Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર કોર્ટ સંકુલ પાછળ પાર્ક કારમાં આગ:ફાયર વિભાગે સતર્કતા દાખવી આગ બુઝાવી; કારણ અકબંધ

    19 hours ago

    હિંમતનગર શહેરના નવીન કોર્ટ સંકુલ પાછળ પાર્ક કરેલી એક CNG કિયા કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના ગુરુવારે સવારે બની હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે સવારે બહુમાળી ભવન સામે અને નવીન કોર્ટ સંકુલના પાછળના ભાગે, હાજીપુરા તરફ જતા રસ્તાની બાજુમાં કાળા કલરની CNG કિયા કાર પાર્ક કરવામાં આવી હતી. કારના આગળના ભાગેથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં તે વધુ તીવ્ર બની હતી. આ ઘટના જોવા માટે આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા. આગની જાણ થતાં જ હિંમતનગર નગરપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, હિંમતનગરના નવીન બહુમાળી કોર્ટ સંકુલનું આવતીકાલે લોકાર્પણ થવાનું છે. આ સંકુલના પાછળના ભાગે જ કારમાં આગ લાગવાની ઘટના બની હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ મહિલા પોલીસની પ્રશંસનીય કામગીરી:આંધ્રપ્રદેશની મહિલા યાત્રિકનું ₹17 હજાર રોકડ અને દસ્તાવેજો સાથેનું પર્સ સુરક્ષિત પરત અપાવ્યું
    Next Article
    Delhi Hotel Fire Updates: 21 Killed, PM Modi Announces Rs 2 Lakh Compensation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment