Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુર હોસ્ટેલ હુમલો: 12 આરોપીઓ ઝડપાયા:કોલેજની હોસ્ટેલમાં મટકી ફોડવા બાબતે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ લીધું હતું; 5 વિદ્યાર્થી ઘાયલ થયા હતા

    7 hours ago

    વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલી વનરાજ કોલેજની હોસ્ટેલમાં મટકી ફોડવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ રાત્રિના સમયે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને કેટલાક અસામાજિક તત્વો હોસ્ટેલમાં ઘૂસી આવ્યા હતા. અસામાજિક તત્વોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 5 વિદ્યાર્થીઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે 12 આરોપીઓની અટકાયત કરી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ધરમપુર પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ધરમપુર PI એન્ઝેડ ભોયાએ જણાવ્યું હતું કે ફરિયાદ નોંધાયાના ટૂંક સમયમાં જ પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી હતી અને આ હુમલામાં સામેલ 12 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓ સામે કડક ચાર્જશીટ દાખલ કરાશે PI ભોયાએ વધુમાં ઉમેર્યું હતું કે આ ગુનામાં સંડોવાયેલા તમામ અસામાજિક તત્વો સામે કાયદાકીય પાસાંઓને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમની સામે કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરાશે. વિદ્યાર્થીઓ અને આગેવાનોએ પોલીસને આવેદન આપ્યું હતું આ હિંસક ઘટના બન્યા બાદ મોટી સંખ્યામાં આક્રોશિત વિદ્યાર્થીઓ અને સ્થાનિક આગેવાનો ધરમપુર પોલીસ સ્ટેશને એકઠા થયા હતા. વિદ્યાર્થીઓએ પોલીસ ઈન્સ્પેક્ટર એન્ઝેડ ભોયા અને ASPને રૂબરૂ મળીને આવેદનપત્ર સોંપ્યું હતું. તેમણે આ મામલે તટસ્થ અને કડકમાં કડક તપાસ કરવાની લેખિત માંગ કરી હતી. ત્યાર બાદ પોલીસ ત્વરિત કાર્યવાહી કરી હતી શાંતિ જાળવી રાખવા સ્થાનિક અગ્રણીઓની અપીલ પોલીસ મથકે પહોંચેલા સ્થાનિક આગેવાનોએ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ સંજોગોમાં કાયદો હાથમાં ન લેવા અપીલ કરી હતી. તેમણે ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખી પોલીસ તપાસમાં પૂર્ણ સહકાર આપવા વિનંતી કરી હતી. હાલ ધરમપુર પોલીસે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    "વિરાસત લોકમેળા-2026"માં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હાજર રહ્યા:સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આયોજિત મેળામાં 'મોતનો કૂવો' નિહાળી કલાકારોનો ઉત્સાહ વધાર્યો
    Next Article
    Jamnagar News | જન્માષ્ટમી જોડિયાના ખેડૂતો માટે સંકટ લઈને આવી | Farmers | Trouble | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment