Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની બેઠક:વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન અને સંકલન માટે માર્ગદર્શન અપાયું

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. વડાપ્રધાનના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે. આ કાર્યક્રમોના સુચારુ આયોજન અને સંકલન માટે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આ બેઠક યોજાઈ હતી. આગામી 5 જૂન, 2026 થી 21 જૂન, 2026 દરમિયાન જિલ્લામાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રગતિપથ યાત્રા, જનકલ્યાણ શિબિર અને વિશ્વ યોગ દિવસ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોની પૂર્વતૈયારી અને સફળ અમલીકરણ અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક કાર્યક્રમ દીઠ જિલ્લા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. કલેક્ટરશ્રીએ ઉપસ્થિત તમામ નોડલ અધિકારીઓને તેમને સોંપાયેલી જવાબદારીઓ સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા અને રાજ્ય સરકારમાં તેનું સમયસર રિપોર્ટિંગ થાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. કલેક્ટર જી.એચ. સોલંકીએ આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે 'માઇક્રો મેનેજમેન્ટ' અને 'મહત્તમ લોકભાગીદારી' પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે આ કાર્યક્રમો માત્ર સરકારી ઔપચારિકતા બની ન રહે, પરંતુ લોકો ખરા અર્થમાં તેમાં જોડાય અને સરકારની સિદ્ધિઓ તેમના સુધી પહોંચે તે માટે સઘન પ્રયાસો કરવામાં આવે. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવ, નિવાસી અધિક કલેક્ટર કે.આર. પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ. જાલંધરા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    DDOએ વઢવાણના ટીંબા ગામની મુલાકાત લીધી:સરકારી યોજનાઓ, સ્વચ્છતા અને કચરાના નિકાલ મુદ્દે સૂચનો આપ્યા
    Next Article
    Gujarat Varsad News LIVE | વરસાદના તમામ મોટા સમાચાર | Fatafat News | Weather News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment