Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોતીતળાવ વિસ્તારમાં યુવક પર હુમલા મામલે ત્રણ શખ્સની થઈ ધરપકડ:ઉછીના રૂપિયા પરત આપવાના બહાને યુવકને બોલાવી ત્રણ ભાઈઓનો છરીથી હુમલો કરાયો હતો

    14 hours ago

    ભાવનગર શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં બે દિવસ પૂર્વે રાતના યુવકને તેના મિત્રએ 4 હજાર પરત આપવાના હોવાનું કહી પોતાના ઘરે બોલાવ્યો હતો, જ્યાં પહોંચતા જ ત્રણ સગા ભાઈઓએ અપશબ્દો બોલી છરી વડે હુમલો કરતા યુવકને હાથ સહિત શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચાડતા સમગ્ર મામલે ફરિયાદ નોંધાઇ હતી.જેને લઈ બોરતળાવ પોલીસે ત્રણેય ભાઈઓની ધરપકડ કરી છે. 4,000 પરત આપવાના બહાને મોટરસાયકલ પાછળ બેસાડી ઘરે લઈ ગયો આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ રામમઢી શેરી નંબર-4માં રહેતા અને મજૂરી કામ કરતા અજયભાઈ ધીરુભાઈ ચૌહાણ (ઉ.વ. 30)એ તા. 3 જૂનના રોજ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેઓ રાત્રીના સમયે કુંભારવાડા ખાર વિસ્તારમાં પોતાના મિત્ર સાજીદભાઈ સલીમભાઈ સાથે બેઠા હતા ત્યારે વિશાલ મહેશભાઈ ગોહિલ મોટરસાયકલ લઈને ત્યાં આવ્યો હતો અને અગાઉ ઉછીના આપેલા રૂ. 4,000 પરત આપવાના બહાને અજયભાઈને પોતાની મોટરસાયકલ પાછળ બેસાડી ઘરે લઈ ગયો હતો. પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી આ દરમિયાન વિશાલના ભાઈઓ મનોજ ઉર્ફે ચીમન અને વિજય ઉર્ફે ઝેરી પણ અલગ મોટરસાયકલ લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. ઘર પાસે પહોંચતા જ ત્રણેય ભાઈઓએ અજયભાઈ સાથે ગાળાગાળી શરૂ કરી હતી અને ગાળો દેવાની ના પાડતાં ઉશ્કેરાઈને છરી વડે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અજયભાઈને હાથ તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ત્રણેય હુમલાખોર ભાઈઓ મોટરસાયકલ લઈને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. સમગ્ર બનાવ અંગે બોરતળાવ પોલીસે વિશાલ, મનોજ અને વિજય સામે BNS કલમ 118(2), 352, 54 તેમજ જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ધીરેન્દ્રશાસ્ત્રીની કથા પૂર્વે કળશ યાત્રા નિકળી:રેસકોર્સ મેદાનમાં સનાતન સેતુ હનુમાન કથા માટે શહેરના 11 ઝોનમાં પગપાળા પહોંચી આમંત્રણ અપાયુ
    Next Article
    Revenue numbers correct, issue due to confusion: Rajesh Exports

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment