Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરના પાનવાડી વિસ્તારમાં કારમાં આગ:કાર સંપૂર્ણપણે બળીને ખાખ, ફાયર વિભાગે આગ કાબૂ મેળવ્યો

    1 week ago

    શહેરના પાનવાડી વિસ્તારમાં બિલેશ્વર મહાદેવ મંદિર નજીક સરકારી ક્વાર્ટર પાસે ટોયોટા કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક સ્થળે પહોંચી અંદાજિત 4500 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ બળીને ખાખ ફાયર વિભાગની કચેરીથી મળતી વિગતો અનુસાર, શહેરના પાનવાડી વિસ્તારમાં સરકારી ક્વાર્ટર પાસે આજે 5 જૂને બપોરના સુમારે ટોયોટા કંપનીની કાર નંબર GJ-04-CJ-6712માં અચાનક વાયરિંગમાં શોર્ટ સર્કિટ સર્જાતા આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર સંપૂર્ણ રીતે આગની ઝપેટમાં આવી ખાક થઈ ગઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો આ દરમિયાન કારચાલક મનોરથભાઈ દ્વારા તાત્કાલિક 112 પર જાણ કરવામાં આવતા ઈમરજન્સી સેવા દ્વારા ફાયર વિભાગને ઘટનાની જાણ કરાઈ હતી. ત્યારબાદ ફાયર સ્ટાફ ફાયર ફાઇટર સાથે ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી. અંદાજે 4500 લીટર પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થવા પામી ન હતી.
    Click here to Read More
    Previous Article
    શ્રીલંકાના રુમેશે પાથિરાગેએ નીરજ ચોપરાનો રેકોર્ડ તોડ્યો:92.67 મીટર દૂર જેવલિન થ્રો કર્યો; એશિયામાં બીજા નંબરે, પાકિસ્તાનનો અરશદ ટોચ પર
    Next Article
    નિર્ધાર સંસ્થાએ 900 મહિલાઓને તાલીમ આપી, પગભર કરી:સીવણ, બ્યુટી પાર્લર, કોમ્પ્યુટરની નવી બેચ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment