Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં માધવ સ્ક્વેરમાં શોર્ટ સર્કિટથી આગ:મેઈન મીટર બોક્સમાં આગ, ફાયર બ્રિગેડે લિફ્ટમાંથી એકનું રેસ્ક્યૂ કર્યું

    1 सप्ताह पहले

    જામનગરના ક્રિકેટ બંગલા સામે આવેલા માધવ સ્ક્વેર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આજે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં બિલ્ડિંગના મેઈન મીટર બોક્સમાં આગ લાગી હતી અને એક વ્યક્તિ લિફ્ટમાં ફસાઈ ગયો હતો. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કંટ્રોલ રૂમમાં પ્રતીકભાઈ સોની દ્વારા માધવ સ્ક્વેરના મેઈન મીટર બોક્સમાં આગ લાગ્યાની જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શોર્ટ સર્કિટના કારણે મેઈન મીટર બોક્સમાં આગ લાગી હતી. આને કારણે સમગ્ર બિલ્ડિંગનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સલામતીના કારણોસર તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, બિલ્ડિંગની લિફ્ટમાં એક વ્યક્તિ ફસાઈ ગયાની માહિતી મળતા ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે સાવચેતીપૂર્વક કામગીરી કરીને લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિને સહીસલામત બહાર કાઢ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ફાયર બ્રિગેડ દ્વારા જરૂરી કામગીરી પૂર્ણ કર્યા બાદ ટીમ મેઈન ફાયર સ્ટેશન પર પરત ફરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આધેડનું મોત:અમદાવાદ-મુંબઈ ટ્રેન નીચે આવતા ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો; મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
    Next Article
    ST બસનું ટાયર આધેડ પર ફરી વળ્યું, તરફડિયા મારતાં રહ્યાં:પુત્રની નજર સામે જ પિતાનું મોત, મહેસાણાની મોઢેરા ચોકડી પાસે અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment