Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા સહકારી સંઘ વિવાદ:12 વર્ષે જૂની સભ્ય યાદી, અરવલ્લીના સભાસદો ચૂંટણી અધિકારથી વંચિત

    16 hours ago

    ​ગુજરાત સરકાર દ્વારા તા. 15-08-2013 ના રોજ સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં લાવવામાં આવ્યો હતો. આ પ્રસાશનિક વિભાજનને 12 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હિંમતનગર સ્થિત ધી સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘ લિ. દ્વારા તેની સભ્યપદ યાદીનું હજુ સુધી યોગ્ય પુનર્ગઠન કરાયું નથી. જેને લીધે મોડાસાના અરણિયાના ચિંતનકુમાર હસમુખલાલ ઉપાધ્યાય દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ અરજી દાખલ કરી રજૂઆત કરાઇ હતી. ​અરવલ્લી જિલ્લાના બાયડ, માલપુર, મેઘરજ, ભિલોડા, મોડાસા, સાઠંબા, શામળાજી અને ધનસુરા તાલુકાના વ્યક્તિગત અને મંડળી સભાસદો આજના દિવસે પણ કાગળ પર સાબરકાંઠા સંઘના સભાસદ તરીકે નોંધાયેલા છે. ભૌગોલિક સીમાઓ બદલાવાને કારણે તેઓ સાબરકાંઠા સંઘની ચૂંટણીમાં મતદાન કે ઉમેદવારી કરવાના અધિકારથી વંચિત રહે છે અને સામે નવા બનેલા ધી અરવલ્લી જિલ્લા સહકારી સંઘ લિ.મોડાસામાં પણ તેમના નામ ઉમેરાયા નથી. આ પરિસ્થિતિ ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-1961 ની કલમ-16 હેઠળ સભાસદોને મળવાપાત્ર મૂળભૂત સહકારી હકો અને ન્યાયનું ખુલ્લેઆમ હનન કરે છે. ​અરજદારે માંગ કરી છે કે 15 દિવસમાં અરવલ્લી જિલ્લાના તમામ સભાસદોની યાદી મંગાવી, સાબરકાંઠા સંઘમાંથી તેમની રકમ પરત કે ટ્રાન્સફર કરી મોડાસા સંઘમાં જોડવામાં આવે તેમજ આગામી ચૂંટણીમાં વચગાળાની રાહત તરીકે મતદાન અને ઉમેદવારી કરવાની કામચલાઉ પરવાનગી આપવામાં આવે. જો આગામી 30 દિવસની અંદર આ મામલે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરાય આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઇ છે.
    Click here to Read More
    Previous Article
    ચાંદીપુરા વાયરસથી મહેસાણા જિલ્લામાં પ્રથમ મોત:બહુચરાજીના દેલવાડાની 4 વર્ષની બાળકીએ વડનગર સિવિલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો
    Next Article
    Video: Panic Erupts As Bull Charges Into Crowd During Maharashtra Event, 6 Injured

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment