Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કૂલના વૃક્ષમાં યુવકે સાડીથી ફાંસો ખાધો:ગાંધીનગરની જે શાળામાં અભ્યાસ કરી બાળપણ કાઢ્યું ત્યાં જ જીવન ટૂંકાવ્યું, માતા-પિતાના મોત બાદ બહેન સાથે રહેતો

    2 weeks ago

    ગાંધીનગરમાં સેક્ટર-6 વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના પટાંગણમાંથી એક યુવકે વડના ઝાડ સાથે સાડી વડે ગળેફાંસો ખાધો હતો. યુવકની લાશ લટકતી હોવાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બનાવની માહિતી મળતાં જ સેક્ટર-7 પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને મોતનું રહસ્ય ઉકેલવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચૌંકાવનારી વાત તો એ છે કે, ગાંધીનગરની જે શાળામાં અભ્યાસ કરી બાળપણ કાઢ્યું ત્યાં જ જીવન ટૂંકાવ્યું છે. માતા-પિતાના મોત બાદ જયદીપ બહેન-બનેવી સાથે વાવોલમાં રહેતો હતો. મૃતક મહેસાણાના પિલવાઈ ગામનો વતની હતો સ્થાનિક પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ જયદીપ રાજેશભાઈ સોલંકી તરીકે થઈ છે. 27 વર્ષીય જયદીપ મૂળ મહેસાણા જિલ્લાના પિલવાઈ ગામનો વતની હતો. જે સ્કૂલમાં અભ્યાસ કરી બાળપણ કાઢ્યું ત્યાં જ જીવન ટૂંકાવ્યું વિશ્વસનીય સુત્રોએ જણાવ્યું કે, જયદીપ સોલંકીએ જે સ્કૂલમાં પ્રાયમરી અભ્યાસ કર્યો હતો એજ સ્કૂલના કેમ્પસમાં વડના ઝાડે સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો છે. જયદીપના માતા પિતાનું અવસાન થઇ ચૂક્યું છે. જેના પિતા સરકારી કોલેજમાં પટાવાળા તરીકે નોકરી કરતા હતા. એ વખતે તેમને આજ સ્કૂલને અડીને આવેલ સરકારી ક્વાર્ટ્સ મળ્યું હતું. આજ કવાર્ટસમાં જયદીપનો જન્મ થયા હતો અને આ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જૉકે 10 વર્ષ અગાઉ તેના માતાપિતાનું અવસાન થયું હતું. જે પછી જયદીપ વાવોલ શાલ્વિક શુકનમાં રહેતા તેના બહેન બનેવી સાથે રહી સેક્ટર 21ની મોબાઈલની દુકાનમાં નોકરી કરતો હતો. માતા પિતાના અવસાન પછી જયદીપ એકલો પડી ગયો હતો જોકે છેલ્લા પાંચેક મહિનાથી જયદીપ દારૂના રવાડે ચડી ગયો હતો એટલે બનેવીએ કાઢી મૂકતા જયદીપ અમદાવાદ તેની માસીના ઘરે રહેવા ગયો હતો. માતા પિતાના અવસાન પછી જયદીપ એકલો પડી ગયો હતો. પિતાની સરકારી નોકરીમાંથી આવેલા પૈસામાંથી કુટુંબીજનોએ તેને ઉવારસદ ગામમાં મકાન પણ લઈ આપ્યું હતું. પરંતુ જયદીપને પોતાના બાળપણના વિસ્તાર અને ઘરથી લગાવ બહુ હતો. હાલમાં આ સરકારી આવાસો તોડી પાડવામાં આવ્યા છતાં જયદીપ અહી ફરતો જોવા મળતો હતો. જેની માનસિક સ્થિતિ સારી નહોતી. જયદીપ સ્કૂલની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો ગઈકાલે(5 જૂન) રાતે એકાદ વાગ્યાના અરસામાં જયદીપ સ્કૂલની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો. એ વખતે અહીં કામ કરતા મજૂરો પોતાના ઠેકેદારને શોધી રહ્યાં હતા. કેમકે સ્કૂલના રિનોવેશનનું કામ કરતા નવ મજૂરોનો 35 હજાર જેટલો પગાર ચાઉ કરીને ઠેકેદાર ફરાર થઈ ગયો છે. એવામાં જયદીપને જોઈને મજૂરોએ તેને સ્કૂલની બહાર નીકળી જવા કહ્યું હતું. ત્યારે જયદીપે બસ આવશે એટલે જતો રહેશે એમ કહેવા લાગ્યો હતો. જોકે મજૂરોએ ઘસીને ના પાડી દેતા જયદીપ ત્યાંથી નીકળી ગયા હતો. સાડી વડે જયદીપે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો બાદમાં મધરાતે ત્રણેક વાગે પાછો સ્કૂલમાં પહોંચી ગયો હતો. સ્કૂલના વડના ઝાડે મજૂર મહિલાએ સાડી બાંધી હિંચકો બનાવી રાખ્યો હતો. એજ સાડી વડે જયદીપે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આજે વહેલી પરોઢિયે નિત્યક્રમ મુજબ યોગા કરવા માટે સ્થાનિકો આવ્યા ત્યારે જયદીપને લટકતો જોયો હતો. જે પછી ગાઢ નિંદ્રામાંથી જાગેલા મજૂરોને બનાવની જાણ થઈ હતી. એક બેગ મળી, જેમાં મહત્વના ડોક્યુમેન્ટ મળ્યા આ બનાવની જાણ થતા સેકટર 7 પોલીસે વધુ તપાસ કરતા જયદીપની એક બેગ મળી આવી છે. જેમાં તેના સ્કૂલ લિવિંગ સર્ટિ, માર્કશીટ ઉપરાંત તેના પિતાના મરણ સમયના કાગળો પણ મળી આવ્યા છે. આ બેગ જયદીપ હંમેશા પોતાની પાસે જ લઈને ફરતો રહેતો હતો. પ્રાથમિક રીતે જયદીપે જીવનથી નાસીપાસ થઈને આ પગલું ભર્યું હોવાનું પોલીસનું અનુમાન છે. FSLની મદદથી પુરાવા એકત્ર કરાયા, પરિવારને જાણ કરાઈ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેક્ટર-7 પોલીસ દ્વારા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમની મદદ લેવામાં આવી છે અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવાનના પરિવારજનોને આ દુખદ ઘટના અંગે જાણ કરી દેવામાં આવી છે, જેમના આવ્યા બાદ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા પછી જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ ઈરાની રડાર સાઇટ્સ પર હુમલો કર્યો:રિપોર્ટમાં દાવો- ઇઝરાયલે અઝરબૈજાનથી સિક્રેટ ઓપરેશન ચલાવ્યા; IRGCએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઇલ ટેન્કર રોક્યું
    Next Article
    ગીરમાં સિંહોના શંકાસ્પદ મોત મુદ્દે DCFની FB પોસ્ટથી વિવાદ:રિપોર્ટ પહેલા જ વાઈરસ હોવાનું સ્વીકાર્યું!, નિવૃત જજે રિ પોસ્ટ કરી લખ્યું-મતલબ કે ગીરમાં 'વાઈરસ' તો હતો જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment