Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘર નહીં પણ મા-દીકરીની ‘આશા’ તૂટી:બેટી ભણાવો કશું તંબુરો નથી થતું, જગ્યા નથી ક્યાં ભણું, બેઘર કરી દીધા, રોડ પર ભણું?; મારું ભવિષ્ય બરબાદ થઈ ગયું

    1 week ago

    અમદાવાદના મોટેરા જૂના ગામમાં આસારામ આશ્રમ પાસે આવેલા મકાનોના ગેરકાયદેસર ભાગને આજે(6 જૂન) સવારે ડિમોલિશન કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવશે. ચાંદખેડા પોલીસના બંદોબસ્ત સાથે મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પાડવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશને ભાડું અને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું કહ્યું હોવા છતાં મકાનો ખાલી કરવામાં આવ્યા નથી. 17 મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પડાશે. મોટેરા જૂના ગામમાં AMCની ટીમ પહોંચતા જ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો મકાનના દસ્તાવેજ લઇને રસ્તે ઉતરી ગયા છે. પોલીસ અને AMCની ટીમ ગામમાં આવતા જ સ્થાનિકોએ રોક્યા હતા. બાદમાં સ્થિતિ વણસતા અધિકારીઓએ માઇકમાં એનાઉસ કરીને 30 મિનિટમાં મકાન ખાલી કરવાની સૂચના આપી હતી. સૂચના મળતાં જ સ્થાનિકો વિફર્યા હતા. 30 મિનિટનો સમય પૂરો થતાં જ મોટેરા જૂના ગામમાં JCB ઘૂસ્યા હતા, JCB ઘૂસતાં જ બાળકો રડવા લાગ્યા હતા. એક યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા તેની અટકાયત કરાઈ હતી. અટકાયત થતાં તે બોલ્યો કે આત્મવિલોપન કરીશ તો જવાબદારી તમામ અધિકારીઓની રહેશે. આ દરમિયાન એક યુવતીએ રડતાં રડતાં કહ્યું કે તેમને 6 મહિનાનો છોકરો છે એ કેવી રીતે રહેશે.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન:ફાઉન્ડર અભિજીત અને હજારો પ્રદર્શનકારીઓ હાજર; શિક્ષામંત્રી, PM મોદી રાજીનામું આપોની નારેબાજી
    Next Article
    GSRTC Mega Recruitment 2026 |ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment