Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિકોલમાં 1.66 કરોડની સોનાના દાગીના ચોરીનો કેસ:આરોપી મયુર માળીને જામીન આપતી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ, તપાસ અધિકારીના સોગંદનામા મુજબ આરોપીની પોલીસ કસ્ટડીની જરૂર નહીં

    1 week ago

    અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા એક સોના-ચાંદીના પ્રતિષ્ઠિત શો-રૂમમાંથી ચાલુ વર્ષે થયેલી રૂ. 1.66 કરોડના દાગીનાની ચકચારી ચોરીના કેસમાં ગુનાના સહ આરોપી મયુર માળીની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. અદાલતે બંને પક્ષોની ધારદાર દલીલો સાંભળ્યા બાદ આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. બચાવ પક્ષ અને સરકારી વકીલ વચ્ચે તીખી દલીલો સુનાવણી દરમિયાન અરજદાર (આરોપી) મયુર માળી વતી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આ ગુના સંદર્ભે કેસની મોટાભાગની તપાસ હવે પૂર્ણ થઈ ચૂકી છે. આરોપી પોલીસ કસ્ટડીમાં રહી ચૂક્યો છે અને હવે તેની પાસેથી કોઈ પણ પ્રકારની રિકવરી (મુદ્દામાલની જપ્તી) કે ડિસ્કવરી બાકી રહેતી નથી, જેથી તેને જામીન મળવા પાત્ર છે. સામે પક્ષે સરકારી વકીલે જામીનનો સખત વિરોધ કરતાં કોર્ટ સમક્ષ ચોંકાવનારી વિગતો રજૂ કરી હતી કે, આ કેસની મુખ્ય મહિલા આરોપી હર્ષિદા શેટ્ટી જે-તે ઘરેણાના શો-રૂમમાં જ સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હતી. તેણે પોતાની ઓળખનો દુરુપયોગ કરીને શો-રૂમમાંથી 1.12 કિલો સોનું (જેની કિંમત રૂ.1.66 કરોડ થાય છે) ચોરી કર્યું હતું. વર્તમાન અરજદાર મયુર માળીએ મુખ્ય આરોપી મહિલા સાથે મળીને આ ચોરીનો આખો પ્લાન ઘડ્યો હતો અને ગુનાને અંજામ આપ્યા બાદ બંને રાજસ્થાન થઈને દિલ્હી ભાગી ગયા હતા. ચોરીના આ મોટાભાગના સોનાના દાગીના મુખ્ય આરોપી પાસેથી મયુર માળીએ મેળવી લીધા હતા. વળી, આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ પણ એક ગુનો નોંધાયેલો છે. હાલમાં કેસની તપાસ ચાલુ છે અને ચાર્જશીટ ફાઇલ કરવાની બાકી હોવાથી તેને જામીન ન આપવા જોઈએ. કોર્ટે જામીન આપવા પાછળ દર્શાવ્યા મહત્વના કારણો સેશન્સ કોર્ટે બંને પક્ષોની રજૂઆતો અને તપાસ અધિકારીના સોગંદનામાની વિગતોને ધ્યાને લીધી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે, પોલીસના જણાવ્યા મુજબ હવે આરોપીની વધુ પોલીસ કસ્ટડીની જરૂર રહેતી નથી, જેના કારણે તે પુરાવા સાથે છેડછાડ કરે તેવી કોઈ શક્યતા જણાતી નથી. આ સિવાય ચોરીનો મુદ્દામાલ ઓલરેડી રિકવર કરી લેવામાં આવ્યો છે. ગુનાના સ્વરૂપ અને કાયદાકીય જોગવાઈઓ જોતાં આ કેસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ટ્રાયેબલ (ચલાવવા પાત્ર) છે. આ તમામ પાસાંઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા હતા. રૂ. 15 હજારના બોન્ડ અને કડક શરતો કોર્ટે આરોપી મયુર માળીને રૂ. 15,000ના પર્સનલ બોન્ડ પર શરતી જામીન આપ્યા છે. કોર્ટે આરોપી પર નીચે મુજબની કડક શરતો લાદી છે:
    Click here to Read More
    Previous Article
    લુખ્ખા ગેંગનો આતંક:ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ સામે સિગારેટના પૈસા માગતા પાન પાર્લરના ત્રણ ભાઈઓ પર જીવલેણ હુમલો કરી ફરાર
    Next Article
    લિંબાયતમાં બે માથાભારે જૂથ વચ્ચે જૂની અદાવતની બબાલ:ટપોરીઓના ત્રાસની અરજી વચ્ચે ખુદ અરજદાર યુવતીનો જ ગુનાહિત ભૂતકાળ ખૂલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment