Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિંબાયતમાં બે માથાભારે જૂથ વચ્ચે જૂની અદાવતની બબાલ:ટપોરીઓના ત્રાસની અરજી વચ્ચે ખુદ અરજદાર યુવતીનો જ ગુનાહિત ભૂતકાળ ખૂલ્યો

    1 week ago

    સુરતના લિંબાયત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. લિંબાયતના ગોવિંદનગરમાં રહેતી એક યુવતીએ સ્થાનિક માથાભારે તત્વો સામે હેરાનગતિ અને માનસિક ત્રાસની લેખિત અરજી સુરત પોલીસ કમિશનરને સુપ્રત કરી કડક પગલાં લેવાની માંગ કરી હતી. જોકે, આ પ્રકરણમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે પોલીસ તપાસમાં ખુદ ફરિયાદ કરનાર યુવતીનો જ ભયાનક ગુનાહિત ભૂતકાળ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ચાર ટપોરીઓ રસ્તો રોકી આપે છે બીભત્સ ગાળો પોલીસ કમિશનર કચેરીમાં કરાયેલી લેખિત અરજી મુજબ, ગોવિંદનગર સોસાયટીમાં રહેતી યુવતીને છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક વિસ્તારના જ ચાર શખ્સો નિશાન બનાવી રહ્યા હતા. કોઈ જૂની અંગત અદાવતને મનમાં રાખીને આ શખ્સો જાહેર માર્ગો પર યુવતીનો રસ્તો રોકતા, બિભત્સ ઇશારા કરતા અને ગાળાગાળી કરીને માનસિક ત્રાસ આપતા હતા. પીડિત પક્ષે ગોવિંદનગરમાં જ રહેતા મુખ્ય આરોપી અંસાર તેમજ તેના ત્રણ સાગરીતો ઇમરાન, અમન અને અયાન વિરૂદ્ધ માથાભારે હોવાના અને સતત ટોર્ચર કરતા હોવાના ગંભીર આક્ષેપો સાથે કાયદેસરની કાર્યવાહી કરવા ગુહાર લગાવી હતી. અરજદાર યુવતી સામે જ 12 ફરિયાદો અને બે વાર પાસા આ મામલે જ્યારે લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.ડી. ચૌહાણ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે આ કેસનું એક તદ્દન અલગ અને ચોંકાવનારું પાસું રજૂ કર્યું હતું. પીઆઈ ચૌહાણે જણાવ્યું કે, આ સમગ્ર વિવાદ બે માથાભારે પક્ષો વચ્ચેની જૂની અદાવતનો છે. અરજી કરનાર છોકરી દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર ફરિયાદ આપવામાં આવી નથી, કે તે પોલીસ સ્ટેશને પણ આવી નથી. હકીકત એ છે કે આ છોકરી ખુદ રીઢી ગુનેગાર છે. તેની વિરૂદ્ધ અગાઉ બે વખત પાસા (PASA) થઈ ચૂક્યા છે અને જુદા-જુદા ગુના હેઠળ 10થી 12 જેટલી ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે. આ ઘટનાક્રમ જોતા પ્રથમ દ્રષ્ટિએ સામો પક્ષ (છોકરો) પીડિત હોય તેવું જણાઈ આવે છે. જોકે, તેમના તરફથી પણ હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી. બંને પક્ષો સામે તપાસ શરૂ સામાન્ય રીતે મહિલાઓ પર થતા અત્યાચારના કિસ્સામાં પોલીસ તુરંત એક્શન લેતી હોય છે, પરંતુ આ કેસમાં ખુદ અરજદાર યુવતી જ કાયદાના ચોપડે રીઢી ગુનેગાર સાબિત થતાં સમગ્ર મામલો લિંબાયત પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. લિંબાયત પોલીસે હાલ આ મામલાની ગંભીરતા જોઈને બંને પક્ષોની ગતિવિધિઓ પર નજર રાખવા અને શાંતિ ભંગ ન થાય તે માટે આંતરિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    નિકોલમાં 1.66 કરોડની સોનાના દાગીના ચોરીનો કેસ:આરોપી મયુર માળીને જામીન આપતી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ, તપાસ અધિકારીના સોગંદનામા મુજબ આરોપીની પોલીસ કસ્ટડીની જરૂર નહીં
    Next Article
    Malviya Nagar में 21 लोगों की मौत के बाद, फिर से आग लगने का इंतज़ार? Delhi Fire Incident|

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment