Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ.1.27 કરોડના GST કૌભાંડમાં આરોપીના આગોતરા નામંજુર:બોગસ પેઢીઓ ઉભી કરી કૌભાંડ આચરવામાં આવતા ફરિયાદ નોંધાઇ'તી, ટેક્સ ક્રેડિટ મેળવી સરકારને 80 લાખનું નુકશાન પહોચાડ્યું'તુ

    18 hours ago

    સુરતના રહેવાસી એવા આરોપી અફઝલ શદીકભાઇ ગાહાએ પોતાની સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલ ફરિયાદમાં ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી દાખલ કરી હતી જેમાં સરકાર પક્ષે રજૂ થયેલ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખી રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રૂ.1.27 કરોડના GST કૌભાંડમાં ટેક્સ ક્રેડિટ મેળવી સરકારને 80 લાખનું નુકશાન પહોચાડ્યું હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સરકારને અંદાજિત 80 લાખનું નુકશાન પહોચાડ્યું સુપ્રિટેન્ડન્ટ ઓફ CGST રાજકોટ દ્વારા તા.30.11.2024ના રોજ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી અને તેમાં બોગસ પેઢી જે બોગસ ભાડા કરારના આધારે ઉભી કરી અને CGST રાજકોટ વિભાગમાં ઓનલાઇન રજુ કરી GST નંબર મેળવી અન્ય પેઢી-કંપનીઓ સાથે ટ્રાન્ઝેક્સન દેખાડી ટેક્સ ક્રેડિટ મેળવી સરકારને અંદાજિત 80 લાખનું નુકશાન પહોંચાડી ગુનો કરવા બાબતે જણાવ્યું હતુ જેમાં સોલંકી એન્ટરપ્રાઇઝ નામની પેઢી પણ બોગસ ભાડા કરારના આધારે ઉભી કરી 89 ઇ-વે બિલ્સ જનરેટ કરેલ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ કૌભાંડમાં જીએસટી વિભાગને કુલ રૂ.1,27,86,712નું આર્થિક નુકશાન પહોંચાડ્યું હતું. સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી ઉપરોક્ત જામીન અરજીની સુનવણી સમયે આરોપી પક્ષેથી પોતે નિર્દોષ હોવાની રજુઆત કરી હતી અને પોતાને ખોટી રીતે સંડોવી દીધેલાની પણ રજુઆત કરી હતી જેની સામે સરકાર તરફથી પુરાવા સાથે દલીલો કરવામાં આવ હતી કે આ પેઢી બોગસ છે અને તેમાં બનાવટી બિલો મેળવવામાં આવ્યા છે. કોઇ માલ સામાનની ખરીદી કર્યા વગર વ્યવહારો બતાવીને GSTની ક્રેડીટ મેળવવા કૌભાંડ આચરવામાં આવ્યું છે જેનાથી દેશના અર્થતંત્રને પણ નુકશાન જાય છે. આરોપી સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ છે. આરોપીની કસ્ટોડીયલ ઇન્ટ્રોગેસન માટે જરુર છે જેથી જામીન અરજી નામંજુર કરવી જોઇએ. જેથી બંને પક્ષોની દલીલોને ધ્યાને લઇ કોર્ટે અરજદાર આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    સ્પોર્ટ્સ બાઈક પર સ્નેચિંગ સહિતના ગુનાની 'હાફ સેન્ચ્યુરી':તલવાર સાથે વીડિયો વાઈરલ કર્યો હતો, મહિલાઓને ટાર્ગેટ બનાવતો કુખ્યાત આરોપી ઝડપાયો
    Next Article
    ‘Malicious actors’ attempted to disrupt services on re-evaluation portal through cyberattacks, says CBSE

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment