Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાર્લે પોઈન્ટ બ્રિજ નીચે દબાણ શાખાની કાર્યવાહી:ફુગ્ગા સહિતનો સામાન જપ્ત કર્યો, મહિલા રડી પડતા આખરે સામાન પરત કરાયો

    2 weeks ago

    સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા હલ કરવા અવારનવાર ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. પરંતુ, તાજેતરમાં સુરતના પોશ વિસ્તાર ગણાતા પાર્લે પોઈન્ટ બ્રિજ નીચે તંત્રનો એક સંવેદનહીન ચહેરો સામે આવ્યો હતો. અહીં રસ્તા કિનારે ફુગ્ગા વેચીને પોતાનું ગુજરાન ચલાવતા એક ગરીબ પરિવારના ફુગ્ગા દબાણ શાખાના કર્મચારીઓએ જપ્ત કરી ટ્રકમાં ભરી દીધા હતા. આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જતાં આ ગરીબ પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. મહિલા અને યુવતી અધિકારીઓ સામે કરગરતી રહી આ ઘટનાના સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ફુગ્ગા જપ્ત થતાં જ એક મહિલા અત્યંત લાચાર થઈને રડવા લાગી હતી. તે ગાડીમાં બેઠેલા અધિકારીઓ સામે હાથ જોડીને કરગરી રહી હતી કે, "સાહેબ, અમારા ફુગ્ગા આપી દો... અમે ગરીબ માણસ છીએ." તેની સાથે રહેલી અન્ય એક યુવતીએ પણ આક્રોશ સાથે સવાલ કર્યો હતો કે, મોટા લારી-ગલ્લાવાળાઓને છોડીને માત્ર આવા નાના ગરીબોને જ કેમ નિશાન બનાવવામાં આવે છે? મહિલાને ફુગ્ગા સહિતના સામાન પરત કરી દેવાયો આ સમગ્ર ઘટના દરમિયાન ત્યાં હાજર એક જાગૃત નાગરિકે તંત્રની આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે કારમાં બેઠેલા SMCના અધિકારીનો વીડિયો ઉતારવાનું શરૂ કરીને સવાલ કર્યો કે, "તમે ગરીબ માણસને આ રીતે કેમ હેરાન કરો છો? શું અન્ય કોઈ મોટા દબાણો નથી દેખાતા?" નાગરિકે અધિકારી પાસે લેખિત ફરિયાદ કે કમ્પ્લેન નંબર માંગ્યો, પરંતુ અધિકારી કોઈ પણ સંતોષકારક જવાબ આપ્યા વિના કારનો કાચ બંધ કરતા દેખાયા હતા. જોકે, આ વીડિયો બન્યા બાદ પાલિકાના અધિકારીએ આખરે ફુગ્ગા પરત આપી દીધા હતા, જેથી ગરીબ પરિવારોના મુખ પર ફરી સ્મિત રેલાયું હતું.
    Click here to Read More
    Previous Article
    ખાન સર આત્મસમર્પણ કરવા માટે પટના સિવિલ કોર્ટ પહોંચ્યા:ફાયરિંગ કેસમાં પોલીસ ગઈકાલથી શોધી રહી છે; હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ FIR
    Next Article
    દ્વારકા મંદિર ગેટ પાસે પાથરણાવાળાઓથી વેપારી મંડળ નારાજ:CMO ઓફિસ, કલેક્ટર, નેતાઓ અને તંત્ર સમક્ષ ટ્રાફિક-જાહેરનામાનો અમલ કરાવવા રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment