Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયરે કોર્પોરેટરોને પણ દોડતા કર્યા:રાજકોટમાં પ્રથમવાર પ્રિ-મોન્સુન કામગીરીમાં સ્થાનિક નગરસેવકો જોડાયા, પાણી ભરાવાની સમસ્યા ઓછી થવાની શક્યતા વ્યક્ત કરાઈ, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

    7 hours ago

    રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મેયર નેહલ શુકલએ બધા અધિકારીઓને પ્રિ-મોન્સુન કામગીરીને પ્રાથમિકતા આપવા અને તેને સમયસર પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. સાથે જ આ કામગીરી સમયે હાજર રહેવા કોર્પોરેટરોને પણ આદેશ કરવામાં આવ્યો હતો. જેને લઈ આજે તમામ વોર્ડમાં સવારથી જ પ્રિમોન્સૂન કામગીરી સમયે લોકો હાજર રહ્યા હતા. અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઓછી થવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. જોકે વિપક્ષે પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. આજે પ્રથમવાર રાજકોટના બધા 18 વોર્ડના કોર્પોરેટરો પોતપોતાના વિસ્તારોમાં પ્રિ-મોન્સુન અને વોંકળા સફાઈની કામગીરીનું જાત-નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા. મનપાના શાસકો દ્વારા આ વખતે સોલીડ વેસ્ટ વિભાગની કામગીરીનું વાસ્તવિક 'વેરીફીકેશન' કરવાની મહત્વની જવાબદારી જે-તે વોર્ડના કોર્પોરેટરોને સોંપવામાં આવી છે, જેથી ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓથી નાગરિકોને બચાવી શકાય. મનપાના સત્તાવાર આંકડાઓ અનુસાર, શહેરમાં આવેલા કુલ 63 વોંકળામાંથી અત્યાર સુધીમાં 49 વોંકળાની સફાઇ સંપૂર્ણપણે પૂર્ણ કરી લેવામાં આવી છે અને બાકી રહેલા વોંકળાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ સ્થળ મુલાકાત દરમિયાન જે કોઈ પણ વિસ્તારમાં કામગીરીમાં ઢીલાશ, ક્ષતિ કે બેદરકારી સામે આવી ત્યાં કોર્પોરેટરો દ્વારા સ્થળ પર જ અધિકારીઓને કામ ઝડપી બનાવવા અને જરૂરી સુધારા કરવા કડક આદેશો આપવામાં આવ્યા હતાં. વોર્ડ નંબર 13માં ચાલી રહેલી પ્રિ-મોન્સુન કામગીરી અંગે ભાજપના કોર્પોરેટર મોહિતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મેયર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર સમગ્ર ટીમ મેદાનમાં ઉતરી છે. વોર્ડ નંબર 13ના ચારેય કોર્પોરેટરો પંકજભાઈ લુણાગરીયા, સોનલબેન સેલારા, માધવીબેન બદ્રકિયા અને તેઓ પોતે આ કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઉપરાંત, ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રભારી શૈલેષભાઈ આપાલિયા, વોર્ડ પ્રમુખ, મહામંત્રી અને સંગઠનના પ્રતિનિધિઓની આખી ટીમ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓને સાથે રાખીને ગોંડલ રોડ પર આવેલા વોર્ડ નંબર 13ના મુખ્ય વોંકળાની સાફ-સફાઈ કરાવી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, મેયર તરીકે વરણી થયા બાદ પ્રથમ દિવસથી રાજકોટના વિકાસ અને જનસુખાકારી માટે અત્યંત સક્રિય અને ચિંતિત છે. મેયરના આ જ વિઝનને ધ્યાનમાં રાખીને વોર્ડની ટીમ લોકોની સમસ્યાના આગોતરા નિવારણ માટે કાર્ય કરી રહી છે. સામાન્ય રીતે દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરી થતી જ હોય છે, પરંતુ આ વખતે સક્રિય નેતૃત્વ હેઠળ કોર્પોરેટરોની પ્રત્યક્ષ હાજરીથી કામગીરી વધુ સચોટ બનશે. આગામી 5 વર્ષ સુધી વોર્ડ નંબર 13નો વધુમાં વધુ વિકાસ થાય તે માટે ટીમ કટિબદ્ધ છે. મવડી રોડ, કૃષ્ણનગર મેઈન રોડ અને દોશી મેઈન રોડ પર આવેલી ભૂગર્ભ લાઈનો અને પાણીના નિકાલની વ્યવસ્થાની સફાઈનું આયોજન પણ રાત્રિ દરમિયાન કરી દેવાયું છે, જેથી આ વર્ષે નાગરિકોને પાણી ભરાવાની કોઈ નાની સમસ્યાનો પણ સામનો કરવો ન પડે. મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું કે, કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ તેમ છતાં પણ વરસાદ દરમિયાન ક્યાંક ને ક્યાંક પાણી ભરાવવાની સમસ્યાઓ સામે આવતી હોય છે. રાજકોટ શહેરમાં આશરે 54,000 જેટલા મેનહોલ અને 63 જેટલા વોંકળા આવેલા છે. અધિકારીઓના રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં 50,000 જેટલા મેનહોલની સફાઈ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રી-મોન્સૂન કામગીરી માટે દર વર્ષે 15 જૂનની ડેડલાઈન રાખવામાં આવતી હોય છે, પરંતુ હવે ચોમાસાની સ્થિતિ બદલાતી હોવાથી આગામી સમયથી આ ડેડલાઈન 15 જૂનને બદલે 20 મે રાખવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. વધુમાં ડો. નેહલ શુક્લએ જણાવ્યું કે, અતિવૃષ્ટિ જેવી સ્થિતિમાં વોંકળાની આસપાસ રહેતા લોકોને મુશ્કેલી ન પડે તે માટે તમામ 18 વોર્ડના કોર્પોરેટરોને આજે સવારે પોતપોતાના વિસ્તારમાં આવેલા વોંકળાઓની રૂબરૂ મુલાકાત લઈ સફાઈનું નિરીક્ષણ કરવા આદેશ અપાયા હતા. સ્થળ નિરીક્ષણ દરમિયાન કોર્પોરેટરો દ્વારા જે પણ સૂચનો આપવામાં આવે, તેને તાત્કાલિક પૂર્ણ કરવા તંત્રને કડક આદેશ કરવામાં આવ્યા છે. અમુક વિસ્તારોમાંથી કોર્પોરેટરોના ફોન દ્વારા મુશ્કેલીઓની રજૂઆતો પણ મળી છે, જેને ધ્યાને રાખીને તંત્રને અટકેલી સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા જણાવાયું છે. બીજી તરફ, વોર્ડ નંબર 13ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે મનપાની આ કામગીરી સામે તીખા પ્રહારો કર્યા છે. હાલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત દિલ્હીની ટીમ દ્વારા શહેરમાં સર્વે કરવામાં આવી રહ્યો છે, તેને લઈને તેમણે આક્ષેપ કર્યો છે કે મનપાના શાસકો અને કોર્પોરેટરો આ કેન્દ્રીય ટીમને માત્ર એવા વિસ્તારોમાં લઈ જઈ રહ્યા છે જ્યાં થોડી ઘણી સફાઈ કરવામાં આવી હોય. બાકીના વિસ્તારોમાં તંત્રની કામગીરી માત્ર 'લોલમ લોલ' ચાલી રહી છે. તેમણે સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ રિયાલિટીનો હવાલો આપતા જણાવ્યું કે, આ કોઈ એઆઈ (AI) દ્વારા બનાવેલા ફોટા કે વીડિયો નથી, પરંતુ વાસ્તવિકતા છે. ગોકુલધામ આવાસ, સમ્રાટ આવાસ, નવલનગર અને ખોડિયાર નગર જેવા અનેક વિસ્તારોમાં આજે પણ લોકો સફાઈના અભાવે અને ગંદગીના સામ્રાજ્યથી ભારે પરેશાન છે. આ વિસ્તારોમાં આવેલા સાર્વજનિક સુલભ શૌચાલયો પણ જ્યારે કોઈ તપાસ ટીમ આવવાની હોય ત્યારે વર્ષમાં માત્ર એક જ વાર સાફ કરવામાં આવે છે. જો તંત્ર કાગળ પર વાઘ બનવાનું છોડીને સાચા દિલથી સ્માર્ટ સિટી માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે, તો રાજકોટ સ્વચ્છતામાં ઈન્દોરને પણ પાછળ છોડી શકે તેમ છે. જો કે વર્તમાન સ્થિતિમાં તંત્રનું સાચું 'રિયાલિટી ચેક' કરવામાં આવે, તો મનપાના તમામ દાવાઓ પોકળ સાબિત થાય તેમ છે.
    Click here to Read More
    Previous Article
    The making of DK Shivakumar: From party troubleshooter to Karnataka CM
    Next Article
    12 લાખ વાહનચાલકોને ક્યારે રાહત મળશે?:કતારગામ-અમરોલી બ્રિજના એક રેમ્પનું ઉતાવળે લોકાર્પણ કરાયું, બીજા રેમ્પની કામગીરી ગોકળગતિએ થતા વિવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment