Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં શેમ્પૂ લેવાનું કહી ઘરેથી નીકળેલી માતાએ ખેલ્યો મોતનો ખેલ:ડિપ્રેશનથી પીડિત માતાએ પહેલા દીકરાને એસિડ પીવડાવ્યું પછી પોતે આપઘાત કર્યો, દોઢ વર્ષ પહેલા જ થયા'તા લગ્ન

    1 सप्ताह पहले

    સુરતના સરથાણા વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી હતી. મોટા વરાછા ખાતે રહેતી 29 વર્ષીય પરિણીતાએ યોગીચોક ખાતે વનમાળી જંકશન નજીક પિયરમાં પોતાના 4 મહિનાના પુત્રને બાથરૂમમાં રાખેલું એસિડ પીવડાવી પોતે પણ એસિડ પી લીધું હતું. ઘરેથી શેમ્પુ લેવા જવાનું કહીને નીકળ્યા બાદ આ મોતનો ખેલ ખેલ્યો હતો. બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ગણતરીના કલાકોમાં જ માતા-પુત્રના મોત થયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતા છેલ્લા 4 વર્ષથી માનસિક બીમારીથી પીડાતી હતી અને ડિલિવરી બાદ તેમની સ્થિતિ વધુ બગડી હતી. આ માનસિક બિમારીથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો સરથાણા પોલીસ દ્વારા મૃતક માતા વિરુદ્ધ પોતાના ચાર મહિનાના બાળકને મોતને ઘાટ ઉતારવા ને લઈને હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા મળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની અને હાલ મોટા વરાછા ડી-માર્ટ પાસે આવેલ સિલ્વાસા સ્ટોનમાં રહેતા મનીષભાઈ કોટડીયા કન્ટ્રક્શનની સાઇડ પર નોકરી કરી પત્ની 29 વર્ષીય ધારા સહિતના પરિવારનું ભરણપોષણ કરે છે. મનીષભાઈના ધારા સાથે દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. ધારા પહેલી ડિલિવરી માટે શ્રીમંત પછી વનમાળી જંકશન નજીક આવેલ એવન હાઇટ્સમાં પિયરમાં આવી હતી. આ દરમિયાન ગત 13 જાન્યુઆરી, 2026ના રોજ તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો. હું શેમ્પૂ લેવા જાવ છું કહી ઘરેથી બાળકને લઈને નીકળી ઘરમાં દીકરાના જન્મથી ખુશીનો માહોલ હતો. ગત 1 જૂનના રોજ બપોરે 3.30 વાગ્યાના અરસામાં ધારાએ હું શેમ્પૂ લેવા જાવ છું કહી ચાર મહિનાનો પુત્ર રીશાનને લઈને ઘરેથી નીકળી ગઈ હતી અને એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ કોમન બાથરૂમમાં ગઈ હતી. જ્યાં બાથરૂમમાં મુકેલી એસિડની બોટલમાંથી ધારાએ પુત્ર રીશાનને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ પી લીધું હતું. જ્યારે ત્યાંના સ્થાનિક રહીશને બાથરૂમમાંથી કંઈક અજુગતું અવાજ આવતો હોવાથી દરવાજો ખોલતાં જ ધારા અને રીશાન એસિડ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. માતા-દીકરાના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ લોકોએ ધારાના પરિવારજનોને ઘટનાની જાણ કરી હતી. બાદમાં બંનેને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન 2 જૂનની રાત્રે એક વાગ્યાના અરસામાં પુત્ર રીશાનનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ 2.30 વાગ્યાના અરસામાં ધારાનું પણ મોત થયું હતું. માતા-પુત્રના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક સરથાણા પોલીસને કરતા જ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને માતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી ડિપ્રેશનમાં હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ધારા છેલ્લા ચાર વર્ષથી માનસિક બીમારીથી પીડાતી હતી. તેની દવા પણ ચાલુ હતી પરંતુ, ડિલિવરી બાદ ધારાની માનસિક સ્થિતિ વધુ બગડી ગઈ હતી. માનસિક તણાવ એટલો વધી ગયો હતો કે, છેલ્લા બે-ત્રણ દિવસથી ધારાએ જમવાનું પણ છોડી દીધું હતું અને તે વધુ પડતા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. જેથી માનસિક બીમારીથી કંટાળી તેમના ચાર મહિનાના પુત્રને એસિડ પીવડાવી પોતે પણ એસિડ પી આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. સરથાણા પોલીસે માતા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. સુરતમાં 4 વર્ષના પુત્ર સાથે માતાનો આપઘાત 13 ફેબ્રુઆરી, 2026એ સુરતના ઉમરા વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જેમાં 26 વર્ષીય ડિવોર્સી માતા પૂનમ શાહે પહેલા પોતાના વહાલસોયા પુત્રને ગળાફાંસો આપ્યો અને ત્યાર બાદ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ પગલાં પાછળ પૂનમના પૂર્વ પતિ કરણ શાહ દ્વારા કરવામાં આવતી કનડગત અને માનસિક ત્રાસ જવાબદાર હોવાનો પરિવારનો આક્ષેપ હતો. વાંચો સંપૂર્ણ સમાચાર સુરતમાં પતિ, પત્ની અને પુત્રનાં રહસ્યમય મોત ચાર દિવસ પહેલાં જ સાઉદીની યાત્રા કરીને આવ્યાં હતાં. 10 ફેબ્રુઆરી, 2026એ સુરતના લાલગેટ વિસ્તારમાં પતિ, પત્ની અને પુત્રનાં રહસ્યમય મોતથી હડકંપ મચ્યો હતો. ત્રણેયની બોડી ઘરના અલગ અલગ રૂમમાંથી મળી હતી. 40 વર્ષીય ફૈઝના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. ઘટનાની આગલી રાત્રે જ ફૈઝ પત્ની મુબીના અને દીકરા નોમાન સાથે ઘરે આવ્યો હતો. જ્યારે દીકરી દાદીના ઘરે જ રહી હતી. જેથી તેનો બચાવ થયો હતો. હવે ફૈઝના પરિવારમાં માત્ર એક દીકરી જ રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર તુષાર ઘેલાણીએ ટ્રિગર દબાવ્યું ને ગોળી માથું ફાડી દીવાલ સાથે અથડાઈ દીકરીના કંકોત્રી લેખનના દિવસે જ પિતાનો ગોળી મારી આપઘાત. 1 ફેબ્રુઆરી, 2026ની રાત સુરતના ઘેલાણી ફેમિલી માટે આઘાતની રાત બની ગઈ હતી. ઘરમાં લાડલી દીકરીના લગ્નની તૈયારીઓ ચાલી રહી અને તુષાર ઘેલાણીએ પોતાની જ પિસ્તોલ દ્વારા આત્મહત્યા કરતાં માતમ છવાઈ ગયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર સુરતમાં માતાની પુત્ર સાથે 14મા માળેથી મોતની છલાંગ 25 ડિસેમ્બર, 2025એ સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા આવાસમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી હતી, જેમાં એક માતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડિંગની ઊંચાઈએથી પટકાવાને કારણે ગંભીર ઈજાઓ થતાં માસૂમ દીકરાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, માતાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 13મા માળેથી પુત્રને ફેંકી પાટીદાર પરિણીતાનો આપઘાત 13મા માળેથી 13 સેકન્ડના અંતરે માતા અને પુત્ર પટકાયાં હતાં. 3 સપ્ટેમ્બર, 2025એ સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સ બિલ્ડિંગની A વિંગમાં રહેતા લૂમ્સના કારખાનેદારની પત્નીએ બે વર્ષના પુત્ર સાથે આપઘાત કરી લીધો હતો. પટેલ પરિણીતા તેમની A વિંગમાંથી C વિંગમાં ગઈ હતી, જ્યાં 13મા માળેથી પહેલા પુત્રને ફેંક્યો અને 12 સેકન્ડ બાદ તે પણ કૂદી ગઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    વરુણ ધવન શોર્ટ્સ અને બનિયાનમાં મંદિરે પહોંચ્યો:વીડિયો વાયરલ થતાં પહેરવેશ પર પ્રશ્નો ઉઠ્યા; ટ્રોલ્સે કહ્યું- 'ભગવાનના ઘરમાં તો સારા કપડાં પહેરતો'
    Next Article
    350 જર્જરિત મિલકતો ધરાવતા મકાન માલિકોને નોટિસ, કનેક્શન કાપવાની ચીમકી:ભાવનગરમાં ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ, અધિકારીએ કહ્યું- આગામી દિવસોમાં 400ને નોટિસ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment