Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પોર્ટ્સ બાઈક પર સ્નેચિંગ સહિતના ગુનાની 'હાફ સેન્ચ્યુરી':તલવાર સાથે વીડિયો વાઈરલ કર્યો હતો, મહિલાઓને ટાર્ગેટ બનાવતો કુખ્યાત આરોપી ઝડપાયો

    18 hours ago

    સુરત શહેરમાં મહિલાઓની સુરક્ષા સામે પડકાર ફેંકનારા અને સ્પોર્ટ બાઇક પર સવાર થઇને પર્સ તેમજ મોબાઇલ સ્નેચિંગના 50થી વધુ ગુના આચરીને ગુનાખોરીની 'હાફ સેન્ચુરી' વટાવનાર કુખ્યાત આરોપી સોયેબખાન ઉર્ફે સોયેબ લાલ રઇશખાન પઠાણને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ રીઢા ગુનેગારે તાજેતરમાં જ ડિંડોલી વિસ્તારના ભેસ્તાન આવાસમાં હાથમાં ધારદાર જેવા હથિયારો લહેરાવી, અભદ્ર ભાષાનો ઉપયોગ કરી સ્થાનિકોમાં ડર ફેલાવવા માટે એક સોશિયલ મીડિયા વીડિયો વાઇરલ કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સ્ટોર્શન ટીમે બાતમીના આધારે સુભાષનગર સામે આવેલા રિવરફ્રન્ટ પરથી આ આરોપીને દબોચી લીધો છે અને તેની ધરપકડ સાથે સ્નેચિંગના વધુ 6 મોટા ગુનાઓનો પર્દાફાશ થયો છે. ઝડપી સ્પોર્ટ બાઇકનો ઉપયોગ અને મહારાષ્ટ્ર-અજમેરમાં આશ્રય પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી સોયેબે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તે પોતાની યામાહા R15M સ્પોર્ટ બાઇકનો ઉપયોગ કરીને રસ્તા પરથી પસાર થતી એકલી મહિલાઓને ટાર્ગેટ બનાવતો હતો. બાઇકની તેજ ગતિના કારણે તે ક્ષણભરમાં પર્સ કે મોબાઇલ ઝૂંટવીને રફૂચક્કર થઇ જતો હતો. સુરતમાં સ્નેચિંગની વારંવાર ઘટનાઓને અંજામ આપ્યા બાદ, તે ચોરીનો મુદ્દામાલ સગેવગે કરવા અને વેચવા માટે સીધો મહારાષ્ટ્ર અથવા અજમેર ભાગી જતો હતો. અજમેરમાં દરગાહ પર સમય પસાર કરીને તે પોલીસની નજરથી બચવાનો પ્રયાસ કરતો હતો અને મામલો શાંત પડતાં જ ફરી સુરત આવીને ગુનાખોરી આચરતો હતો. વિસ્તારમાં ડર ફેલાવવા તલવાર સાથે વીડિયો વાઇરલ કર્યો ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં ભેસ્તાન આવાસ ખાતે સોયેબે હાથમાં ઘાતક હથિયાર લઇને ભય અને આતંકનો માહોલ ઊભો કરતો વીડિયો બનાવ્યો હતો. આ વાઇરલ વીડિયો અંગે આરોપીએ કબૂલાત કરી છે કે તે અવારનવાર ગુના કરવાની ટેવવાળો છે. તેની આસપાસના રહીશો કે સ્થાનિક લોકો પોલીસને તેના વિશે કોઇ પણ પ્રકારની બાતમી કે માહિતી ન આપે અને ભેસ્તાન આવાસના વિસ્તારમાં તેનો એકચક્રી દબદબો અને ખૌફ જળવાઇ રહે, તેવા આશયથી તેણે આ ઘાતક હથિયાર સાથે પોતાનો રોફ જમાવતો વીડિયો બનાવડાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. 7 વખત પાસાની સજા ભોગવી ચૂકેલો રીઢો અપરાધી પકડાયેલા આરોપી સોયેબખાન ઉર્ફે લાલ પઠાણનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ચોંકાવનારો છે. તે સુરત શહેર પોલીસ માટે માથાનો દુખાવો બની ચૂક્યો હતો. અત્યાર સુધીમાં તે સ્નેચિંગના કુલ 33 ગુનાઓ, ધાક-ધમકી આપી ચોરી કરવાના 8 ગુનાઓ, મારામારીના 2 ગુનાઓ તેમજ જી.પી. એક્ટ ભંગના 2 ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે. તેની આ ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે પોલીસ દ્વારા અગાઉ 7 (સાત) વખત તેની સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરીને જેલ ભેગો કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, માત્ર 2 મહિના પહેલા જ તે પાસાની સજા કાપીને જેલમાંથી મુક્ત થયો હતો અને બહાર આવતાની સાથે જ તેણે ફરીથી સ્નેચિંગના ગુના આચરવાનું શરૂ કરી દીધું હતું. રૂપિયા 1.95 લાખનો મુદ્દામાલ અને બાઇક જપ્ત સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડની સાથે જ તેની પાસેથી ગુનામાં વપરાયેલી કિંમતી મોટર સાયકલ અને ચોરીના મોબાઇલ ફોન રિકવર કર્યા છે. પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલમાં રૂ. 95,000ની કિંમતના 2 નંગ મોબાઇલ ફોન અને ગુનાને અંજામ આપવા માટે વાપરવામાં આવતી રૂ. 1,00,000ની કિંમતની યામાહા કંપનીની R15M સ્પોર્ટ મોટર સાઇકલનો સમાવેશ થાય છે. પોલીસે કુલ રૂપિયા 1,95,000નો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી હેઠળ કબ્જે કર્યો છે અને સોનાના દાગીના તેમજ રોકડ રકમ રિકવર કરવા માટેની કવાયત હાથ ધરી છે. પોલીસે 6 ગુનામાં તેની ધરપકડ કરી આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, સોયબ ઉર્ફે લાલ રહીસ ખાન પઠાણ અગાઉ 50થી વધુ ગુનાઓમાં પર્સ અને મોબાઇલ સ્નેચિંગના ઓફેન્સમાં પકડાઇ ચૂક્યો છે. ઘણીવાર તે પાસામાં પણ જેલની હવા ખાઇ ચૂક્યો છે. જેલમાંથી છૂટ્યા પછી તે ફરીથી સુરત શહેરમાં સક્રિય થયો હતો. ચોક્કસ ઇન્ફોર્મેશનના આધારે એન્ટી એક્સ્ટોર્શનની ટીમે સુભાષ બ્રિજ પાસેથી આ આરોપીને અરેસ્ટ કર્યો છે. તેની પૂછતાછમાં સુરત સિટીના 6થી વધુ ડિટેક્ટ થયા છે, જેમાં સરથાણા પોલીસ સ્ટેશનના ગુનામાં 5 લાખથી વધુના મુદ્દામાલ અને 4 તોલા સોનાની ચોરીનું કન્ફેશન પણ સામેલ છે. તલવારના વાઇરલ વીડિયોના ગુનામાં પણ તે નાસતો-ફરતો હતો. હાલ તમામ 6 ઓફેન્સમાં તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    Twisha Sharma’s mother-in-law addresses court, flags ‘media trial’, slams investigators
    Next Article
    રૂ.1.27 કરોડના GST કૌભાંડમાં આરોપીના આગોતરા નામંજુર:બોગસ પેઢીઓ ઉભી કરી કૌભાંડ આચરવામાં આવતા ફરિયાદ નોંધાઇ'તી, ટેક્સ ક્રેડિટ મેળવી સરકારને 80 લાખનું નુકશાન પહોચાડ્યું'તુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment