Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાએ ઈરાની રડાર સાઇટ્સ પર હુમલો કર્યો:રિપોર્ટમાં દાવો- ઇઝરાયલે અઝરબૈજાનથી સિક્રેટ ઓપરેશન ચલાવ્યા; IRGCએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઇલ ટેન્કર રોક્યું

    2 weeks ago

    અમેરિકાએ જણાવ્યું છે કે તેની સેનાએ ગોરુક અને કેશ્મ આઇલેન્ડ પર ઈરાની રડાર સાઇટ્સ પર હુમલો કર્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા અનુસાર, પહેલા હોર્મુઝમાં ઈરાનના 4 અટેક ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ આગામી હુમલા રોકવા માટે રડાર સાઇટ્સને નિશાન બનાવવામાં આવી હતી. ઇરાન સાથેના યુદ્ધ દરમિયાન ઇઝરાયેલે અઝરબૈજાનની સરહદ નજીક સિક્રેટ સૈન્ય અને ગુપ્તચર ઓપરેશન ચલાવ્યા હતા. CNNના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મોસાદના એજન્ટો અને કમાન્ડો ઇરાનની ઉત્તરી સરહદ નજીક તૈનાત હતા અને ત્યાંથી કેટલાય મિશનોને અંજામ આપવામાં આવ્યો હતો. CNN એ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે ડઝનબંધ ઇઝરાયેલી કમાન્ડો અને મોસાદ એજન્ટો અઝરબૈજાન-ઇરાન સરહદ પર હાજર હતા. આમાંની કેટલીક ટીમો ઇરાનના તબરીઝ શહેરથી આશરે 96 કિલોમીટર દૂર તૈનાત હતી. અહેવાલ મુજબ, આ દળોને શરૂઆતમાં ઇઝરાયેલી વિમાનોના સંભવિત રેસ્ક્યૂ મિશન માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને ગુપ્ત માહિતી એકત્ર કરવા અને ડ્રોન ઓપરેશનમાં પણ લગાવવામાં આવ્યા હતા. ઈરાની રડાર સાઇટ્સ પર હુમલાનો વીડિયો… છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Meet new FIFA World Cup ball: AI-sensor for better decisions, improved design for fewer surprises
    Next Article
    સ્કૂલના વૃક્ષમાં યુવકે સાડીથી ફાંસો ખાધો:ગાંધીનગરની જે શાળામાં અભ્યાસ કરી બાળપણ કાઢ્યું ત્યાં જ જીવન ટૂંકાવ્યું, માતા-પિતાના મોત બાદ બહેન સાથે રહેતો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment