડવા અમેરિકાથી પણ મંગાવ્યા હોય, તો પણ તેનો ભાવ ₹500 થી ₹700 થી વધુ ન હોઈ શકે. તેની સામે અહીં મનપાના ચોપડે ₹1400 થી ₹1500 નું એક વૃક્ષ બતાવીને ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. અલગ-અલગ બિલોની સંખ્યા અને રકમની ગણતરી જોઈએ તો 1100 વૃક્ષોના ₹15 લાખ, 750 વૃક્ષોના ₹9 થી 10 લાખ, 320 વૃક્ષોના પોણા ત્રણ લાખ રૂપિયા અને 226 વૃક્ષના 2 લાખ રૂપિયા દર્શાવવામાં આવ્યા છે. આટલું ઓછું હોય તેમ માત્ર ખાડા ખોદવા, વૃક્ષો રોપવા અને તેને પાણી પાવા પાછળ ₹72 લાખ જેવો જંગી ખર્ચ બતાવવામાં આવ્યો છે. આમ, કુલ મળીને ₹1 કરોડ 26 લાખ 43 હજાર 863 ના વૃક્ષો આ નરસિંહ મહેતા તળાવમાં વાવવામાં આવ્યા હોવાનું સરકારી ચોપડે દર્શાવીને જનતાના ટેક્સના પૈસા લૂંટવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં પર્યાવરણ દિવસ નિમિત્તે ભાજપના જ લોકો તમામ જગ્યાએ મફતમાં વૃક્ષો વાવે છે અને નાટક કરે છે, તો પછી નરસિંહ મહેતા તળાવમાં આટલો મોટો આંધણ કેમ કરવામાં આવ્યો છે તેવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો છે. એકબાજુ ફોટા પડાવીને પર્યાવરણપ્રેમી હોવાનો ડોળ કરાય છે અને બીજીબાજુ સવા કરોડના વૃક્ષોના ખોટા બિલો મુકાય છે, જે મનપામાં ચાલતા લોલમલોલ અને ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા દર્શાવે છે. અગાઉના વૃક્ષ કૌભાંડની જેમ જ આ બાબતે પણ એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના થવી જોઈએ અને ઉંડી તપાસ કરીને જવાબદારો સામે કડક પગલાં લેવાવા જોઈએ તેવી અમારી સ્પષ્ટ માંગણી છે.આ સવા કરોડના વૃક્ષારોપણ કૌભાંડના ગંભીર આક્ષેપો સામે આવતા જ સમગ્ર જુનાગઢ મનપા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ચોંકાવનારા આક્ષેપો અંગે સત્યતા જાણવા માટે દિવ્યભાસ્ક દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાના નરસિંહ મહેતા સરોવરની બ્યુટીફિકેશનની સમગ્ર જવાબદારી સંભાળતા મુખ્ય અધિકારી અલ્પેશ ચાવડા સાથે ટેલિફોનિક વાતચીત કરવાનો અને તેમનો પક્ષ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.પરંતુ, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા હોવાથી ભીંસમાં મુકાયેલા અધિકારી અલ્પેશ ચાવડાએ મીડિયાનો કોલ રીસીવ કર્યો નહોતો અને આ સંવેદનશીલ મામલે કંઈ પણ બોલવાનું ટાળીને સંપૂર્ણ મૌન સેવી લીધું હતું. અધિકારીઓનું આ મૌન જ ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું હોવાની શંકાઓને વધુ મજબૂત કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કંસારી ટોલ નાકે પ્રોફેસર સહિત 2 MD ડ્રગ્સ સાથે ઝડપાયા:LLB, MPhilનો ગોલ્ડ મેડાલિસ્ટ, હાલ PhDના છેલ્લા સેમેસ્ટરમાં, ₹5.78 લાખનો મુદ્દામાલ જપ્ત, NDPSનો ગુનો નોંધાયો
    Next Article
    બાબા બાગેશ્વરે કહ્યું- 'ભારતમાં હવે 'દોસ્ત જેહાદ' શરૂ થયું':'હનુમાનજીની પૂજાની વાત કરવી અંધવિશ્વાસ છે તો ચાદર ચડાવવી અને કેન્ડલ પ્રગટાવવી પણ અંધવિશ્વાસ છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment