Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલની સગીરાનું અપહરણ કરનાર દોઢ મહિને ઝડપાયો:આરોપી પ્રેમના પાઠ ભણાવી સગીરાને નડિયાદ લઈ ગયો હતો, પોલીસે ધરપકડ કરી પોક્સોનો ગુનો દાખલ કર્યો

    1 day ago

    ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વયની દીકરીના અપહરણના કેસમાં છેલ્લા દોઢ મહિનાથી પોલીસને થાપ આપીને નાસતા-ફરતા આરોપીને આખરે કલોલ તાલુકા પોલીસે નડિયાદ ખાતેથી દબોચી લીધો છે. જ્યારે આ કાર્યવાહી દરમિયાન ભોગ બનનાર સગીરાને પણ હેમખેમ મુક્ત કરાવી આરોપી વિરુધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 17 વર્ષીય સગીરા 19 એપ્રિલના રહસ્યમય ગુમ થઈ હતી કલોલના નારદીપુર સ્થિત કસુંબલ માતાના મંદિર સામેથી 17 વર્ષ, 2 મહિના અને 28 દિવસની સગીરા ગત 19 એપ્રિલના રોજ રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. જે મામલે સગીરાના વાલીની ફરિયાદના આધારે, નારદીપુરના પી.ટી.સી. કોલેજ સામે રહેતા કિરણ ઉર્ફે ગણેશ ઉર્ફે ભોણો ઉર્ફે જાડો કાંન્તીજી ઠાકોર વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. દોઢ મહિના સુધી પોલીસને કોઈ ચોક્કસ કડી ન મળી આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ગઢવી અને તેમની ટીમે આરોપી તથા ભોગ બનનારની ભાળ મેળવવા માટે સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળનો સંપર્ક કર્યો હતો. જોકે દોઢ મહિના સુધી કોઈ ચોક્કસ કડી મળી ન હતી. આરોપી અને સગીરા નડિયાદમાં હોવાની બાતમી મળી પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન પરંતુ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સતત તપાસ ચાલુ રાખી હતી. આ તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસની એક ટીમ અમદાવાદ જિલ્લાના કણભા ખાતે પહોંચી હતી. ત્યાંથી જાણવા મળ્યું હતું કે આરોપી અને ભોગ બનનાર નડિયાદમાં છે. નડિયાદ પહોંચ્યા બાદ પોલીસને આરોપીના ઘરને તાળું મારેલું જોવા મળ્યું હતું. પોલીસે આરોપીને દબોચી સગીરાને મુક્ત કરાવી ખાનગી બાતમીના આધારે ત્યાંના શ્રીમાઇ મંદિર નજીક પહોંચી હતી. જ્યાં ફળોની એક લારી પાસે આરોપી અને સગીરા મળી આવ્યા હતા. બાદમાં આરોપીને ઝડપી પાડ્યા પછી મહિલા પોલીસ દ્વારા ભોગ બનનાર સગીરાનો કબજો મેળવવામાં આવ્યો હતો. અને આરોપી કિરણ ઠાકોરની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મથુરામાં સ્મશાનમાં 7 વર્ષની બાળકી પર રેપ:ઘરમાં ઘૂસીને ઉઠાવી ગયો, માતા પાસે સૂતી હતી; આરોપીની ધરપકડ
    Next Article
    ગોધરામાં વરસાદી પાણી નિકાલનું કામ:પાઇપલાઇન અને જરૂરી ચેમ્બર બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment