Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પર્યાવરણ દિને નવસારીમાં 100 દિવસમાં 2.50 લાખ વૃક્ષોનો લક્ષ્યાંક:લુન્સીકુઈ મેદાનમાં વૃક્ષારોપણ કરાયું, શાંતાદેવી રોડના મહાદેવ મંદિર નજીકથી વંદેમાતરમ ચોક સુધી સફાઈ ઝુંબેશ

    1 week ago

    વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર નવસારી શહેરમાં પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતાના સંદેશ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી મહાનગરપાલિકા દ્વારા આ ખાસ દિવસે સફાઈ અભિયાનની સાથે-સાથે વ્યાપક સ્તરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજીને શહેરને હરિયાળું અને સ્વચ્છ બનાવવાનો દ્રઢ સંકલ્પ લેવામાં આવ્યો હતો. મહાનુભાવોએ હાથમાં સાવરણી લઈ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન અંતર્ગત નવસારીના શાંતાદેવી રોડ સ્થિત મહાદેવ મંદિર નજીકથી વંદેમાતરમ ચોક સુધી મેગા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવો અને પદાધિકારીઓએ પોતે હાથમાં સાવરણી લઈ રસ્તાઓ પર સફાઈ કરી લોકોને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો. 'વૃક્ષરથ'ને લીલી ઝંડી અપાઈ સફાઈ અભિયાન બાદ શહેરના જાણીતા લુન્સીકુઈ મેદાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જ્યાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે છોડ રોપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લોકો પોતાના ઘર આંગણે પણ વૃક્ષો વાવે તે હેતુથી વિનામૂલ્યે છોડનું વિતરણ કરતા ખાસ 'વૃક્ષરથ'ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. 100 દિવસમાં 2.50 લાખ વૃક્ષો વાવવાનો ટાર્ગેટ નવસારી મહાનગરપાલિકાએ આ પ્રસંગે આગામી સમય માટે એક મોટો લક્ષ્યાંક જાહેર કર્યો છે. પાલિકા દ્વારા આગામી 100 દિવસની અંદર સમગ્ર શહેરમાં અંદાજે 2.50 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. માત્ર વૃક્ષો વાવવા એટલું જ નહીં, પરંતુ તેનું યોગ્ય જતન (ઉછેર) કરીને નવસારીને સંપૂર્ણપણે ગ્રીન સિટી એટલે કે હરિયાળું બનાવવાનો સંકલ્પ આ તબક્કે લેવાયો હતો. દર મહિને 1 કલાક શ્રમદાનનો સંકલ્પ શહેર સતત સ્વચ્છ રહે તે માટે પાલિકા અને જનપ્રતિનિધિઓ દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત હવેથી નવસારીમાં દર મહિને એક દિવસ, એક કલાક માટે સામૂહિક સફાઈ અભિયાન ચલાવવામાં આવશે, જેથી સ્વચ્છતા માત્ર એક દિવસ પૂરતી સીમિત ન રહેતા લોકોની આદત બને.
    Click here to Read More
    Previous Article
    કાર-બાઈક ટક્કરમાં બે ઈજાગ્રસ્ત:જામનગરના જાંબુડા પાટિયા પાસે અકસ્માત, એક બાળક પણ ઘાયલ
    Next Article
    હિંમતનગરમાં બંધ મકાનમાંથી લાખોની ચોરી:તસ્કરો તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરી ગયા, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment