Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંદરા છોડવા બાબતે યુવકને માર માર્યો:એરપોર્ટ નજીક પકડેલા વાંદરા કેટલા કિમી દૂર છોડવાને લઇને ઝઘડો, સુપરવાઇઝરનો રેસ્ક્યુ ટીમના યુવક પર હુમલો

    1 week ago

    શહેરના સરદાર વલ્લભભાઈ એરપોર્ટના રનવે પર કેટલાક વાંદરાઓ આવી જતા હોય છે, ત્યારે એરપોર્ટ પર પકડેલા વાંદરા છોડવા બાબતે વાઇલ્ડલાઇફ એસોશિએશનના સુપરવાઇઝરે રેસ્ક્યુ ટીમના યુવકને ગાળો બોલીને માર મારીને ગળુ દબાવી ધમકી આપી હતી. સુપરવાઇઝરે યુવકને તમે પકડેલા વાંદરા 25ના બદલે 50 કિમી દૂર છોડી આવો તેમ કહેતા મામલો બિચક્યો હતો. આ અંગે યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સુપરવાઇઝર સામે ફરિયાદ નોધાવી છે. વાંદરા 25ના બદલે 50 કિમી દૂર છોડી આવો મળતી માહિતી વાસણામાં રહેતા નિર્મલસિંહ ઝાલા એરપોર્ટ પર એનિમલના રેસ્ક્યુ ટીમમાં નોકરી કરે છે. ગત 2 જૂને તે નોકરી પર હતો, ત્યારે અદાણી કંપનીમાં વાઇલ્ડલાઇફ એસોસિએશનના સુપરવાઇઝર પ્રદિપ નૂનીયાએ ફોન પર જણાવ્યું કે તમે વાંદરા 25ના બદલે 50 કિમી દૂર છોડી આવો. જેથી નિર્મલસિંહે લેખિતમાં મંજૂરી માંગી હતી. જે બાદ નિર્મલસિંહ અને તેમની ટીમે વાંદરા પકડ્યા હતા તે ક્યાં છોડવા જઇએ તેમ ફોન કરીને પ્રદિપને પૂછ્યું હતું. 'હું હરિયાણાનો છું તને ગોળી મારી દઇશ' જે બાબતે પ્રદિપે મારામાં આ નથી આવતુ તેમ કહીને તે એમટી વિભાગમાં આવ્યો હતો. ત્યાં તેને નિર્મલસિંહને બિભત્સ ગાળો બોલીને તું મને ઓળખતો નથી. હું હરિયાણાનો છું તને ગોળી મારી દઇશ કહીને ઝપાઝપી કરીને ગળુ દબાવી દીધું હતું. જેથી આસપાસના લોકોએ વચ્ચે પડીને છોડાવ્યા હતા. ત્યારે પ્રદિપે નિર્મલસિંહને તું અહિયા કેવી રીતે નોકરી કરે છે તેવી ધમકી આપી હતી. આ અંગે નિર્મલસિંહે પ્રદિપ સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
    Click here to Read More
    Previous Article
    સાયલા હાઇવે પર ભયાનક 'ડસ્ટ ડેવિલે' મચાવી તબાહી:તોતિંગ ટ્રકને રમકડાંની જેમ પલટી નાખી, નજરે જોનારા બોલ્યા-આવું દ્રશ્ય ક્યારેય નથી જોયું, માટીનો મેક અપ કર્યો હોય તેવું લાગ્યું
    Next Article
    Victor Wembanyama Not Worried After Spurs' Game 1 Finals Loss

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment