Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નુંગર ગામ પાસે હિટ એન્ડ રન:અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર યુવકનું કરૂણ મોત, અન્ય એક ગંભીર ઇજાગ્રસ્ત

    1 week ago

    મહેસાણા તાલુકાના નુંગર ગામ પાસે પૂરઝડપે ધસી આવેલા એક અજાણ્યા વાહને મોટરસાઇકલને પાછળથી જોરદાર ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ કરુણ ઘટનામાં બાઇક ચલાવી રહેલા એક 22 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે પાછળ બેઠેલા અન્ય એક યુવકને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. નુંગર સર્કલથી મોટપ ચોકડી જવા નીકળ્યા હતા મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ મહેસાણાના નુંગર બાયપાસ પાસે આવેલી 'કેશર કોર્પોરેશન' ઓફિસમાં હેલ્પર તરીકે કામ કરતા શ્યામુ મુન્નિલાલ (ઉં.વ. ૨૨) અને તેમની સાથે જ કામ કરતા કૃષ્ણકુમાર રામપ્રીત મહતો સવારના આશરે સાડા આઠ વાગ્યાના સુમારે તેમના શેઠ ભાવેશ પ્રભાતભાઈ દેસાઈની મોટરસાઇકલ (નંબર જી.જે. 24 એ.કે. 6647) લઈને નુંગર સર્કલથી મોટપ ચોકડી જવા માટે નીકળ્યા હતા. બાઇક કૃષ્ણકુમાર ચલાવી રહ્યા હતા અને શ્યામુ પાછળ બેઠા હતા. પાછળથી ધડાકાભેર ટક્કર મારી વાહનચાલક ફરાર તેઓ જ્યારે નુંગર ગામ પસાર કરીને આગળ રોડ પરથી જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવેલા એક અજાણ્યા વાહનના ચાલકે તેમની બાઇકને પાછળથી ધડાકાભેર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને યુવકો રોડ પર ફંગોળાયા હતા. જેમાં બાઇક ચાલક કૃષ્ણકુમાર મહતોને શરીરે અને માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેસેલા શ્યામુ મુન્નિલાલ ગંભીર ઇજાઓ સાથે બેભાન થઈ ગયા હતા. શેઠ હોસ્પિટલ દોડી આવ્યા આ ઘટનાની જાણ થતાં જ બંને યુવકોના શેઠ ભાવેશભાઈ દેસાઈ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત શ્યામુને લાયન્સ હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે, જ્યારે મૃતક કૃષ્ણકુમારના શવને પીએમ (પોસ્ટમોર્ટમ) માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ આ ગમખ્વાર અકસ્માત અંગે ભાનમાં આવેલા ઇજાગ્રસ્ત શ્યામુ મુન્નિલાલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહનના ચાલક વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ફરાર વાહનચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Editor’s View: મોદીના મંત્રી પહેલો ટાર્ગેટ:કોકરોચ પાર્ટીનો માસ્ટર પ્લાન તૈયાર, શનિવારે જંતર-મંતર પર આંદોલન, દીપકેને ધરપકડ થશે તો શું થશે? ચાર તર્કથી ભલભલા સળવળ્યા
    Next Article
    મનપા દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ માટે મહત્વનો નિર્ણય:ટાઉન વેન્ડીંગ કમિટીની રચના કરવામાં આવશે, 9 વર્ષ બાદ પુનઃ સ્ટ્રીટ વેન્ડરનો સર્વેની પ્રક્રિયા હાથ ધરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment