Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાંભાના કંટાળા ગામે સગા ભાઈએ ભાઈની હત્યા કરી:જમીન વિવાદમાં મોડી રાત્રે ઘાતકી હુમલો, નાના ભાઈનું મોત

    10 hours ago

    અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામે જમીન વિવાદમાં એક ભાઈએ સગા ભાઈની હત્યા કરી છે. ગત (3 જૂન) મોડી રાત્રે બનેલી આ ઘટનામાં 48 વર્ષના રાઘવ ભગવાનભાઈ સોંદરવાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ખાંભા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકના માતાના નામે આશરે ત્રણ વીઘા જીવાઈની જમીન આવેલી છે. આ જમીનના ભાગબટાઈ મુદ્દે લાંબા સમયથી પરિવારમાં મનદુઃખ ચાલતું હતું. ફરિયાદીને તેના જેઠ નાનજીભાઈ અને અન્ય પરિવારજનો સાથે આ જમીનના ભાગ પાડવા બાબતે વિવાદ હતો. ગઈકાલે રાત્રે આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. જમીનના સત્તાવાર ભાગ પડ્યા ન હોવા છતાં, ફરિયાદીના જેઠ નાનજીભાઈ વિવાદિત જમીનમાં રોટાવેટર ચલાવવા આવ્યા હતા. ત્યારે નાના ભાઈ રાઘવભાઈએ તેમને રોકતા કહ્યું કે, પહેલા આ જમીનના ભાગ પાડો અને પછી જ રોટાવેટર હાંકો. આ વાતને લઈને નાનજીભાઈ ઉશ્કેરાઈ ગયા અને કહ્યું કે, અમે તો રોટાવેટર હાંકીને પહેલા વાવીશું. આ બોલાચાલી બાદ મામલો બિચક્યો અને બંને પરિવારો વચ્ચે હથિયારો વડે મારામારી શરૂ થઈ ગઈ. આરોપીઓએ એકસંપ થઈને રાઘવભાઈ પર જીવલેણ હુમલો કર્યો. આરોપી નાનજીભાઈએ લાકડીના ઘા ઝીંક્યા હતા, જ્યારે નરશીભાઈએ ખરપિયાના ત્રણ-ચાર ઘા રાઘવભાઈના શરીર પર માર્યા હતા. આ ઉપરાંત, રાજુભાઈએ કુહાડીના બે જીવલેણ ઘા રાઘવભાઈના માથાના પાછળના ભાગે અને પગ પર મારતા તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. ફરિયાદીના જણાવ્યા અનુસાર, જમીન પર પડેલા રાઘવભાઈ દર્દથી કણસતા અને બૂમો પાડતા હોવા છતાં, ઉશ્કેરાયેલા આરોપીઓએ લાકડી, કુહાડીની મુંધરટી, ખરપિયો અને જાડા વાયર વડે તેમને નિર્દયતાથી માર મારવાનું ચાલુ રાખ્યું હતું. આ જીવલેણ હુમલામાં પોતાના પતિને બચાવવા વચ્ચે પડેલા ફરિયાદી પત્ની અને સાક્ષી આરતીબેન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આરોપી મહિલાઓ કાંતુબેન અને ગીતાબેને લાકડીઓ વડે માર મારતાં તેમને પણ પીઠ અને હાથના ભાગે મુંઢ ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ જતાં જતાં "હવે પછી આ ખેતરમાં આવતા નહીં" તેવી ધમકી આપી હતી. આ ગંભીર અને હિંસક મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા નાના ભાઈ રાઘવનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં ખાંભા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષ દ્વારા સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી લેવા અને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર મામલતદાર કચેરીએ અરજદારોનો ઘસારો:જાતિના દાખલા, આવકના દાખલા સહિતના પ્રમાણપત્રો કઢાવવા માટે અરજદારોની લાંબી કતારો
    Next Article
    વરસાદ વગર ગરનાળામાં પાણી ભરાયા:જેતલપુર ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન, લોકોએ કહ્યું વરસાદ તો પડ્યો નથી તો આ પાણી કેવી રીતે આવ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment