Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેસોના સમયબદ્ધ નિકાલની માગ કરતી અરજી ફગાવી:સુપ્રીમ કોર્ટે કહ્યું- અમે વકીલો સાથે ટકરાવા માગતા નથી; સ્ટે પર ગાઇડલાઇન બનાવવાનો પણ ઇનકાર

    1 week ago

    સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેસોના સમયબદ્ધ નિકાલની માંગ કરતી અરજી ફગાવી દીધી. તેમજ દેશભરની કોર્ટમાં મુલતવી (એડજર્નમેન્ટ) રાખવા પર માર્ગદર્શિકા બનાવવાની માંગ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. આ દરમિયાન બેન્ચે હળવાશથી કહ્યું, અમે વકીલો સાથે દુશ્મની લેવા માંગતા નથી. અમે વકીલોના મિત્રો છીએ. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ વી. મોહનની બેન્ચ સમક્ષ આ અરજી એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજદાર પોતે કોર્ટમાં હાજર રહ્યા અને કહ્યું કે અરજીનો હેતુ કોર્ટમાં અનિયંત્રિત મુલતવી રાખવા પર દિશાનિર્દેશો નક્કી કરવાનો છે. કેસ ફ્લો મેનેજમેન્ટ પોલિસી બનાવવાની માગ કરી હતી જોકે, સુપ્રીમ કોર્ટે આ માંગણીઓ પર કોઈ દિશા-નિર્દેશો જારી કરવાનો ઇનકાર કરતા અરજીને ફગાવી દીધી. --------------------------- આ સમાચાર પણ વાંચો: હાઈકોર્ટ 3 મહિનાથી વધુ ચુકાદો અનામત ન રાખે:જામીન ઓર્ડર તાત્કાલિક સંભળાવો, 1 દિવસથી વધુ ન રોકો; સુપ્રીમ કોર્ટનો તમામ હાઈકોર્ટને નિર્દેશ સુપ્રીમ કોર્ટે દેશભરની હાઈકોર્ટ્સને આદેશ આપ્યો છે કે કોઈપણ કેસનો ચુકાદો અનામત રાખ્યા પછી તેને 3 મહિનામાં સંભળાવી દેવામાં આવે. CJI સૂર્યકાંતે કહ્યું કે ચુકાદાઓમાં વિલંબ થવાથી જે નુકસાન થાય છે, તેની ભરપાઈ કરી શકાતી નથી. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    Why headphones, gaming consoles sold in EU could get easily replaceable batteries by 2027
    Next Article
    બાલીસણા પોલીસે સોલાર પેનલ ચોરીનો ભેદ ઉકેલ્યો:ત્રણ આરોપીઓને ઝડપી, રૂ. 1.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment