Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાડજ પાસે ચંદ્રભાગા કેનાલમાં કાર ખાબકી:બ્રિજ પરનો રસ્તો પૂરો થઈ જતા ગાડી નીચે પડી, ચાલક અને તેનો મિત્ર ઈજાગ્રસ્ત

    2 weeks ago

    અમદાવાદમાં વધુ એક બેદરકારીભર્યા ડ્રાઈવિંગનો કિસ્સો સામે આવ્યો છે. ચંદ્રભાગા બ્રિજ પાસે પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર બેકાબૂ બનતા સીધી કેનાલમાં ખાબકી ગઈ હતી. મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતી કાર કેનાલમાં ખાબકી જતા આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. તેમજ અકસ્માતમાં કારચાલક અને તેનો મિત્ર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. તેમજ કારને અત્યારે ક્રેન મારફતે કેનાલમાંથી બહાર પણ કાઢવામાં આવી છે. બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. રસ્તો પૂરો થતાં કાર સીધી બ્રિજ પરથી નીચે ખાબકી શહેરના ચંદ્રભાગા બ્રિજ નજીક ગઇકાલે(4 જૂન) મોડી રાત્રે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ નવરંગપુરા વિસ્તારમાં રહેતા વિશાલ શાહ નામનો યુવક પોતાની GJ-18-EE-9000 નંબરની કાર પૂરપાટ ઝડપે ચલાવીને જઈ રહ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી કાર સીધી જ ચંદ્રભાગા કેનાલમાં ખાબકી ગઈ હતી. કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી જેથી આગળ રસ્તાનું કામ ચાલુ છે તે કારચાલકને દેખાયું નહીં હોય. જેથી બ્રિજ પરનો રસ્તો પૂરો થઈ જતા કાર સીધી બ્રિજ પરથી નીચે કેનાલમાં ખાબકી ગઈ હતી. કેનાલમાં કાર ખાબકી ગયા બાદ ધડાકાભેર અવાજ આવતા જ આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. રાણીપ ડી-માર્ટથી નવી બનતી કેનાલ રોડ તરફ જતા હતા પોલીસ કંટ્રોલ રૂમને સવારે આશરે 4 વાગ્યે ચંદ્રભાગા બ્રિજ નજીક એક ફોર વ્હીલર બ્રિજ પરથી નીચે કેનાલમાં ખાબકી ગઈ હોવાની માહિતી મળી હતી. જેથી માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 5 જૂનની વહેલી સવારે અંદાજે 2:30 વાગ્યા આસપાસ વિશાલ શાહ પોતાના મિત્ર મુકુન્દ પ્રણવકુમાર પટેલ સાથે કારમાં રાણીપ ડી-માર્ટથી નવી બનતી કેનાલ રોડ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચંદ્રભાગા બ્રિજ પાસે પહોંચતા વિશાલે પૂરપાટ ઝડપે કાર હંકાવી હતી. જે બાદ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર નવી બનતી કેનાલ નીચે આવેલા ખાડામાં ખાબકી ગઈ હતી. પ્રાથમિક સારવાર બાદ બંને મિત્રો ડિસ્ચાર્જ જો કે અકસ્માતમાં કાર ચાલક અને તેના મિત્રને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કાર ચાલક અને તેના મિત્રની તપાસ કરતા વિશાલ શાહ નવરંગપુરાની એવન કેલાશ સોસાયટીમાં રહે છે, જ્યારે પ્રણવકુમાર પટેલ મીરા પાર્ક સોસાયટીમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. સામાન્ય ઈજાઓ થતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોતાનું અને બીજાનું જીવન જોખમાય તે રીતે કાર ચલાવતા બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ પણ નોંધી છે. અકસ્માત સમયે બંને યુવકો ક્યાંથી આવી રહ્યા હતા અને અકસ્માત કઈ રીતે સર્જાયો તે દિશામાં ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશને પહોંચ્યા:પાટીદાર અગ્રણીએ કહ્યું-‘ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ કરો, ચમત્કારોનો પર્દાફાશ કરનારને પણ પ્રોટેક્શન આપો’
    Next Article
    Kerala SAY Exam 2026: Class 10th SSLC admit cards released at sslcexam.kerala.gov.in

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment