Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસનગરમાં યુવકે બે સગી બહેનો પર અવાર-નવાર દુષ્કર્મ આચર્યું:પિતા-ભાઈને મારી નાખવાની ધમકી આપી, આરોપીએ ગૃપમાં ફોટા વાયરલ કર્યા

    1 week ago

    સતલાસણા પંથકની અને વિસનગરમાં રહેતી એક સગીર સહિત બે સગી બહેનોને તેના જ પંથકના યુવકે પિતા અને ભાઇને મારી નાંખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આટલું જ નહીં બન્ને બહેનોએ મળવાનું બંધ કરી દેતાં સમાજના ગૃપમાં ફોટો વાયરલ કરી દીધા હતા. આ બનાવ અંગે યુવતીએ વિસનગર પોલીસ મથકે ફરિયાદ આપી છે. જેમાં પોલીસે પોક્સો સહિતના ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. સ્કૂલમાં અભ્યાસ કરતી તે સમયે આરોપી ગાડીમાં બેસાડી લઇ જતો 18 વર્ષની યુવતી કે જે શહેરની એક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી તે સમયે શાળા બહારથી પસાર થઈ રહી હતી. ત્યારે તેના જ પંથકનો નવીન ચૌધરી નામનો શખ્સ સ્વીફ્ટ ગાડી લઇને ઉભો હતો અને નવીને યુવતીને ગાડીમાં બેસવાનું કહેતાં યુવતી તેને ઓળખતી હોવાથી ગાડીમાં બેસી ગઇ હતી. જે બાદ અવાર-નવાર આ યુવક યુવતીને સ્કૂલેથી ગાડીમાં બેસાડી લઇ જતો હતો. રિલેશનશિપ રાખવાની યુવતીએ ના પાડતા આરોપીએ ધમકી આપી આ દરમિયાન એક દિવસ નવીન યુવતીને ગાડીમાં બેસાડી લઇ જતો હતો, ત્યારે નવીને યુવતીને રસ્તામાં રિલેશનશિપ રાખવાનું કહેતાં યુવતીએ ના પાડી હતી. જેથી નવીને તેના માતા-પિતા અને ભાઇને મારી નાંખવાની ધમકી આપી મરજી વિરુધ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ યુવતીના બિભત્સ ફોટો પાડી લઈ કોઇને કહીશ તો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જેથી યુવતી ગભરાઇ ગઈ હતી અને અવાર નવાર દુષ્કર્મનો ભોગ બની હતી. આ વચ્ચે એક વર્ષ પહેલા યુવતી તેની સગી નાની બહેનને આ નવીનની ગાડીમાં બેસીને જતી જોઇ જતાં તેણે પોતાની બહેન સાથે આ બાબતે વાત કરી હતી. જેથી સગીર બહેને જણાવ્યું કે, નવીને એના બિભત્સ ફોટો પાડી, ધમકી આપી તેની સાથે પણ ગાડીમાં અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સમગ્ર મામલો બહાર આવતા બન્ને બહેનોએ નવીન સાથેનો તમામ પ્રકારનો સંપર્ક તોડી દીધો હતો. સમાજના ગૃપમાં બંન્ને બહેનોના ફોટો વાયરલ કરી દીધા આ વાતનો ખાર રાખી આરોપીએ ગત 3 જૂન 2026ના રોજ સમાજના ગૃપમાં બંન્ને બહેનોના ફોટો વાયરલ કરી દીધા હતા. જે બનાવ અંગે યુવતીએ વિસનગર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સગીર બહેનો પર દુષ્કર્મ આચરનાર બે આરોપીને 20 વર્ષની સજા નવસારીની સ્પેશિયલ પોક્સો કોર્ટે ખેરગામની બે સગીર પિતરાઈ બહેનો પર દુષ્કર્મ આચરવાના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે બંને આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, અદાલતે પીડિત સગીરાઓને આર્થિક વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 100 મકાન તોડી પાડનાર 'મિસ્ટર ઈન્ડીયા' કોણ?:ધોળે દિવસે પોલીસ-મનપાની હાજરીમાં ડીમોલીશન થયું છતા ભાજપના ધારાસભ્યએ કહ્યું- 'કોણે કર્યું તેની મને ખબર નથી'
    Next Article
    મોરબીમાં મેગા જોબ ફેર યોજાયો:કાંતિ અમૃતિયાએ કહ્યું- સરકાર યુવાનોને માત્ર ઘરઆંગણે જ નહીં, વિદેશમાં પણ આગળ વધવાની તક પૂરી પાડે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment