Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી જિલ્લો હવે બોર્ડર રેન્જમાં સામેલ:ગૃહ વિભાગે કર્યો નિર્ણય, અગાઉ રાજકોટ રેન્જમાં હતો સમાવેશ

    16 hours ago

    ગુજરાત સરકારે કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા મોરબી જિલ્લાને 'કચ્છ-બોર્ડર રેન્જ'માં સમાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી મોરબી જિલ્લો રાજકોટ રેન્જનો ભાગ હતો. ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા ઠરાવ મુજબ, બોર્ડર રેન્જનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે અને નવી બનાસકાંઠા રેન્જની પણ રચના કરાઈ છે. આ ફેરફાર અંતર્ગત મોરબી જિલ્લાને સત્તાવાર રીતે બોર્ડર રેન્જમાં સ્થાન અપાયું છે. સરકારી યાદી અનુસાર, મોરબી જિલ્લો ભૌગોળિક રીતે સરહદી કચ્છ જિલ્લાને અડીને આવેલો છે. ભુજ-કચ્છ બોર્ડર રેન્જનો વિસ્તાર વિશાળ અને આંતરરાષ્ટ્રીય જમીન સરહદ ધરાવતો હોવાથી વહીવટી સરળતા અને કાયદો-વ્યવસ્થા પર વધુ અસરકારક નિયંત્રણ જાળવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. આ નવા નિર્ણય બાદ રાજકોટ રેન્જમાં હવે રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાઓનો સમાવેશ થશે. જ્યારે મોરબી જિલ્લો હવે પશ્ચિમ કચ્છ-ભુજ અને પૂર્વ કચ્છ-ગાંધીધામની સાથે બોર્ડર રેન્જનો મહત્વનો ભાગ બનશે, જેનું મુખ્ય મથક ભુજ રહેશે.
    Click here to Read More
    Previous Article
    37 ગુજરાત SFS અધિકારીઓને IFSમાં પ્રમોશન:વન વિભાગના વહીવટી તંત્રમાં મોટી ઉલટફેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ
    Next Article
    Peddi Movie Review and Release LIVE Updates: ‘Ram Charan is terrific,’ say reviews; film eyes Rs 100 crore opening worldwide

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment