Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેસર નજીકથી ગુમ થયેલા યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:શરીર પર ઈજાના નિશાન, હત્યા કે અન્ય કારણ? પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સત્ય બહાર આવશે

    1 week ago

    વડોદરા શહેરના ડેસર પોલીસ મથક હદ વિસ્તારમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ યુવકની હત્યા થઈ છે કે અન્ય કોઈ કારણોસર મોત થયું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. યુવકના શરીર પરથી કેટલાક ઈજાના નિશાનો પણ મળી આવ્યા છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આ યુવકના મોતનું સાચું કારણ જાણવા મળશે. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેશ પરમાર બે દિવસથી ગુમ હતો જિલ્લાના ડેસર વાલાવાવ એક પેટ્રોલપંપ નજીકના માર્ગ પાસેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ ધર્મેશ પરમાર (રહે નવા કેસરાના મુવાડા) તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, ધર્મેશ છેલ્લા બે દિવસથી ઘરેથી ગુમ હતો. આજે સ્થાનિક લોકોને મૃતદેહ જોવા મળતા તેમણે તાત્કાલિક જાણ કરી હતી. મોતનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ ઘટનાની જાણ થતાં ડેસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ શરૂ કરી હતી. મૃતક યુવકના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આ યુવકનું મૃત્યુ કયા કારણોસર થયું છે તે હજુ સ્પષ્ટ થયુ નથી. યુવકના મોતને લઈ પરિવારજનોમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. પરિવાર આ બનાવને લઈ શોકમાં છે. આ મામલે ડેસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી અગ્નિકાંડ- રસોઈયો પકડાયો, સૌથી પહેલાં તે ભાગ્યો હતો:હોટલ માલિક 15 દિવસ તિહાર જેલમાં રહી ચૂક્યો છે, બાંગ્લાદેશીઓના નકલી દસ્તાવેજો બનાવ્યા હતા
    Next Article
    મોદી સરકારના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી:ભાવનગરમાં વિકાસ અને સેવાના અનેકવિધ પ્રકલ્પોનો શુભારંભ થશે, કોર્પોરેશનમાં સમીક્ષા બેઠક યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment