Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    350 જર્જરિત મિલકતો ધરાવતા મકાન માલિકોને નોટિસ, કનેક્શન કાપવાની ચીમકી:ભાવનગરમાં ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ, અધિકારીએ કહ્યું- આગામી દિવસોમાં 400ને નોટિસ અપાશે

    1 सप्ताह पहले

    ચોમાસાના આગમનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ જર્જરિત મિલકતોને લઈને ગંભીર બન્યું છે. સંભવિત દુર્ઘટનાઓને ટાળવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં જર્જરિત મકાનો માલિકોને નોટિસ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. 350 જેટલી મિલકતોને નોટિસ પાઠવી દેવાઈ ભાવનગર ​મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી કુણાલસિંહ ચૌહાણ માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં શહેરની અંદાજે 300થી 350 જેટલી મિલકતોને નોટિસ પાઠવી દેવામાં આવી છે, જ્યારે 400 જેટલી અન્ય મિલકતોને નોટિસ આપવાની કાર્યવાહી આગામી દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારો ગામતળ અને હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં જર્જરિત મિલકતોનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. લાઈટ, પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપવાની કાર્યવાહી થઈ શકે ​મનપાના અધિકારી કૃણાલસિંહએ કહ્યું હતું કે, જે મકાન માલિકોને નોટિસ આપવામાં આવી છે, તેમણે વહેલી તકે પોતાના જર્જરિત મકાનનું સમારકામ કરાવી લેવું અથવા તેને સુરક્ષિત કરી લેવું. જો નિર્ધારિત સમયમાં મકાનનું સમારકામ કરવામાં નહીં આવે, તો પાલિકા દ્વારા કડક પગલાં લેવામાં આવશે. જેમાં મકાનનું લાઈટ કનેક્શન, પાણી કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન કાપવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ​ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જો તમારી મિલકત જર્જરિત હાલતમાં હોય, તો ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તેને સત્વરે સુરક્ષિત કરાવી લેવી. સાવચેતીના ભાગરૂપે લેવાયેલું આ પગલું જાન-માલના નુકસાનને અટકાવવામાં મદદરૂપ થશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં શેમ્પૂ લેવાનું કહી ઘરેથી નીકળેલી માતાએ ખેલ્યો મોતનો ખેલ:ડિપ્રેશનથી પીડિત માતાએ પહેલા દીકરાને એસિડ પીવડાવ્યું પછી પોતે આપઘાત કર્યો, દોઢ વર્ષ પહેલા જ થયા'તા લગ્ન
    Next Article
    જામનગરમાં 4 જૂને ખગોળીય ઘટના જોવા મળશે:બપોરે 12.48 વાગ્યે પડછાયો અદૃશ્ય થશે, ઘટનાનું પ્રત્યક્ષ નિદર્શન પ્રદર્શન મેદાનમાં યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment