Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ બ્રહ્માકુમારીઝે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો:પરિસરમાં વૃક્ષારોપણ, ભાઈ-બહેનોને રોપાનું વિતરણ કરાયું

    10 hours ago

    વિશ્વભરમાં 5 જૂનના રોજ પર્યાવરણ સંરક્ષણ અને જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે. આ અંતર્ગત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના બોટાદ સેવા કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પરિસરમાં વૃક્ષારોપણ કરાયું અને ઉપસ્થિત ભાઈ-બહેનોને રોપાનું વિતરણ કરવામાં આવ્યું. બ્રહ્માકુમારી સંસ્થાને વર્ષ 2014માં યુએનઈપી (UNEP) માં એનજીઓ તરીકે સભ્યપદનો દરજ્જો મળ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ આપણને એ સંદેશ આપે છે કે પ્રકૃતિ ફક્ત આપણી જરૂરિયાત નથી, પરંતુ તે આપણા જીવન અને ભવિષ્યનો આધાર છે, જેના માટે જાગૃત થવું અત્યંત આવશ્યક છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી બોટાદ સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા રાજયોગિની બ્ર.કુ. નીતા દીદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો શુભારંભ પરમાત્માના બે મિનિટના સ્મરણ સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મિશન ગ્રીન બોટાદના મનીષભાઈ નાવડીયા અને મુક્તિધામના ચેરમેન ગ્રીન મેન સી.એલ. ભીકડીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રકૃતિનું જતન કઈ રીતે કરવું તે અંગે પ્રેરણા આપી હતી. ત્યારબાદ બ્રહ્માકુમારી રાજયોગિની નીતા દીદીએ પર્યાવરણની સુરક્ષા માટે શુભ વાઇબ્રેશન અને મેડિટેશન દ્વારા પ્રકૃતિ પ્રત્યે સકારાત્મક ભાવ વ્યક્ત કરવા જણાવ્યું હતું. બ્ર.કુ. દર્શનાબેને પર્યાવરણનું આપણા જીવનમાં મહત્વ શું છે તે અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં બ્ર.કુ. રજની બહેન દ્વારા મહેમાનોને ગુલાબના છોડ ભેટ આપવામાં આવ્યા હતા, જ્યારે બ્ર.કુ. નીતા બહેનના વરદ હસ્તે સ્મૃતિ ભેટ અને પ્રસાદનું વિતરણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્ર.કુ. વર્ષા બેને કર્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત દરેક ભાઈ-બહેનોને એક-એક છોડનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમના અંતે તમામ ભાઈ-બહેનોને ટોળી પ્રસાદ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળ અને કર્ણાટકના ભાગોમાં આગળ વધ્યું:આજે 25 રાજ્યમાં વરસાદનું એલર્ટ; ગુજરાતમાં ભારે પવન સાથે ગાજવીજની આગાહી, મહીસાગરમાં ઝાપટું પડ્યું
    Next Article
    0,0,W,0,W,W: Ollie Robinson's Unplayable Lord's Show Sparks Vaibhav Sooryavanshi Question

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment