Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    37 ગુજરાત SFS અધિકારીઓને IFSમાં પ્રમોશન:વન વિભાગના વહીવટી તંત્રમાં મોટી ઉલટફેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    17 hours ago

    ગુજરાતના વન વિભાગના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર કરાયો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે ગુજરાત કેડરના 37 સ્ટેટ ફોરેસ્ટ સર્વિસ (SFS) અધિકારીઓને ભારતીય વન સેવા (IFS)માં પ્રમોશન આપવાનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. પ્રમોશન પામેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી ગુજરાત કેડરમાં જ IFS અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 37 અધિકારીઓને IFSમાં સાેમલ કરાયા કેન્દ્ર સરકાર દ્વારા 3 જૂન, 2026ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, IFS (Appointment by Promotion) Regulations, 1966 હેઠળ સિલેક્ટ લિસ્ટ-2025માં સમાવિષ્ટ ગુજરાત કેડરના 37 અધિકારીઓને ભારતીય વન સેવામાં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પ્રમોશન માટેની પસંદગી સમિતિની બેઠક 23 માર્ચ, 2026ના રોજ યોજાઈ હતી, જેમાં અધિકારીઓના નામોને મંજૂરી આપવામાં આવી હતી. નોટિફિકેશન અનુસાર, પ્રમોશન પામેલા અધિકારીઓને પ્રોબેશન પર રાખવામાં આવશે અને આગળના આદેશ સુધી તેમની નિયુક્તિ ગુજરાત કેડરમાં જ રહેશે. આ નિર્ણયથી રાજ્યના વન વિભાગમાં ઉચ્ચ સ્તરના વહીવટી માળખામાં ફેરફાર જોવા મળશે અને અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર IFS કેડરના અધિકારીઓની સંખ્યા વધશે. લાંબા સમયથી બાકી રહેલા પ્રમોશનના ઓર્ડર થતા અધિકારીઓમાં ખુશીનો માહોલ ેન્દ્ર સરકારના નોટિફિકેશનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સિલેક્ટ લિસ્ટ-2025 સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી એક વિશેષ અનુમતિ અરજી (SLP)ના અંતિમ ચુકાદાને આધીન રહેશે. તેમ છતાં, હાલ માટે તમામ 37 અધિકારીઓને IFS તરીકે પ્રમોશન આપવાની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, લાંબા સમયથી બાકી રહેલી પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ થતાં અધિકારીઓમાં ખુશીનો માહોલ છે. આ નિર્ણયથી રાજ્યમાં વન સંરક્ષણ, વન્યજીવ વ્યવસ્થાપન અને વહીવટી કામગીરીમાં વધુ અનુભવી અધિકારીઓને મહત્વની જવાબદારીઓ સોંપવાનો માર્ગ મોકળો બનશે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા-બેચરાજીમાં પેસેન્જર ટ્રેન શરૂ કરવા કોંગ્રેસના ધરણાં:માલગાડીઓ રોકવાની ચીમકી બાદ નેતાઓની અટકાયત, ધારાસભ્યએ બે મહિનામાં ટ્રેન શરૂ થવાની ખાતરી આપી
    Next Article
    મોરબી જિલ્લો હવે બોર્ડર રેન્જમાં સામેલ:ગૃહ વિભાગે કર્યો નિર્ણય, અગાઉ રાજકોટ રેન્જમાં હતો સમાવેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment