Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈકબાલગઢમાં ભંગારના ગોડાઉનમાં આગ:સ્થાનિકોએ કાબુ મેળવ્યો, ફાયર સુવિધાના અભાવથી મોટું નુકસાન

    1 week ago

    બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢમાં વહેલી સવારે એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. સ્થાનિકો અને ગોડાઉનના માલિકે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ગોડાઉનને મોટું નુકસાન થયું છે. આગ આજે વહેલી સવારે અચાનક અગમ્ય કારણોસર લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. ગોડાઉન રહેણાંક વિસ્તારમાં આવેલું હોવાથી આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક ગોડાઉન માલિકને જાણ કરી હતી. માલિક ઘટનાસ્થળે પહોંચ્યા બાદ સ્થાનિક લોકોની મદદથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સતત પ્રયત્નો બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આ આગને કારણે ગોડાઉનના માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે. અમીરગઢ તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાને કારણે આગના બનાવોમાં લોકોને વારંવાર મોટું નુકસાન ભોગવવું પડે છે. સ્થાનિક લોકો દ્વારા લાંબા સમયથી અમીરગઢ તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે. તેમની દલીલ છે કે ફાયર સુવિધા હોવાથી આગના બનાવોમાં નુકસાન ઘટાડી શકાય અને આગ પર ઝડપથી કાબુ મેળવી શકાય.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ પોલીસે ખોવાયેલા રોકડ-દસ્તાવેજો ભરેલો થેલો માલિકને સોંપ્યો:‘સી’ ડિવિઝન પોલીસે 'પોલીસ પ્રજાનો મિત્ર' સૂત્ર સાર્થક કર્યું
    Next Article
    રાજ્યપાલે દેહરીમાં વૃક્ષારોપણ કર્યું, પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો:એક એકરમાં 10 હજાર રોપા વાવવાનો સંકલ્પ, સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment