Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશને પહોંચ્યા:પાટીદાર અગ્રણીએ કહ્યું-‘ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ કરો, ચમત્કારોનો પર્દાફાશ કરનારને પણ પ્રોટેક્શન આપો’

    2 weeks ago

    રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા માટે આજથી ઘર આંગણે બાગેશ્વરધામ સરકારના દર્શન-સત્સંગ, કથા અને દિવ્ય દરબારનો ત્રિવેણી સંગમ શરૂ થવા જઈ રહ્યો છે. જૂન, 2023 બાદ ફરી એકવાર આજે એટલે કે 5 જૂન, 2026ના રોજ બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું રાજકોટમાં ભવ્ય આગમન થઈ રહ્યું છે. આ પહેલાં જ પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં છે અને બે અરજી કરી છે. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ કરવા અને જેવી રીતે બાબાને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે, તેવી જ રીતે આ કથિત ચમત્કારોનો પર્દાફાશ કરવા જનારને પણ સુરક્ષા આપવા જણાવ્યું છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત બાબા બાગેશ્વરનો ત્રિદિવસીય મહોત્સવ 5, 6 અને 7 જૂન દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે યોજાશે. કથાના આયોજકોના જણાવ્યા મુજબ, આ મહોત્સવનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને સંગઠિત કરવાનો તેમજ લોકોમાં સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ, રાષ્ટ્ર ભાવના અને આધ્યાત્મિક જાગૃતિનો સંચાર કરવાનો છે. નોંધનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટમાં બાબાના દરબારને લઈને વિરોધનો સૂર પણ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વિરોધીઓ દ્વારા બાબા પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવીને ચેલેન્જ ફેંકવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમામ વિરોધીઓની ચેલેન્જનો સ્વીકાર કરીને સ્પષ્ટ કર્યું છે કે, જે લોકોને પણ વિરોધ કે શંકા હોય તેઓ ખુલ્લા મને દરબારમાં આવી શકે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની જેમ અમને પણ પોલીસ પ્રોટેક્શન આપોઃ પીપળીયા પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ જણાવ્યું કે, ગઈકાલે તેમણે કરેલી બે અરજીઓના સંદર્ભમાં આજે તેમને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા છે. અમને હનુમાન કથા સામે કોઈ વાંધો નથી. કથા ચોક્કસપણે ચાલુ રહેવી જોઈએ, પરંતુ આ કથાના બહાના હેઠળ યોજાનારા કથિત ‘દિવ્ય દરબાર’નો અમે વિરોધ કરીએ છીએ. વધુમાં તેમણે ઉમેર્યું કે, આ દરબારમાં આવવા માટે અમને માત્ર મીડિયાના માધ્યમથી જાહેર આમંત્રણ અપાયું છે, કોઈ સત્તાવાર પત્રિકા કે લેખિત આમંત્રણ મળ્યું નથી. તેથી, જ્યાં સામાન્ય જનતા જવાની છે ત્યાં અમે પણ ઉપસ્થિત રહેવાના છીએ. અમારી મુખ્ય માંગણી એ છે કે, જેવી રીતે અંધશ્રદ્ધા ફેલાવનારા ધીરેન્દ્ર શાસ્ત્રીને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે, તેવી જ રીતે આ કથિત ચમત્કારોનો પર્દાફાશ કરવા જઈ રહેલા તેમના આલોચકોને પણ સુરક્ષા મળવી જોઈએ. આ હેતુથી જ અમે બે અલગ-અલગ અરજીઓ કરી છે, જેમાં એક દિવ્ય દરબાર રદ કરવાની અને બીજી અમારા માટે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરતી અરજી છે. આ પણ વાંચો... પરસોત્તમ પીપળીયાએ કહ્યું- 'મારી પર તંત્ર-મંત્ર અજમાવી જુએ', ચેલેન્જ આપતા વિરોધીઓને બાબાનું દરબારમાં આવવા આમંત્રણ એરપોર્ટથી લઈને કથા સ્થળ સુધીના કાફલામાં માત્ર EV વાહનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્યાવરણ અને ઊર્જા બચતની અપીલને ધ્યાનમાં રાખીને આ આયોજનમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના એરપોર્ટથી લઈને કથા સ્થળ સુધીના સ્વાગત કાફલામાં તમામ ઇલેક્ટ્રિક વાહનો નો જ ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, ભક્તોને પણ શેરીંગ સિસ્ટમ અથવા EV વાહનોમાં આવવા અપીલ કરાઈ છે. રાજકોટ મનપા સાથે સંકલન કરીને ભક્તોની સુવિધા માટે સ્પેશિયલ ઇલેક્ટ્રિક બસોના રૂટ પણ શરૂ કરવામાં આવશે. શું છે સમગ્ર વિવાદ? રાજકોટમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન પૂર્વે ‘વિજ્ઞાન જાથા’ના જયંત પંડ્યા અને સ્થાનિક આગેવાન પરષોત્તમ પીપળીયા દ્વારા તેમના કથિત ચમત્કારોને ખુલ્લો પડકાર ફેંકવામાં આવતા વિવાદ સર્જાયો છે. તેમણે બાબા બાગેશ્વર સામે અંધશ્રદ્ધા ફેલાવવાનો આક્ષેપ કરી પોતાની જાનનું જોખમ ખેડીને પણ તેમના દિવ્ય દરબારમાં રૂબરૂ જઈ પડકારવાની જાહેરાત કરી છે, જેમાં પરષોત્તમ પીપળીયાએ વર્ષ 1997ના એક રહસ્યમય અપહરણ કેસનો ઉકેલ લાવી બતાવવા બાબાને ચેલેન્જ આપી છે. બીજી તરફ, બાબા બાગેશ્વરે આ પડકારોનો સ્વીકાર કરી વિરોધીઓને દરબારમાં આવવા આમંત્રણ આપ્યું છે, જ્યારે આયોજકોએ આ વિરોધને માત્ર સનાતન ધર્મના સંગઠનાત્મક કાર્યોને રોકવાનો એક પ્રચાર ગણાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    DMK 8 જૂને I.N.D.I.A. બ્લોકની બેઠકમાં સામેલ નહીં થાય:ઉદયનિધિ બોલ્યા- કોંગ્રેસે દગો કર્યો, 20 વર્ષનું ગઠબંધન તોડીને TVKને સમર્થન આપ્યું
    Next Article
    વાડજ પાસે ચંદ્રભાગા કેનાલમાં કાર ખાબકી:બ્રિજ પરનો રસ્તો પૂરો થઈ જતા ગાડી નીચે પડી, ચાલક અને તેનો મિત્ર ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment