Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ':બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ, શંકાસ્પદની પૂછપરછ ચાલુ

    1 day ago

    મોરબી જિલ્લામાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે. આ ઉપરાંત, બે શંકાસ્પદ વ્યક્તિઓની પણ પૂછપરછ ચાલી રહી છે. ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી રોકવા માટે રાજ્ય સરકારે આ અભિયાન શરૂ કર્યું છે. મોરબી જિલ્લામાં ચાર ડીવાયએસપીની આગેવાનીમાં સઘન ચેકિંગ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાજ્ય સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં ચાર ડીવાયએસપીની આગેવાની હેઠળ મોરબી, માળીયા, વાંકાનેર અને હળવદના ઔદ્યોગિક એકમો તેમજ આસપાસના રહેણાંક વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 100 જેટલા લોકોની તપાસ કરવામાં આવી મોરબીના ડીવાયએસપી જે.એમ. આલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની કુલ 10 ટીમો બનાવવામાં આવી હતી. 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ અંદાજે 100 જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી બે મહિલા બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. બાંગ્લાદેશી મહિલાઓની ઊંડાણપૂર્વક પૂછપરછ ઝડપાયેલી બાંગ્લાદેશી મહિલાઓ પાસે ભારતના કોઈ સરકારી આઈડી પ્રૂફ કે દસ્તાવેજો છે કે કેમ, અને જો હોય તો તે ક્યાંથી બનાવવામાં આવ્યા છે, તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. બે શંકાસ્પદ વ્યક્તિઓની પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દામોદર કુંડમાં મગર આવતા વનવિભાગનું સફળ રેસ્ક્યુ ​:પવિત્ર પુરષોત્તમ માસમાં દામોદર કુંડ ખાતે વિશાળકાય મગર આવી ચડતા શ્રદ્ધાળુઓમાં ફફડાટ, વનવિભાગે રેસ્ક્યુ કરી ખતરો ટાળ્યો​
    Next Article
    સુરતથી ગોવા-મંગલૂરુ જવું હવે વધુ સરળ:પ્રવાસીઓ માટે સ્પેશિયલ ટ્રેનને કાયમી કરાઈ; ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના હજારો મુસાફરોને સીધો ફાયદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment