Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જબલપુર-સોમનાથ એક્સપ્રેસમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો:ચાલતી ટ્રેનમાં સગર્ભાની સુરક્ષિત પ્રસૂતિ, માતા-બાળક બંને સ્વસ્થ

    10 hours ago

    જબલપુર-સોમનાથ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી એક ગર્ભવતી મહિલાએ ચાલુ ટ્રેનમાં સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. રેલવે કર્મચારીઓ અને સહમુસાફરોના સહયોગથી આ પ્રસૂતિ સુરક્ષિત રીતે સંપન્ન થઈ હતી. હાલ માતા અને નવજાત બંને સ્વસ્થ છે અને વિરમગામની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, ગાડી નંબર 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી રવાના થયાના થોડા સમય બાદ મહિલાને પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી. મહિલાના પતિ અને અન્ય મુસાફરોએ ફરજ પરના ટિકિટ નિરીક્ષક (TTE) રામજીવન કુમારને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતાં જ TTE રામજીવન કુમારે તાત્કાલિક ભાવનગર મંડળના વાણિજ્ય નિયંત્રણ કચેરીને પરિસ્થિતિથી અવગત કરાવી અને રેલવેની બેડશીટ ઉપલબ્ધ કરાવી. આ દરમિયાન ચાંદલોડિયા સ્ટેશન પસાર થયા બાદ પ્રસૂતિની પીડા વધુ વધતાં કોચમાં હાજર મહિલા સહમુસાફરોએ અત્યંત સંવેદનશીલતા અને સાહસ દર્શાવી ગર્ભવતી મહિલાને મદદ કરી. તેમના સહયોગથી ચાલતી ટ્રેનમાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવવામાં આવી અને મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. ઘટનાની જાણ થતાં જ રેલવે પ્રશાસને જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી. વિરમગામ સ્ટેશન પર પૂર્વ આયોજન મુજબ તબીબી સહાયતા અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાના પતિની સંમતિ મળ્યા બાદ માતા અને નવજાતને સુરક્ષિત રીતે ટ્રેનમાંથી ઉતારી એમ્બ્યુલન્સ મારફતે વિરમગામની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તબીબોની તપાસ બાદ જણાવાયું કે માતા અને નવજાત બંનેની સ્થિતિ સામાન્ય અને સ્વસ્થ છે. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ફરજ પરના TTE રામજીવન કુમારે માનવીય સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. તેમણે મહિલા અને તેના પરિવારજનો માટે જરૂરી તમામ મદદ ઉપલબ્ધ કરાવી તેમજ ચા-પાણીની વ્યવસ્થા પણ કરાવી. તેમની તત્પરતા અને કર્તવ્યનિષ્ઠાની મુસાફરો દ્વારા પ્રશંસા કરવામાં આવી. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ આ સરાહનીય કાર્ય માટે સંબંધિત કર્મચારીઓ અને સહયોગ આપનાર મુસાફરોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે રેલવે માત્ર મુસાફરોને તેમના ગંતવ્યસ્થાને પહોંચાડવાનું માધ્યમ જ નથી, પરંતુ જરૂરિયાતના સમયે તેમની સાથે ઊભું રહે છે. મુસાફર પરિવારે રેલવે પ્રશાસન, ખાસ કરીને ફરજ પરના TTE રામજીવન કુમાર તથા સહયોગ આપનાર મહિલા મુસાફરોની પ્રશંસા કરી. આ માહિતી અનિસ રાચ્છ, વેરાવળ DRRU ભાવનગર ડિવિઝન દ્વારા આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં આજથી પ્રથમ વર્લ્ડ યોગાસના ચેમ્પિયનશીપનો પ્રારંભ:PMએ કહ્યું- 'આજે વર્લ્ડ સ્પોર્ટસમાં નવો અધ્યાય જોડાયો', યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનના ખેલાડીઓ ભાગ લેવા પહોંચ્યા
    Next Article
    વડોદરાની ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ વિવાદમાં:આર્બિટ્રેશનના આદેશ છતાં બાકી ભાડાના 3.68 કરોડ ન ચૂકવ્યાનો આક્ષેપ, એકેડેમિના MDએ કહ્યું: મામલો કોર્ટમાં છે, અમે બાળકોના સપોર્ટમાં છીએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment