Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંચમા પગાર પંચના કર્મીઓેને સરકારની ભેટ:બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી, દુષિત પાણીથી ફેલાયો રોગચાળો, પુત્રની સામે જ તરફડિયાં મારી પિતાનું મોત

    10 hours ago

    પાંચમાં પગાર પંચના કર્મીઓના મોંઘવારી ભથ્થામાં વધારો રાજ્ય સરકારના પાંચમું પગાર પંચ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો..1 જાન્યુઆરી,2024થી 443 ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવાશે અને જુલાઈ 2021 થી જાન્યુઆરી 2024 સુધીનું એરિયર્સ ચૂકવાશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યભરમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી રાજ્યભરમાં બાંગ્લાદેશીઓને વીણી વીણીને શોધવા ઓપરેશન.. અમદાવાદમાંથી 166 બાંગ્લાદેશીઓ ઝડપાયા.તો સુરતમાં 100થી વધુ શંકાસ્પદ ઝડપાયા છે. 28મેએ ગાંધીનગરમાં અમિત શાહે ઘુષણખોરોને પડકાર આપ્યો હતો, એના પાંચમાં દિવસે જ આ કાર્યવાહી કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો થલતેજ-ગોતામાં દૂષિત પાણીથી રોગચાળો અમદાવાદના થલતેજ અને ગોતામાં દૂષિત પાણીથી રોગચાળો વકર્યો. એકસાથે ઝાડા ઉલટીના 1050 કેસ નોંધાયા. ચાર દિવસથી પીવાના પાણી સાથે ગટરની લાઈન મિક્સ થઈ જતા લોકો બીમાર પડ્યા. તો કમિશનરનું કહેવું છે કે માત્ર 50 લોકો જ બીમાર છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 1808 HTAT મુખ્ય શિક્ષકોની ભરતી કરાશે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી મુખ્ય શિક્ષકોની જગ્યા તાત્કાલિક ભરવા શિક્ષણ વિભાગનો આદેશ. 1808 HTAT મુખ્ય શિક્ષકોની ભરતી કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો LICનું ઉદાહરણ આપી સ્ટે આપવાની માગ વસતી ગણતરીની કામગીરી સોંપાતા બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓ હાઈકોર્ટ પહોંચ્યા.. LICનું ઉદાહરણ આપી સ્ટે આપવાની માગ કરી.. તો હાઈકોર્ટે વસતી ગણતરી ઓથોરિટીને નોટિસ પાઠવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પત્નીની નજર સામે જ છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા વડોદરાના વડસરમાં 30 વર્ષીય યુવકની પત્નીની નજર સામે જ હત્યા કરી.જૂની અદાવતમાં આરોપીઓએ ગીરીશ ભાલીયા પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા.. યુવકની હત્યાથી તેના વૃદ્ધ માતાપિતા,પત્ની અને દીકરી ભાંગી પડ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજુ બની નાઝીમ હિન્દુ પરિણિતાને ભગાડી ગયો ખેડાના કઠલાલમાં રાજુ બની નાઝીમ અન્સારી નામના શખ્સે બે બાળકોની માતાને પ્રેમજાળમાં ફસાવી. યુવક મૂળ યુપીનો હતો, અને અમદાવાદ-ઈન્દોર હાઈવે પર હિન્દુ નામ રાખી પંક્ચરની દુકાન ચલાવતો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પુત્રની નજર સામે જ તરફડિયા મારી પિતાનું મોત મહેસાણાના મોઢેરા ચોકડી પાસે એસટી બસની ટક્કરે આધેડનું મોત નીપજ્યું. .કામ પરથી ઘરે પરત ફરતા સમયે આધેડ બસની અડફેટમાં આવ્યા અને પાછલું ટાયર તેમના પરથી ફરી વળ્યું. પુત્રની નજર સામે જ આધેડ તરફડિયા મારી મોતને ભેટ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાતમાંથી માત્ર એક મૃતકની ઓળખ થઈ બારડોલીના ઉવા ગામમાં બે બસ વચ્ચે થયેલા અકસ્માતના 7 મૃતકોમાંથી બસ ડ્રાઈવરના મૃતદેહની ઓળખ થઈ. હજુ 6 મૃતદેહોના DNA રિપોર્ટ બાકી છે.મૃતકના પરિવારજનોએ તંત્ર હેરાનગતિ કરતું હોવાનો આક્ષેપ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હજુ બે દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા રાજ્યમાં હજુ બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 40 થી 50 કિમીની રહેશે..જો કે 6 જૂન બાદ તાપમાનમાં ફરી વધારો નોંધાઈ શકે છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ATFની કિંમતો પર ₹75.60 પ્રતિ લિટર કેપ લગાવવામાં આવી:સરકારે ₹10,000 કરોડના ફંડને પણ મંજૂરી આપી, જેનાથી જેટ-ફ્યુઅલની કિંમતોને નિયંત્રિત કરવામાં આવશે
    Next Article
    સુરેન્દ્રનગર DDOએ ટીંબા ગામમાં વિકાસકામોની સમીક્ષા કરી:પ્રગતિ હેઠળના અને પૂર્ણ થયેલા કામોની ગુણવત્તા ચકાસી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment