Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં બંધ મકાનમાંથી લાખોની ચોરી:તસ્કરો તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરી ગયા, પોલીસ તપાસ શરૂ

    13 hours ago

    હિંમતનગરના ભોલેશ્વરથી પરબડા રોડ પર આવેલી સુંદરમ સોસાયટીમાં એક બંધ મકાનમાંથી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મકાન માલિક ઘરે પરત ફરતા ચોરી થયાની જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુંદરમ સોસાયટીના મકાન નંબર 23માં રહેતા એસટી બસના કંડક્ટર સુરેશકુમાર ગલજીભાઈ સુતરિયા અને આશાબેન મંજુલાબેન બુધવારે રાત્રે પરિવાર સાથે દાંડી ગયા હતા. શુક્રવારે સવારે 6 વાગ્યે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે રસોડાના દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું. તસ્કરો કોટ કૂદીને અંદર પ્રવેશ્યા હતા અને તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરોએ બેડરૂમમાં રાખેલી તિજોરી તોડી નાખી હતી. તેમાંથી બે તોલાની બે સોનાની બંગડી, એક તોલાનો સોનાનો દોરો, પોણા એક તોલાની સોનાની બુટ્ટી અને કાનની હેર, તેમજ 6 અને 7 તોલાના વજનના ચાંદીના બે જોડી છડા ચોરી લીધા હતા. આ ઉપરાંત, તિજોરીમાં રાખેલા આશરે એક લાખ રૂપિયા રોકડા પણ ચોરી થયા હતા. આ ઘટના અંગે સુરેશભાઈ સુતરિયાએ 112 પર જાણ કરી હતી. માહિતી મળતા જ હિંમતનગર બી ડિવિઝન પોલીસ અને એલસીબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આજુબાજુના રોડ પરના સીસીટીવી ફૂટેજ એકઠા કરવાની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પર્યાવરણ દિને નવસારીમાં 100 દિવસમાં 2.50 લાખ વૃક્ષોનો લક્ષ્યાંક:લુન્સીકુઈ મેદાનમાં વૃક્ષારોપણ કરાયું, શાંતાદેવી રોડના મહાદેવ મંદિર નજીકથી વંદેમાતરમ ચોક સુધી સફાઈ ઝુંબેશ
    Next Article
    Dahod Weather Update | દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો | Gujarat | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment