Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વન વિભાગના 'વૃક્ષ રથ'ને લીલી ઝંડી અપાઈ:સુરેન્દ્રનગરમાં વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત

    9 hours ago

    સુરેન્દ્રનગરમાં શહેરને લીલુંછમ અને સ્વચ્છ બનાવવાના હેતુથી પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષ રથ'ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું આ કાર્યક્રમ દરમિયાન વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વિશેષ 'વૃક્ષ રથ'ને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને કલેક્ટરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવશે અને વિનામૂલ્યે અથવા રાહત દરે રોપાઓનું વિતરણ કરશે. આ ઉપરાંત, સુરેન્દ્રનગરને કચરામુક્ત બનાવવાના હેતુથી કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટેની '4-બિન' પદ્ધતિની સમીક્ષા કરવામાં આવી હતી. મહાનુભાવોએ કચરાના વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાતી ચાર અલગ-અલગ રંગની કચરાપેટીઓની કાર્યપદ્ધતિ અંગે માહિતી મેળવી હતી. આ પદ્ધતિ દ્વારા સૂકો, ભીનો, જોખમી અને ઈ-વેસ્ટ કચરો અલગ પાડીને તેનો યોગ્ય નિકાલ કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય શહેરને સ્વચ્છ અને કચરામુક્ત બનાવવાનો છે. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, વન વિભાગના કર્મચારીઓ, કોલેજનો સ્ટાફ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સુરેન્દ્રનગરને હરિયાળું અને સ્વચ્છ બનાવવાના શપથ લીધા હતા.
    Click here to Read More
    Previous Article
    આ વર્ષે મોંઘવારી વધશે- રિઝર્વ બેંકનું અનુમાન:GDP ગ્રોથનું અનુમાન 6.9% થી ઘટાડીને 6.6%; રેપો રેટ યથાવત રાખ્યો, તેથી લોનના હપ્તા નહીં વધે
    Next Article
    ગીરમાં સિંહોના મૃત્યુ અંગે વન મંત્રીનું નિવેદન:અર્જુન મોઢવાડિયાએ કહ્યું, '12 સિંહોને સારવાર બાદ જંગલમાં મુક્ત કરાયા, 5 સારવાર હેઠળ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment