Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દામોદર કુંડમાં મગર આવતા વનવિભાગનું સફળ રેસ્ક્યુ ​:પવિત્ર પુરષોત્તમ માસમાં દામોદર કુંડ ખાતે વિશાળકાય મગર આવી ચડતા શ્રદ્ધાળુઓમાં ફફડાટ, વનવિભાગે રેસ્ક્યુ કરી ખતરો ટાળ્યો​

    1 day ago

    ​જૂનાગઢના જગપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ દામોદર કુંડ ખાતે એક વિશાળકાય મગર આવી ચડવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. હાલમાં પવિત્ર પુરષોત્તમ માસ ચાલી રહ્યો હોવાથી દામોદર કુંડ ખાતે દરરોજ વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરવા અને અસ્થિ વિસર્જન સહિતની ધાર્મિક વિધિઓ માટે ઉમટી પડતા હોય છે. આવા ધાર્મિક માહોલ વચ્ચે અચાનક કુંડના પાણીમાં મોટો મગર દેખાતા ત્યાં હાજર લોકોમાં ભારે ગભરાટ અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો હતો. વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી ​આ ભયજનક પરિસ્થિતિ સમયે ત્યાં જ ઉપસ્થિત સ્થાનિક શ્રદ્ધાળુ ત્વરિતતા દાખવી હતી. તેમણે સમયસૂચકતા વાપરીને આ બાબતની તાત્કાલિક જાણ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને કરી હતી. પવિત્ર કુંડમાં મગર હોવાની અને હજારો શ્રદ્ધાળુઓનો જીવ જોખમમાં હોવાની ગંભીરતાને સમજીને વનવિભાગની ટીમ પણ કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મગરને સલામત રીતે પાંજરે પૂરી સફળ રેસ્ક્યુ કર્યું ​વનવિભાગના ફોરેસ્ટર મકવાણા અને તેમની અનુભવી રેસ્ક્યુ ટીમે દામોદર કુંડ ખાતે પહોંચીને તાબડતોબ ઓપરેશન હાથ ધર્યું હતું. વનવિભાગની ટીમે ભારે જહેમત અને કુશળતાપૂર્વક કુંડના પાણીમાંથી આ વિશાળકાય મગરને સલામત રીતે પાંજરે પૂરી લીધો હતો એટલે કે તેનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. વનવિભાગની આ સરાહનીય અને ત્વરિત કામગીરીના કારણે દામોદર કુંડ ખાતે આવતા હજારો શ્રદ્ધાળુઓ પરથી મોટો જાનમાલનો ખતરો કાયમ માટે દૂર થયો છે અને શ્રદ્ધાળુઓએ ભારે રાહતનો શ્વાસ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી- હોટલમાં આગથી 21 મોત, માલિકની ધરપકડ:મૃતકોમાં 11 વિદેશી, 8 રાજસ્થાન-હરિયાણાના; હોટલ પાસે ફાયર NOC નહોતી
    Next Article
    મોરબીમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ':બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ, શંકાસ્પદની પૂછપરછ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment