Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર વડોદરા નજીક અકસ્માત:માતર ટોલ પ્લાઝા પાસે ઉભેલી ટ્રકમાં પાછળથી આવેલી ટ્રક ઘૂસી ગઈ, દોઢ કલાક સુધી રેસ્ક્યૂ કરીને કરજણ ફાયર વિભાગે ડ્રાઇવરનો જીવ બચાવ્યો

    14 hours ago

    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર વડોદરા પાસે માતર ટોલ પ્લાઝા નજીક મોડી રાત્રે ઉભેલી ટ્રકમાં પાછળથી આવેલી ટ્રક ઘૂસી ગઈ હતી. જેમાં ટ્રક ડ્રાઇવર લોખંડની એંગલોના જથ્થા નીચે દબાઈ ગયો હતો. જોકે, કરજણ ફાયર વિભાગની ટીમે સમયસર ઘટનાસ્થળે પહોંચીને દોઢ કલાકની ભારે જહેમત બાદ ડ્રાઇવરનો જીવ બચાવ્યો હતો. 03-06-2026ના રોજ મોડી રાત્રે આશરે 12:30 વાગ્યાના અરસામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર વડોદરા જિલ્લાના માતર ટોલટેક્સ નજીક એક ટ્રક ઊભી હતી, જેમાં લોખંડનો જોબ ભરેલો હતો. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી બીજી ટ્રકમાં લોખંડની એંગલો ભરેલી હતી, અગમ્ય કારણોસર ઊભેલી ટ્રકના પાછળના ભાગે બીજી ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, અથડામણના કારણે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને ટ્રક ચલાવી રહેલો ડ્રાઇવર લોખંડની એંગલો નીચે દબાઈ જઈ કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર અધિકારીઓ અને જવાનોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગે સૌપ્રથમ ટ્રકમાં ભરાયેલી ભારે લોખંડની એંગલો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ રેસ્ક્યુ કટર સહિતના આધુનિક સાધનોની મદદથી ટ્રકના પતરા કાપી અંદર ફસાયેલા ડ્રાઇવર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લગભગ દોઢ કલાક સુધી ચાલેલા કઠિન અને જોખમી રેસ્ક્યુ ઓપરેશન બાદ ફાયર વિભાગની ટીમે ડ્રાઇવરને જીવિત હાલતમાં બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કરજણ ફાયર વિભાગની સમયસરની કામગીરી અને જવાનોની બહાદુરીના કારણે ગંભીર અકસ્માતમાં ફસાયેલા ડ્રાઇવરનો જીવ બચી જતાં સ્થાનિક લોકોએ પણ ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી. અકસ્માતને લઈને કરજણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    RBI મોનેટરી પોલિસી કમિટીની બેઠક આજથી:વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા નથી, હાલમાં રેપો રેટ 5.25% પર
    Next Article
    ડ્રાઈવર વગરની બસ રિવર્સમાં દોડી:સુરેન્દ્રનગર ડેપોમાં મોટી દુર્ઘટના ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment